Top News

More Posts

   The Latest

Most Popular

વિક્રમ સંવત 2078ના આરંભે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અડાલજ તથા અમદાવાદમાં લાલદરવાજા ભદ્રકાળી મંદિરે પૂજા અર્ચના તથા દર્શન કરીને નૂતન વર્ષનો આરંભ કર્યો હતો.સીએમ પટેલ બેસતા વર્ષના દિને સવારે ગાંધીનરમાં સેકટર -22માં પંચદેવ મંદિરે પહોચ્યા હતા. અહીં તેમણે આરતી તથા પૂજા – અર્ચના પણ કરી હતી.તે પછી મુખ્યમંત્રી અડાલજ ત્રિમંદિર ખાતે પહોચ્યા હતા.

અહીં તેમણે સીમંધર સ્વામીની પૂજા અર્ચના કરી હતી . તે પછી મુખ્યમંત્રી પટેલ થલતેજ ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ્થાને પહોચ્યા હતા અને અમિત શાહને મળીને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. અહીં સીએમ પટેલ લાલદરવાજા ભદ્રકાળી મંદિરે પહોચ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી શાહીબાગ એનેકસી ખાતે નૂતન વર્ષના સ્નેહ મિલન સમાંરભમાં પહોચ્યા હતા.

અહીં તેમણે ભાજપ સહિતના કાર્યકરો તથા સમાજ જીવનના જુદા જુદા વર્ગના લોકો સાથે શુભેચ્છાની આપ-લે કરી હતી. અમદાવાદ તથા ગાંધીનગરમાં નૂતન વર્ષના સ્નેહ મિલન સમાંરભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવા ખુબ મોટા સંખ્યામાં કાર્યકરો આવ્યા હતા. મુખ્યપ્રધાને વધુમાં ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે પણ મુલાકાત કરીને તેમને પણ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

બીજી તરફ રાજયપાલ આચાર્ય દેવવ્રત પણ રાજસ્થાનના જોધપુર સ્થિત ભારતીય સેનાના ડેઝર્ટ કોરના મુખ્યમથક બાડમેર પહોચ્યા હતા એટલું જ નહીં લશ્કર તથા બીએસએફના જવાનોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવીને મીઠાઈ પણ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ નવું વર્ષ સૌના માટે સુખાકારી તથા સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારૂં બની રહે તેવી મારી શુભેચ્છા છે

To Top