Madhya Gujarat

કાલોલ કેનાલમાંથી જીર્ણ હાલતમાં બે મોટરસાયકલ મળતા તર્કવિતર્ક

કાલોલ: કાલોલ તાલુકાના એક ગામનો યુવકે મંગળવારના રોજ બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેની શોધખોળ કરવા માટે કુશળ તરવૈયા ની ટીમ બુધવારના રોજ બોરુ નજીકના કેનાલ પર આવી પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરતા હતા તે સમયે કેનાલ ની અંદર વહેતા પાણી માંથી બે મોટરસાયકલો મળી આવતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે મોટરસાયકલ ટાયર સહિત ના મોટા ભાગ ગાયબ હતા મોટરસાયકલોને જોવા ટોળા ઉમટયા હતા બંને મોટરસાયકલો નર્મદા કેનાલના પાણીમાં કેવી રીતે આવી તે અંગે અનેક શંકા-કુશંકાઓ જન્મી હતી ચેસીઝ નંબર અને એન્જિન નંબર ના આધારે તપાસ કરવામાં આવે તો ઘણી બધી હકીકતો બહાર આવે તેમ છે. પોલીસે બન્ને મોટરબાઇક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top