Top News

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ, યુક્રેનની રાજધાની સહીત 11 શહેર પર એકસાથે હુમલો

મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા યુદ્ધની જાહેરાત થતા જ યુક્રેનની રાજધાની કીવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કરાયો છે. રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કર્યા બાદ યુક્રેનમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે. યુક્રેનની રાજધાની કીવ પર ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

યુક્રેનની રાજધાની કીવમાં મિસાઈલ વડે હુમલો થતા જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. જેનાં પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યા છે. સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી છે. સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા પુતિને ધમકી પણ આપી હતી કે આ મામલે કોઈએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં તો પરિણામ ખરાબ આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેન-રશિયા યુદ્ધ ટાળી શકાય નહીં. તેથી જ રશિયા વિશેષ સૈન્ય અભિયાન શરૂ કરી રહ્યું છે. તેનો ધ્યેય યુક્રેનને કબજે કરવાનો નથી. પુતિને યુક્રેનિયન સૈન્યને શસ્ત્રો નીચે મૂકવા અને ઘરે જવા કહ્યું છે.

યુક્રેન પર હુમલો થતા યુક્રેનિયને માર્શલ લોનું એલાન કરે છે. રાજધાની કીવ સહીત અનેક એરપોર્ટ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ત્યાં હાજર રહેલા સ્ટાફ અને મુસાફરોને બહાર કાઢવામાં આવીર હયા છે. હાલમાં એરપોર્ટ પર વિદેશના ત્રણ વિમાનો છે. જે ઉડાન ભરવાનાં હતા. પરંતુ હુમલાના પગલે તેઓ ટેક-ઓફ કરી શક્યા ન હતા. આ વાત અમેરિકાની વિદેશ મંત્રીએ પણ સ્વીકારી છે. રશિયાના હુમલાના એલાન પછી અમેરિકી રાષ્ટ્રપતિ જે બ્રિડને એક વાર ફરી કહ્યું કે યુએસ અને અન્ય સહયોગી શાંત નહીં બેસી શકે અને પુતિન આ પગલાને જવાબ આપશે. અહિયાં પુતિને કહ્યું કે તે મિલિટ્રી અભિયાન તેમના દેશની રક્ષા માટે ચાલવામાં આવી રહ્યું છે.

પુતીનની યુક્રેન સેનાને ધમકી
પુતિને યુક્રેનની સેનાને ધમકી આપી છે અને કહ્યું છે કે યુક્રેન સેના પોતાના હથિયાર મુકી દે નહિ તો યુદ્ધને ટાળી શકાશે નહી. આ ઉપરાંત પુતિને કહ્યું કે જો કોઈ બીજા દેશ વચ્ચે આવશે તો તેની સામે જવાબી કાર્યવાહી કરવામાં આવશે. યુક્રેનનાં વિદેશ મંત્રીએ કહ્યું કે પુતિન દ્વારા હુમલો શરૂ કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ યુક્રેન પર હમલા થયા છે. આ આક્રમકતાનું યુદ્ધ છે. આ યુદ્ધમાં યુક્રેન પોતાની રક્ષા કરી જીત મેળવશે.

Most Popular

To Top