Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો માટે ચેતી જજોની ચેતવણી આપતી ઘટના બની હતી.શહેરના જેલ રોડ ટ્રાફિક સિગ્ન તોડી પસાર થઈ રહેલી મોપેડ ચાલક યુવતી સદ્નસીબે આગળ કાર થોભાઈ જતા બચી ગઈ હતી.આ સમગ્ર ઘટના ટ્રાફિક સિગ્નલ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા ટ્રાફિકના નિયમોને નેવે મૂકી વાહનો હંકારતા વાહનચાલકોમાં જાગૃતિ લાવવા શહેર પોલીસે વિડિઓ સોશ્યલ મીડિયામાં ટ્વીટ કરી સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે તેમ જણાવ્યું હતું.

વડોદરા શહેરના રાજમાર્ગો પર પ્રતિદિન  સવાર,બપોર અને સાંજના સમયે સંખ્યાબંધ વાહનો દોટ મૂકે છે.ધંધા ,અભ્યાસ ,નોકરી સહિત અનેક જરૂરિયાતના કામે લોકો સમયસર પહોંચવા વાહનો હંકારતા હોય છે.પરંતુ ઘણા કિસ્સામાં કેટલાક વાહન ચાલકો પોતાના તેમજ જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલા અન્ય ચાલકો તેમજ રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકતા હોય છે.ત્યારે આવા ટ્રાફિક સિગ્નલ તોડવા સહિત ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો પુરપાટ દોડાવતા વાહનચાલકોને બોધપાઠ લેવા જેવી ઘટના બુધવારે જેલ રોડ પર બની હતી.જેલ રોડ ટ્રાફિક સિગ્નલ તોડી પસાર થઈ રહેલી એક એક્ટિવા ચાલક યુવતી માંડ માંડ બચી ગઈ હતી.

સિગ્નલ પર કાઉન્ટ પૂર્ણતાના આરે હોય આ યુવતી સિગ્નલ સ્ટોપ થાય તે પહેલાં અંતિમ સેકંડોમાં પસાર થવાની કોશિશ કરતા એક આઇસર ટેમ્પો અને તેની બાજુમાં એક કાર આવીને ઉભી રહી જતા આ એક્ટિવા ચાલક યુવતી કારના આગળના ભાગે આવી બ્રેક મારી દેતા એક્ટિવા સમેત નીચે પટકાઈ હતી.સદ્નસીબે તેનો આબાદ બચાવ થયો હતો.જોકે આ સમગ્ર ઘટના ટ્રાફિક સિગ્નલ પર લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જેથી શહેર પોલીસે આ વિડિઓ સોશ્યલ મીડિયામાં ટ્વીટ કરી સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે.

To Top