Madhya Gujarat

દાહોદ પોલીસની પોલ ખૂલી ગઇ,સ્ટેટ મોનિટરિંગે 22.27 લાખનો દારૂ ઝડપાયો

દાહોદ: દાહોદ પોલીસ ઉઘતી રહી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા ખાતેથી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાર ક્રુઝર ફોર વ્હીલર ગાડી અને એક સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડી મળી કુલ પાંચ વાહનો માંથી રૂા.૨૨,૨૭,૩૦૦ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે પાંચ વાહનો મળી કુલ રૂા. ૩૩,૪૧,૧૬૦ના મુદ્દામાલ ઝડપતા દાહોદ પોલીસની મીઢી નજર તળે દારૂનો વેપલો ચાલતો હોવાની પોલ ખૂલી ગઇ હતી.પાંચ ગાડીના ચાલકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોને ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે ઝડપી પાડતાં દેવગઢ બારીઆ નગર સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. ત્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે.

ગતરોજ ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ નગરમાંથી પસાર થતાં ભે દરવાજા ખાતે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ ચાર ક્રુઝર ફોર વ્હીલર ગાડી અને એક સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થઈ હતી અને નજીક આવતાંની સાથે જ પોલીસે પાંચેય ગાડીઓને ચારેય તરફથી ઘેરી લીધી હતાં. પોલીસે ગાડીઓમાં સવાર હીમરાજભાઈ પ્રેમસંગભાઈ પરમાર (રહે. માતવા), જાેરસીંગભાઈ વેસ્તાભાઈ મીનામા, યાસીન પઠાણ, (રહે માતવા), સનુભાઈ (માતવા), બાબુ ચોટલી વિગેરેની પોલીસે અટકાયત કરી લીધી હતી.

પોલીસે પાંચેય વાહનોની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ગાડીમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ અને બીયરની પેટીઓ મળી આવી હતી જેમાં કુલ પેટીઓ નંગ. ૫૯૯ જેમાં કુલ બોટલો નંગ. ૧૮૨૭૪ કુલ રૂા. ૨૨,૨૭,૩૦૦ના પ્રોહી જથ્થા સાથે પાંચેય વાહનો તેમજ ઝડપાયેલ ચાલકોની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૧૦,૮૬૦ મળી કુલ રૂા. ૩૩,૪૧,૧૬૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો. ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમના દરોડોને પગલે દેવગઢ બારીઆ તાલુકા સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.

ઘાટાતલાવડી ગામેથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો

હાલોલ: પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસે જિલ્લામાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા કવાયત હાથ ધરી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ગોધરા શાખાના પીઆઈ કે.પી.જાડેજાને બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઘાટા તલાવડી ગામે રહેતો ધર્મેન્દ્ર લક્ષ્મણભાઇ બારિયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો ધંધો મોટા પ્રમાણમાં જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે ઘાટા તલાવડી ગામે ધર્મેન્દ્રભાઈના ઘરે છાપો મારી ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી અને બીયરની બોટલો નંગ 1398 જેની અંદાજે કિંમત 1,54,050/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી સ્થળ પરથી ધર્મેન્દ્રભાઈ લક્ષ્મણભાઇ બારિયાની અટકાયત કરી તેની સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ
ધરી હતી.

Most Popular

To Top