Top News

More Posts

   The Latest

Most Popular

દક્ષિણ આફ્રિકી સ્વાતંત્ર્ય સેનાની નેલ્સન મંડેલાને અંગ્રેજોએ ૨૭ વર્ષ જેલમાં કહેવાય છે કે, કોર્ટ, પોલીસ ને હોસ્પિટલમાં ન જવું પડે ત્યાં સુધી સારું. પરંતુ આપણે સૌ જેલમાં જઈએ જ છીએ. આ જેલ ચાર દીવાલોથી બનેલ હોય છે એવું જરૂરી નથી. વળી આ કેદ કાયદા કાનૂનના દાયરાથી પર હોય છે. તે અદૃશ્ય છે. એને આપણે સૌ નજરઅંદાજ કરીએ છીએ. સરકારી જેલોમાં તો ગુનેગારોને સજા રૂપે જ મોકલવામાં આવે છે. અન્ય પ્રકારના કારાવાસમાં વ્યક્તિ જાતે જ ફસી જાય છે. ૧૯૬૧ માં આવેલ નસીર હુસૈન દિગ્દર્શિત ચલચિત્ર ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’માં દેવ સાહેબ આશા પારેખને કહે છે, ‘કૈદ માંગી થી, રિહાઈ તો નહિ માંગી  થી’. આવા સંજોગોમાં કેદ સારી લાગે, પ્યારી લાગે. આપણા સૌની જેલ છે અને તે ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે.

દરેક વ્યક્તિ આ કારાવાસમાં આજીવન સબડ્યા જ કરે છે. પૂર્વગ્રહો, દુરાગ્રહ, હઠાગ્રહ, ઈર્ષ્યા, અદેખાઈ, વેર, ઈ. મનુષ્યને શાંતિથી જીવવા નથી દેતાં. લુચ્ચાઈ, લફંગાઈ, લબાડી વગેરેના કોન્સ્ટેબલ પણ માણસને હેરાન કરતાં રહે છે. આ દરેક જેલના સુપ્રિન્ટેન્ડંટ છે આપણો આત્મા. આત્માને અનુસરતાં સજા થતી નથી. વ્યસનો, કુકર્મો, જીદ જેવી કેદ પણ હોય છે. અંધ ઝનૂન, કાતિલ હરીફાઈ, મમત જેવી જેલનાં દૃષ્ટાંતો રામાયણ, મહાભારતમાં મોજૂદ છે. પરંતુ આપણે તો સામેવાળી વ્યક્તિને પછાડી દેવી છે, ઉખાડી દેવી છે. એમ કરવામાં આપણે જ ઉખડી જઈએ છીએ અને હા, પછી એ જેલમાંથી છૂટવા આપણે ઓળખીતાઓની લાગવગ લગાવીએ તેમ સાધુ, સંતો, મહંતો, મૌલવીઓ, મહારાજ સાહેબો ઈ. પાસે જઈએ છીએ. માંહ્યલાના મહારાજની વગ ખૂબ ભારે છે. એનો આશરો તારી દે છે.
બારડોલી – વિરલ વ્યાસ      – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top