હમણાં થોડા દિવસ પહેલાં એક સારા એવા નેતા દ્વારા શિક્ષકોને વણજોઈતી શિખામણ આપવાનું કામ કર્યું.શિક્ષક સંઘ કે શિક્ષક સંગઠન દ્વારા થોડો ઘણો...
માનવસમાજની મહત્ત્વની શોધ એટલે લોકતંત્ર અને માનવ અધિકાર રક્ષણ. ઉપરાંત સ્ત્રી માન સન્માન અધિકાર પણ લાગે છે કે આપણે ત્યાં માનવતા પુરી...
સામાન્ય રીતે ગીતનાં ગાયિકી અંગને શ્રોતા તરફથી વધારે સ્વીકારાયું છે, પછી તે ફિલ્મી ગીતોની વાત હોય કે ગેરફિલ્મી ગીતો હોય. સાથે તાલ...
મહાભારતનું યુદ્ધ શરૂ થવા પહેલાંની વાત છે.મહારાજ ધૃતરાષ્ટ્ર પુત્રમોહમાં પુત્રની ખોટી વાત અને જીદને અટકાવી શકતા ન હતા અને વાત યુદ્ધ સુધી...
પીટીઆઇ, લંડન/જોહાનિસબર્ગ : બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કોરોનાના (Corona) એક નવા વેરિયન્ટ (New Variant ) ‘બોત્સવાના’ (Botswana) લઈને ચેતવણી (Alert) જારી કરી છે જે...
ગુજરાતના દસ હજારથી વધારે ગામડામાં પંચાયતોની ચૂંટણી યોજાશે. આવતા વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની હોવાથી આ ગ્રામપંચાયતની ચૂંટણી અગત્યની ચૂંટણીઓ યોજાય ત્યારે...
ખેતી કાયદાઓ પાછા ખેંચાયા હોવાની જાહેરાતનો બે પ્રકારના લોકોએ જોરદાર પ્રતિભાવ આપ્યો છે. મોટે ભાગે પંજાબ અને હરિયાણાના હતા તેવા આંદોલનકારી ખેડૂતોએ...
પાકિસ્તાનની સંસદે ગયા બુધવારે એક ખરડો પસાર કર્યો જેમાં બળાત્કારમાં અનેક વખત દોષિત ઠરેલા લોકોને નપુંસક બનાવી દેવાની જોગવાઇ હતી. આ ખરડો...
રાજયમાં હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. જો કે બેથી ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક...
સુરત: (Surat) જાપાન એમ્બેસીના કાઉન્સિલર કાજુહીરો કિયોસેએ સુરતના મ્યુનિ.કમિ. બંછાનિધિ પાની તેમજ સુડાના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના (Corporation) અધિકારીઓ (Officers) સાથે મીટિંગ...
ગાંધીનગર: (Gandhinagar) સીએમ ભૂપેન્દ્ર પટેલને (C M Bhupendra Patel) 5મી ડિસેમ્બર સુધીમાં 1 કરોડની ખંડણી આપી દેવા માટે સોશિયલ મીડિયા પર ધમકી...
આગામી તા.10થી 13મી જાન્યુ. 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓના ભાગરૂપે આજે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને સીએમ...
સુરત: (Surat) શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (University) દ્વારા એમ.એ માસ કોમ્યુનિકેશન (Mass Communication) અભ્યાસક્રમમાં આગામી શૈક્ષણિક પ્રવેશ સ્થગિત કરવા ભલામણ કરાઇ છે....
ભરૂચ, અંકલેશ્વર: (Ankleshwar) જરૂરિયાત મંદોના બેલી અને દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની (Ahmed Patel) પુણ્યતિથિ નિમિત્તે માદરે વતન પીરામણ ખાતે કોંગ્રેસના (Congress)...
ભરૂચ: (Bharuch) દક્ષિણ ગુજરાતમાં નામનાપ્રાપ્ત કલામંદિર જ્વેલર્સમાં (Kala Mandir Jewelers) બબ્બે વખત નકલી સોનાનાં બિસ્કિટો પધરાવી ચૂનો ચોપડનાર બે ભેજાબાજો ત્રીજી વખત...
સુરત : કાપોદ્રામાં જોબવર્કના વેપારીને રૂા. 35 લાખના મહેનતની મૂડી લેવાનુ ભારે પડી ગયુ હતુ. તેમાં નાના વેપારીને આબાદ રીતે છેતરીને ઠગ...
PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો (Jewar International Airport) શિલાન્યાસ કર્યો. આ અવસરે CM યોગીને કર્મયોગી ગણાવતા તેમણે રાજ્યમાં થયેલા વિકાસ...
ભારતની ૮૧ ટકા પુખ્ત વસતિએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને માત્ર ૪૩ ટકાએ બીજો ડોઝ લીધો છે ત્યારે વેક્સિન બનાવતી...
નિરાધાર વિધવાઓ સન્માનપૂર્વક જીવી શકે, તેમનું સમાજમાં યોગ્ય પુન: સ્થાપન થઇ શકે, સમાજમાં સુરક્ષિત રહી શકે અને તેઓ આર્થિક રીતે નિર્ભર થઇ...
તાજેતરમાં જ ગાંધીનગરમાંથી એક લગભગ ૯ માસનું અજોડ અતિ સુંદર બાળક બીનવારસી મળી આવતાં લોકોએ પોલીસમાં જાણ કરતાં પોલીસનાં ધાડેધાડા સ્થળ પર...
નવસારીની ટ્રાફિક સમસ્યામાં રખડતા ઢોરો ખુબ જ વધારો કરે છે. નવસારીમાં સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યા ખુબ રહે છે. સવારે શાળા શરૂ...
નમ્રતા પ્રાણવાન અને ધ્યેય નિષ્ઠ હોય છે. એટલે તેમાં શુષ્કતા કે કાયરતા નથી હોતી. શકિત પોતે જયારે નમ્ર બને છે ત્યારે જ...
રાજની નોકરી છૂટી જવાનો ડર સતત તેની પર તોળાઈ રહ્યો હતો.વર્તમાન સંજોગોમાં કંપની ખર્ચા ઓછા કરવા કર્મચારીઓ ઓછા કરી રહી હતી તેથી...
સુરત: (Surat) દિવાળીની સિઝન પહેલા રફ ડાયમંડના (Diamond) ભાવમાં 25 થી 30 ટકા વધી ગયા હતા. જે દિવાળી પછી પણ વધી રહ્યા...
ટેક્નોલોજી સુવિધા માટે હોય છે, પણ તે તેની પોતાની સમસ્યાઓ લઈને આવે છે. ઉપયોગકર્તાઓના વલણને લઈને પેદા થતી સમસ્યાઓનું પાસું સાવ અલગ...
વિનાયક દામોદર સાવરકરના શિષ્ય અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં માફી માગી છે ત્યારે વડા પ્રધાનની માફી વિષે અહીં ચર્ચા કરવી...
જેણે સુરતના અનેક યુવાનો અને રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા તેવા બિટકોઈન સહિતના ક્રિપ્ટો કરન્સીનો ભાવ ધીરેધીરે એટલો વધી ગયો છે કે જેની...
દાહોદ: દાહોદમાં હિંચકારી ઘટના બની છે. અહીં એક 19 વર્ષીય યુવતીને તેના જ પ્રેમીએ છરી મારી ગળું દબાવી મારી નાંખ્યા બાદ તેની...
સુરત: (Marriage ) હાલમાં લગ્નસરાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે સુરતમાં (Surat) એક અનોખો લગ્નસમારંભ યોજાઈ ગયો. અહીં લાડકી દીકરીને કન્યાવરમાં માતા-પિતા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
હમણાં થોડા દિવસ પહેલાં એક સારા એવા નેતા દ્વારા શિક્ષકોને વણજોઈતી શિખામણ આપવાનું કામ કર્યું.શિક્ષક સંઘ કે શિક્ષક સંગઠન દ્વારા થોડો ઘણો ઔપચારિક વિરોધ થયો અને પછી બધું પૂરું.આમ પણ આ દેશમાં અભણ લોકોના સંગઠન હોય, પણ બુદ્ધિજીવીઓના સંગઠન મળવા કે બનવા મુશ્કેલ છે. આ રાજ્યમાં જો શિક્ષણની કે શિક્ષકની પરિસ્થિતિ કથળી હોય તો એના માટે જવાબદાર કોણ? રાજ્યમાં છેલ્લા અઢી દાયકાથી કોણ સત્તામાં છે?
એવી કેવી શિક્ષણ નીતિ કે શિક્ષણને લગતા કાર્યક્રમો ઘડ્યા કે શિક્ષણ પણ ડૂબ્યું અને શિક્ષક પણ ડૂબ્યા.ઈલેક્શન હોય તો શિક્ષક,વસ્તી ગણતરી તો શિક્ષક,કોરોના તો શિક્ષક,તીડ ભગાડવા હોય તો શિક્ષક તો પછી શિક્ષણના કામ માટે કોણ? શરમ આવવી જોઈએ આવા નિવેદન બદલ, પણ દેશમાં એક વાર કોઈ વ્યકિત પાસે સત્તા અને રૂપિયાનું જોર વધી જાય પછી કોઈ નિયંત્રણ એને લાગુ પડતું જ નથી.એક અભિનેત્રીને જ જોઈ લો ને કેવા લવારા કરે જ છે ને! આ નિવેદનનો સીધો અર્થ થાય કે સરકાર બણગા ફૂંકે છે કે આટલી કોલેજ બનાવી ને આટલી સીટ વધારે એ બધાનું સુરસુરિયું જ સમજો.
સરકારે બહારની સુંદરતા બ્યુટીફીકેશન પર જ ધ્યાન આપ્યું ગુણવત્તા પર નહિ. એટલા માટે આજે ગુજરાતનું શિક્ષણ માત્ર ને માત્ર એક બિઝનેસ બનીને રહી ગયું છે.સરકારી શાળા હોય કે પ્રાઇવેટ બધે જ લગભગ એક જ સમાન રીતે શિક્ષણનું સ્તર ઘટ્યું જ છે.થોડા પ્રમાણમાં આના માટે માતા-પિતા એટલે વાલીઓ અને સમગ્ર સમાજ પણ જવાબદાર છે.એટલે એમાં શિક્ષક પણ આવી જાય.પણ તેમ છતાં શિક્ષકોને આવો ઠપકો આપવાની વાત કોઈ હદે ચલાવી લેવાય તેમ નથી.આ જ શિક્ષકો ઘણી વાર પોતાના તમામ કામ,પ્રસંગ,પરિવાર બધું જ મૂકીને સરકારના તમામ પ્રકારના પરિપત્રો આવે એટલે કામે લાગી જતા હોય છે.
તેમ જ કેટલીક વાર પોતાના જીવના જોખમે પણ અંતરિયાળ ગામમાં ઇલેક્શનમાં પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવે છે.કેટલી શિક્ષિકા બહેનો પોતાના પરિવારથી,પોતાના ઘરસંસારથી દૂર રહીને પોતાની ફરજ પ્રત્યેની ઉમદા ભાવના પ્રગટ કરે છે.આવા શિક્ષકોનું અપમાન કરવું એ કોઈ પણ નેતા કે અન્ય કોઈને પણ શોભા આપનારું નથી અને સમાજના આગેવાનો જ શિક્ષકો પ્રત્યે જાહેરમાં અવિશ્વાસ પ્રદર્શિત કરશે તો વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષકનું સન્માન કરશે? શિક્ષક જ સમાજનો સાચો ઘડવૈયો છે.આજે સમય સાથે ઘણું બધું બદલાયું છે.
પહેલાં આખો સમાજ,વાલીઓ,આગેવાનો બધા જ શિક્ષકોની વાતનો આદર કરતાં, તેને સાથ આપતાં, તેની પાસેથી સલાહ-સૂચનો મેળવતાં. આજે આ બધું થાય છે ખરું? એક શિક્ષક તરીકે હું તમને વિનંતી કરું છું આપ સૌ શિક્ષકો માટે આદર-સન્માનનો ભાવ લાવો અને અમારા શિક્ષકો પર વિશ્વાસ મૂકો, પછી જુઓ અમે સૌ આપણી સાથે મળીને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવીશું.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે