પ્રસંગ એક : એક નાનકડો છ વર્ષનો છોકરો દિયાન, તેને કૂતરાનાં ગલુડિયાંઓ બહુ ગમે; રસ્તામાં જ્યાં નાનાં ગલુડિયાંઓ જુએ કે તરત તેમની...
ભાષાનો પ્રવાહ નદીના પ્રવાહની જેમ સતત બદલાતો રહે છે. સો વરસ પહેલાંની આપણી ગુજરાતી ભાષા જોઈને આજે આપણને હસવું આવે, પણ આજે...
આવી ઘટના તો માત્ર ભારતમાં જ બની શકે અને ઘટના પછી જે ઘટનાઓ બની રહી છે એ પણ માત્ર ભારતમાં જ બની...
સુરત: આજે ગુરુવારે સવારે સુરત શહેરમાં ફરી એક આગજનીની ઘટના બની છે. શહેરના રિવરફ્રન્ટ પર આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી...
એક સમય હતો કે જ્યારે ભારતમાં યુવતીઓ સામે આંખ ઉંચી કરીને જોવાની પણ હિંમત યુવાનો દ્વારા કરવામાં આવતી નહોતી. ત્યાં સુધી કે...
સુરત : (Surat) શહેરના જુદા જુદા વિસ્તારોમાં શાખા ધરાવતા ‘રાધે ઢોકળા’ (Radhe Dhokla) નામની રેસ્ટોરન્ટની (Restaurant) નાનપુરા સ્થિત શાખામાં પંજાબી શાકમાં (Vegetables)...
આણંદ : આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં પોલીસ ચોકીની સામે જ આવેલા હર્ષિતા જ્વેલર્સ પર ગ્રાહકોના સ્વાંગમાં આવેલા બે ગઠિયા સોનાના પેન્ડલ...
નડિયાદ: કપડવંજ તાલુકાના ચપટીયા ગામની સીમમાં રોંગસાઈડે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી ટ્રક માર્ગ પર સામેથી આવતાં કન્ટેઈનર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો...
મોસ્કો: રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કરી દીધુ છે. યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કીવ પર ક્રૂઝ અને...
આણંદ : સોજિત્રા તાલુકાના લીંબાલી ગામે 500 મીટરના રસ્તાના કામમાં ભારોભાર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે....
સુરત: (Surat) સરથાણા વિસ્તારમાં મેડિકલ સ્ટોર્સ (Medical Store) ઉપર દવા (Medicine) લેવા માટે ગયેલી યુવતી પર દાનત બગાડી મેડિકલ સ્ટોરના સંચલાકે હાથ...
નડિયાદ: મહુધા તાલુકાના હેરંજમાં વર્ષ ૨૦૨૦ માં પત્નીના આડા સંબંધની શંકાને કારણે સાસુ સાથે તકરાર કરી, તેમને કોદાળીના ઘા મારી, હત્યા કરનાર...
ભરૂચ, ઝઘડિયા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરે ટક્કર મારતાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં જે અંગે મંગળવારે...
વડોદરા : વડોદરા શહેરમાં આજવા રોડ પર આવેલી જનકલ્યાણ સોસાયટીમાં આવેલી જમીન પર બંધાયેલી દુકાનો અને મકાનમાલિકો લાખો રૂપિયાની મિલકત પચાવી પાડવાના...
વડોદરા : ફતેગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં શ્રીનાથ ક્લાસિકમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગાડે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી....
મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા યુદ્ધની જાહેરાત થતા જ યુક્રેનની રાજધાની કીવ સહિત 11...
વડોદરા : શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા પર વરસાદી કાંસની કામગીરી ચાલી રહી હતી. તેમાં 16મો દિવસ થયા છતાં...
મુંબઈ: છેલ્લાં એક મહિનાથી જેની ભીતિ સતાવી રહી હતી તે આખરે સાચી પડી છે. રશિયાએ આજે વહેલી સવારે એકસાથે યુક્રેનના 11 શહેરો...
વડોદરા : નાલંદા ટાંકીના અંદર ગ્રાઉન્ડ સંપ, પમ્પ ટ્રાન્સમીટર રૂમ મશીનરી નો સુશાસન દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્થાનિક કોર્પોરેટર...
વડોદરા : મહાનગરપાલિકા ખાતે આગામી શુક્રવારના રોજ સ્થાયી સમિતિની બેઠક મળનાર હોય તેમાં છાણી ગામમાં પ્રવેશ પાસે બનાવવામાં આવેલા ફુડ શોપ 11મી...
સુરત: પાસોદરામાં (Pasodara) ગ્રીષ્માની હત્યાની (Murder) સ્યાહી સુકાઈ નથી ત્યાં રાંદેર (Rander) વિસ્તારમાં રહેતી કિશોરીને અમરોલીનો યુવક એક તરફી પ્રેમમાં પીછો કરીને...
સુરત: સુરત (Surat) એરપોર્ટના (Airport) વિસ્તરણ સામે એક પછી એક એરલાઇન્સ ફ્લાઈટ (Flight) સંખ્યા ઘટાડી રહી છે. ગો-ફર્સ્ટ (Go-First) પછી હવે એર...
રાજકોટ: રાજકોટમાં (Rajkot) હવે રીવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફટ (વિમાન વિરોધી) ગનનું (Gun) ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં ફેકટરી ધમધમતી થઇ જશે....
સુરત: (Surat) સુરત શહેરના ઐતિહાસિક ગોપીતળાવનું (Gopitalav) મનપા દ્વારા રિડેવલપમેન્ટ કરાયું છે. પરંતુ ઐતિહાસિક ગોપીતળાવ તળ સુરતમાં આવ્યું હોય તેમજ આસપાસની વસતીના...
ગાંધીનગર: રાજ્યમાં ઇ-વ્હિકલના (E-vehicle) ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની આગવી પહેલ કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઇ-વ્હિકલ ક્ષેત્રના ૩૧ જેટલા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સને...
ગાંધીનગર: રાજ્યના ગરીબ પરિવારોને સ્વરોજગાર (Self-employment) માટે સહાયરૂપ થવા આગામી તા. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓનું (...
ગાંધીનગર: રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧પ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન (Smart Phone) સહાય...
ખેરગામ : ખેરગામ પોલીસ મથકમાં (Police Station) સમાવેશ ચીખલીના રૂમલા બરડીપાડા પાણીખડકથી રાનકૂવા જતા રોડ ઉપર આવેલા એસ્સાર પેટ્રોલ પંપના (Petrol Pump)...
ગાંધીનગર: ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ-યુનિવર્સિટીમાં (Collage-University) પ્રવેશ મેળવતા એસ.સી (S.C) અને એસ.ટી (S.T) કેટેગરીના વિદ્યાર્થીઓને (Student) શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં...
સુરત: ટેક્સટાઇલના હબ તરીકે જાણીતા સુરતમાં હવે રક્ત ચંદનની હેરફેર પણ થઇ રહી છે. સુરતના પુણા વિસ્તારમાંથી મોટી માત્રામાં રક્ત ચંદનના લાકડાનો...
આજવા ચોકડી પાસે આઇસરની ટક્કરે એક્ટિવા સવાર યુવતીનું મોત
પંચમહાલમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનના 12 વર્ષ પૂર્ણ, હજારો મહિલાઓને મળ્યો સહારો
વિશ્વ મહિલાદિનની સાર્થકતા ક્યારે થાય?
ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીતી લીધાં!
‘મંગલ મસ્તી’ ઘરમાં વસંત લાવી દે છે
વડોદરા હાઈવે 48 પર કાળમુખા વળાંકે વધુ એક અકસ્માત, એરબેગ્સે બે ચાલકોના જીવ બચાવ્યા
મા કે સાસુમા
વડોદરામાં જાહેર માર્ગ પર યુવકે તમાશો કર્યો, રોડ વચ્ચે બાઇક મુકી વાહનચાલકોને હેરાન કર્યા
સુરતના સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ!
ખામેનેઈના મોત બાદ તેમના X અકાઉન્ટથી ઈઝરાયેલને ચેતવણી, AI તસવીરથી મિસાઈલ હુમલાનો સંકેત,“
જમ્મુ-કાશ્મીરની ઐતિહાસિક રણજી જીત: પ્રાદેશિક વિભાજનના અંતની નવી શરૂઆત
વિઝિબિલિટી ઘટતાં સુરત એરપોર્ટ પર એલર્ટ:
બિહાર પણ ભાજપે કબજે કર્યું, નીતિશયુગનો અંત
ફેમિલી પ્લાનિંગમાં હવે ‘ઉલ્ટી ગંગા’, વધુ સંતાનો માટે સરકારો પ્રોત્સાહન આપશે
ઈરાની વોરશિપ ડૂબ્યા બાદ વધ્યો આંતરરાષ્ટ્રીય તણાવ:
બિહારના મુખ્ય મંત્રીના હોદ્દા પરથી નીતીશકુમારની શાલિનતાથી હકાલપટ્ટી કરવામાં આવી છે
Gen-Z લહેરે બદલી નેપાળની રાજનીતિ!
કેરળમાં Rahul Gandhiનો ફિટનેસ અવતાર
કાયમ ખામી કાઢતા કોર્પોરેટર માટે અકસ્માત બાદ સયાજી હોસ્પિટલના નિયમો બદલાયા
આણંદની ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન
T20 વર્લ્ડકપ ફાઇનલનો ક્રેઝ: અમદાવાદમાં હોટલ રૂમ 89,000 સુધી, ફ્લાઇટ ભાડા 4-5 ગણાં વધ્યા
ભારતના સૌથી ધનિકોમાં મુકેશ અંબાણી ટોચ પર, ગૌતમ અદાણી બીજા ક્રમે, ભારતમાં 57 નવા અબજોપતિ ઉમેરાયા
ઘરે કેટલું પેટ્રોલ-ડીઝલ રાખવું કાયદેસર? અફવાઓ વચ્ચે જાણો શું કહે છે નિયમો
ટ્રમ્પે કહ્યું- ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારે તો જ કરાર પર પહોંચીશું, ઈરાનને મહાન બનાવીશું
લો બોલો! ફૂલો સાથે ભૂલથી 2 લાખ રૂપિયા પણ પધરાવી દેતા ફાયર બ્રિગેડ લાગી કામે, ભારે જહેમત બાદ શોધી પરત આપ્યા
યુટિલિટીઝ માટે ‘Approved Liquid Fuel’ વાપરવાની તાત્કાલિક મંજૂરી
નીતિશના પુત્ર નિશાંત 8 માર્ચે JDUમાં જોડાશે, બિહારના ડેપ્યુટી CM બનશે
યુદ્ધનો આંચકો ગુજરાત સુધી: મોરબીમાં સિરામિક ફેક્ટરીઓ બંધ થવા લાગી
ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, 19 એપ્રિલથી યાત્રાનો પ્રારંભ
વડોદરા જિલ્લાના વિકાસને નવી ઊંચાઈ આપતું આયોજન, કુલ ₹1820.62 લાખના 667 વિકાસકામોને લીલીઝંડી

પ્રસંગ એક : એક નાનકડો છ વર્ષનો છોકરો દિયાન, તેને કૂતરાનાં ગલુડિયાંઓ બહુ ગમે; રસ્તામાં જ્યાં નાનાં ગલુડિયાંઓ જુએ કે તરત તેમની પાસે પહોંચી જાય. તેમને રમાડે, બિસ્કીટ ખવડાવે, પાણી આપે, મમ્મી પાસેથી દૂધ માંગી દૂધ પણ આપે અને ક્યારેક કોઈ ગંદા ગલુડિયાને ઉપાડીને ઘરે લાવી નવડાવે, પણ …..દીયાનની દાદીને ન ગમે. તેમને ડર લાગે કે ક્યાંક દિયાનને કોઈ ઇન્ફેકશન ન થઈ જાય કે કદાચ કોઈ ગલુડિયું કે તેમની માતા કૂતરી દિયાનને બચકું ન ભરી લે…તેઓ દિયાનને અટકાવવાની અને સમજાવવાની બહુ કોશિશ કરે, પણ દિયાન સમજે જ નહિ. ગલુડિયાંઓ જુએ અને તેમની સાથે રમવા લાગે અને ગલુડિયાંઓ પણ તેને કોઈ નુકસાન પહોંચાડયા વિના તેની લાગણીઓ સ્વીકારી તેની સાથે રમવા લાગે.
પ્રસંગ બે : બે મિત્રો રોમા અને નિશા, બન્ને વચ્ચે ગેરસમજણ થઈ અને ઝઘડો થયો.રોમાને માઠું લાગ્યું અને તેણે આટલાં વર્ષોની ફ્રેન્ડશીપ ભૂલીને નિશા સાથે વાત કરવાનું બંધ કરી દીધું.નિશાએ તેની સાથે વાત કરવાના બહુ પ્રયત્નો કર્યા.તેને સમજાવવાની પણ અનેક રીતે કોશિશ કરી પણ રોમાનો ઈગો એટલો મોટો હતો કે તેને નિશાના બધા પ્રયત્નો અને કોશિશ પર ધ્યાન જ ન આપ્યું. તેણે નિશાની આટલાં વર્ષોની લાગણી પ્રેમ ભૂલીને તેના વાત કરવાના અને સમજાવટના દરેક પ્રયત્નોને ગણકાર્યા નહિ અને તેની સાથે ખરાબ વર્તન ચાલુ જ રાખ્યું. એક નહિ અનેકવાર તેનું અપમાન કર્યું. ધીમે ધીમે નિશાના મનમાંથી લાગણીઓ સુકાતી ગઈ અને મિત્રતાના સંબંધ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું.
પ્રસંગ ત્રણ : પતિ અને પત્ની રાજ અને રીમા બન્ને વચ્ચે પ્રેમ ઘણો હતો.રાજ રીમાને પ્રેમ તો કરતો જ હતો સાથે સાથે દરેક બાબતમાં તેનો મત લેતો. એક દિવસ નવું ઘર લેવાની વાત નક્કી થઇ. રાજના માતા પિતાનો મત હતો કે એમાં રીમાની પસંદ શું પૂછવાની? તેને નવું ઘર મળે છે તે જ તેના માટે ઘણી મોટી વાત છે.પણ રાજની ઈચ્છા હતી કે નવું ઘર ક્યાં લેવું? કેવું લેવું? તે દરેક નિર્ણય રીમાને સાથે લઈને કરવામાં આવે.રાજે બધા નિર્ણયમાં રીમાને સાથે રાખી અને પોતાના પ્રેમ સાથે સાથે રીમા પ્રત્યેની આદર અને વિશ્વાસની લાગણી પણ વ્યક્ત કરી.રીમાના હ્રદયમાં પણ પોતાના પતિ માટેની પ્રેમની લાગણી વધુ મજબૂત બની.
ઉપર જણાવેલા ત્રણ પ્રસંગો વાતો કરે છે હૈયાની લાગણીઓની…આ મનની લાગણીઓ આપણા જીવનમાં બહુ મહત્ત્વની છે.લાગણીઓનું છોડની જેમ જતન કરવું પડે છે.લાગણીઓને તમે જાળવો અને બરાબર વ્યક્ત કરો તો તેનો પ્રતિભાવ મળે જ છે અને જ્યાં સાચો પ્રતિભાવ મળે ત્યાં લાગણીઓ વધતી રહે છે.જ્યાં લાગણીઓને અવગણવામાં આવે ત્યારે ધીમે ધીમે તે મરી જાય છે.જ્યાં સાચી લાગણી સાથે આદર ભળે ત્યારે લાગણીઓ વધુ ને વધુ મજબૂત બને છે.લાગણીઓ જાળવતા રહો અને લાગણીઓ વરસાવતા રહો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.