Vadodara

સનફાર્મા રોડ પર મકાનમાંથી 83000ની મતાની ચોરીને અંજામ

વડોદરા: શહેરના સનફાર્મા રોડ પર આવેલ પાર્વતીનગરમાં રહેતા વૃદ્ધ દંપતી ભાઈબીજ તહેવાર નિમિતે ડભોઇ ખાતે રહેતી બહેનના ઘરે ગયા અને બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ રૂ. 58,000 અને સોનાના ઘરેણાં મળી કુલ રૂ, 83,000ની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે તેમણે જેપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના સનફાર્મા રોડ પર આવેલ પાર્વતીનગરમાં રહેતા શબ્દુશરણ રમણલાલ પંચાલ પત્ની સાથે રહે છે.

અને નિવૃત જીવન ગુજરી રહ્યા છે. શબ્દુશરણભાઈ ગત તા. 6 નવેમ્બર 2021ના રોજ પત્ની સાથે ડભોઇ ખાતે રહેતી બહેનને ત્યાં ભાઈબીજ કરવા માટે ગયા હતા. એકદિવસ બહેનને ત્યાં રોકાયા બાદ  શબ્દુશરણ અને તેમના પત્ની ડભોઇથી બોડેલી ખાતે રહેતી પુત્રીને ત્યાં મળવા ગયા હતા અને ત્યાં તેમણે રાત્રી રોકાણ કર્યું હતું. દરમિયાન બીજા દિવસે બપોરના તેમના મકાન સામે રહેતા પડોશીએ ફોન કરી તમારા મકાનનો દરવાજો અને લોખંડની જાળી ખુલ્લી છે. તમે ક્યાં છો  તેમ પૂછતાં તેઓ બોડેલી ખાતે હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન પડોશીના જણાવ્યાબાદ મકાનમાં ચોરી થયાની આશંકાએ શબ્દુશરણ અને તેમના પત્ની તાત્કાલિક ધોરણે વડોદરા દોડી આવ્યા હતા. ત્યારે તેઓને મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટલી હાલતમાં જોવા મળ્યો હતો તેમજ ઘરમાં તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી તેમણે  વધુ તપાસ કરતા તિજોરીમાં રાખેલ રોકડ અને સોનાચાંદીના ઘરેણાંની ચોરી થઇ હતી. જેથી તેઓ પત્ની સાથે ભાઈબીજ તહેવાર નિમિતે બહેનના ઘરે ગયા હોય તેનો લાભ ઉઠાવી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ રૂ. 58,000 અને સોનાના ઘરેણાં મળી કુલ રૂ, 83,000ની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે તેમણે જેપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top