નડિયાદ: નડિયાદ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા અને એન.ઓ.સી વગર ધમધમતી ૬ હાઈરાઈસ મિલ્કતોને સીલ મારવાનો હુકમ ગાંધીનગરથી કરવામાં આવ્યો છે. જેને લઇને...
આણંદ : બોરસદ તાલુકાની 39 ગ્રામ પંચાયતોની મત ગણતરી મંગળવારે સવારે 9 વાગ્યાથી શહેરની જેડી પટેલ હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી.હાઈસ્કૂલના...
આણંદ : આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી રવિવારના રોજ યોજાયાં બાદ મંગળવારે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી શાંતિપૂર્ણ...
નડિયાદ: રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૧ ટકાથી પણ વધુ મતદાન થયું હતું. ૪૮ કલાક બાદ મંગળવારે ઉમેદવારોનું ભાવિ ખુલ્યું હતું. સવારથી...
વડોદરા: વડોદરા તાલુકાના 42 ગામોના સરપંચ સહિત ગ્રામ પંચાયતોના સભ્યોની ચૂંટણીની મતગણતરી મંગળવારે દશરથ ગામની શાળામાં યોજાયું હતું. સવારે 9 વાગ્યાથી મતગણતરીની...
વડોદરા : છોટાઉદેપુરના કરજવાંટ ખાતેથી શાકભાજી ભરી વડોદરા એપીએમસી આવી રહેલા ટેમ્પો ચાલકને પાંજરાપોળ પાસે અકસ્માત નડ્યો હતો.ટાયર પંકચર પડ્યા બાદ તેને...
વડોદરા : સ્માર્ટ સિટીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર અને અલકાપુરી વિસ્તારમાં બેક ઓફ બરોડા ની બાજુ માં આવેલ ગાર્ડન પાસે...
વડોદરા : હરણી રોડ પરાગરજ સોસાયટી ની પાછળ આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા હર્ષ શશીકાંત પર પરલીકર કુબેર ભવન ખાતે રમત ગમત...
વડોદરા : દેશ-વિદેશમાં પ્રખ્યાત એમ.એસ.યુનિવર્સિટી નામ ઉપર જ અવરજવર કરતા વિદ્યાર્થીઓને અશ્લીલ ચેનચાળા કરતી યુવતીને પોલીસની ટીમે આબાદ ઝડપી પાડી હતી. છેલ્લા...
હાઇકોર્ટના આદેશ બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે શહેરમાં એનઓસી વગર ફાયરના સાધનો કાર્યરતના હોય તેવા હાઇ રાઈઝ બીલડીગોને સિલ મારવાની કામગીરી...
ડિસેમ્બરમાં (December) નાતાલ અને જાન્યુઆરીમાં (January) ચાઇનીઝ ન્યૂ યરની (New Year) ખરીદીને પગલે નવેમ્બર-2021માં ભારતના (India) કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Cut and...
ગુજરાતમાં (Gujarat) હજુયે કોલ્ડ વેવની (Cold Wave) કાતિલ અસર જોવા મળી રહી છે. શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં બેઠા ઠાર સાથે હાડ...
રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે તા. ૨૩ ડિસેમ્બરે વડોદરા ખાતે રૂા.૧૪.૦૯ કરોડના ખર્ચે તૈયાર થનાર જૂના જંક્શન અંડરપાસ અને...
રાજ્યના માહિતી વિભાગ દ્વારા વર્ગ ૧ અને ૨ની ભરતી પ્રક્રિયાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે માહિતી ખાતાની...
ગુજરાતની 10મી વાયબ્રન્ટ સમિટ પૂર્વે મૂડીરોકાણ આકર્ષવા રાજ્ય સરકાર ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ નીતિ લાવી રહી છે.રાજ્યના કચ્છ સહિત દરિયાકિનારાના અનેક વિસ્તારોમાં સરકારી...
રાજ્યમાં (Stat) છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) નવા 87 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ (Rajkot) મનપા અને વલસાડમાં (Valsad) વધુ એક- એક...
સુરત: (Surat) સુરતથી વૈષ્ણોદેવી (Vaishnodevi) ગયેલા 1680 યાત્રીઓ કટરામાં અટવાઈ જતા રેલ્વે તંત્ર અને સરકાર પાસે મદદ માંગી છે. પંજાબમાં (Punjab) ખેડૂત...
રાજ્ય સરકાર દ્વારા મંગળવારના (Tuesday) રોજ હેડ કલાર્કની (Head Clerk) પરીક્ષા (Exzam) રદ કરવા અંગેનો નિર્ણય લીધા બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે...
સુરત: (Surat) મુંબઇના (Mumbai) બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં વિશાળ ઓફીસ ધરાવનાર અગ્રણી હીરા ઉદ્યોગની કંપની (Leading diamond industry company) સંઘવી એક્સપોર્ટ...
સુરત જિલ્લાના (Surat District) મહુવા (Mahuva) તાલુકાના દક્ષિણ દિશાએ આવેલું ગામ એટલે ભોરિયા (Bhoriya). આ ગામમાં (Village) પ્રવેશતા મુખ્ય માર્ગ ગામની પૂર્વમાં...
દિલ્હીમાં (Delhi) આવેલ લાલ કિલ્લા (Red Fort) ઉપર પોતાનો વારસદાર માલિકી હક જતાવનાર મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફરની 68 વર્ષીય પુત્ર વઘુ...
નવસારી: (Navsari) નવસારીમાં છેલ્લા ઘણા સમયથી નવસારીમાં ધ્રુજાવનારી ઠંડી (Winter) પડી રહી છે. આજે લઘુત્તમ તાપમાન (Temperature) સાડા ચાર ડિગ્રી ગગડતા કાતિલ...
આગ્રા: (Agra) ઉત્તર પ્રદેશના આગ્રાના સુભાષપાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગ્રા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા...
વાપી: (Vapi) મંગળવારે ગ્રામપંચાયતની (Grampanchayat) ચૂંટણીના (Election) પરિણામો (Result) જાહેર થયાં હતાં. ક્યાંક સરપંચ પદના ઉમેદવારો ભારે સરસાઈથી જીત્યા તો ક્યાંક ખૂબ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાંથી સરકારી ચોખા કબીલપોરની જીઆઇડીસીમાં ધમધમતી રાઈસ મીલોમાં (Rice Mill) પગ કરી જતાં હોવા છતાં પુરવઠા તંત્ર મૂક પ્રેક્ષક...
સુરત: નેશનલ સ્ટીલ ડેવલપમેન્ટ (National Steel Development) પ્રોગ્રામ હેઠળ NHSRCL દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે એશિયાની (Asia) સૌથી મોટી (Biggest) જીઓ...
સુરત: (Surat) કાપોદ્રા પોલીસ (Police) દ્વારા એક નિર્દોષ વ્યક્તિને માર મારવાના કેસમાં ચાર પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં એસીપી...
ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)નો ટેસ્ટ ક્રિકેટર યાસિર શાહ ( Yasir Shah) મોટી મુશ્કેલીમાં ફસાયો છે. યાસિર શાહ વિરૂદ્ધ અહીંના શાલીમાર પોલીસ સ્ટેશનમાં એક...
સુરત: (Surat) અશ્વિનીકુમાર રોડ પર આવેલી એસઆર સિલ્ક મીલ્સ અને શ્રી સાંઈ સંત સિલ્ક મીલ્સના માલીકોએ મળીને તેમના ત્યાં કામ કરતા કુલ...
સુરત: (Surat) ગુજસીટોકના (Gujcitok) ગુનામાં રાજ્યમાં પહેલી વખત હાઈકોર્ટમાંથી (High Court) જામીન (Bail) મેળવનાર રાંદેરના માથાભારે સજજુ કોઠારી (Sajju Kothari) સામે રાંદેર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નડિયાદ: નડિયાદ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા અને એન.ઓ.સી વગર ધમધમતી ૬ હાઈરાઈસ મિલ્કતોને સીલ મારવાનો હુકમ ગાંધીનગરથી કરવામાં આવ્યો છે. જેને લઇને પાલિકામાં અને બિલ્ડરોમાં ચિંતા જોવા મળી રહી છે. દિવસભરની ચર્ચાઓ અને બેઠકો બાદ પણ પાલિકા તંત્ર દ્વારા મોડી સાંજ સુધી આ હાઈરાઈસ બિલ્ડીંગો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગાંધીનગરના ગુજરાત રાજ્યના અગ્નિ નિવારણ વિભાગના રિજનલ ફાયર ઓફિસર દ્વારા નડિયાદ નગરપાલિકાને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરનારા ૬ હાઇરાઇઝ રહેણાંક અને વાણિજ્ય મિલ્કતોને સીલ મારવાની સૂચના પત્ર દ્વારા આપવામાં આવી છે.

જેમાં નડિયાદ શહેરમાં શ્રેયસ ગરનાળા પાસે આવેલા શ્રેયસ લાલવાણી એમ્પાયર, સરદારના સ્ટેચ્યુ પાસે આવેલા પ્લેટીનમ પ્લાઝા, ખેતા તળાવની સામે આવેલા બેવર હિલ્ક આર્ક, નહેર પાસે આવેલા પ્રાઈમ સ્ક્વેર, સ્ટેશન રોડ પર આવેલા કર્મવીર સિલ્વર સાઈટ અને મરીડા રોડ ઉપર આવેલા અલમદીના એપાર્ટમેન્ટમાં વારંવારની સૂચના બાદ પણ ફાયર સેફ્ટીની પરમીશન લેવાની તેમજ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવાની કોઇ તસ્દી લેવામાં આવી ન હોવા ઉપરાંત તંત્ર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસોને પણ ગંભીરતાથી લીધી ન હોવાનું માલુમ પડ્યું હતું.
જેને લઇને રિજનલ ફાયર ઓફિસર દ્વારા આ છએ મિલ્કતોમાં વિજ, પાણી અને ગટર કનેક્શન કાપી નાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેને લઇને પાલિકા તંત્ર અસમંજસમાં મુકાયું હતું અને જે તે મિલ્કતના માલિકો સાથે મિટીંગ કરી ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધર્યા હતા. નડિયાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવનારી કામગીરીની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવાની સાથે સાથે કામગીરી કર્યાના પુરાવા ગાંધીનગરની કચેરીએ પણ મોકલવાની સૂચના આપવામાં આવી છે.
આ કિસ્સામાં પાલિકા તંત્ર દ્વારા કરાતી કામગીરીની અપડેટ મેળવવા માટે ગુજરાત મિત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી. જેમાં ફાયર વિભાગના બે કર્મચારીઓ બાઈક લઈને બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં લાલવાણી એમ્પાયર બિલ્ડીંગ ખાતે પહોંચ્યાં હતાં. જોકે, એક ફોન આવ્યા બાદ બંને કર્મચારીઓ ત્યાંથી નીકળીને પાલિકા કચેરી પહોંચ્યાં હતાં. બાદમાં સાંજે ચારેક વાગ્યાના અરસામાં ફરી વખત ફાયર વિભાગના બે કર્મચારીઓ બાઈક લઈને લાલવાણી એમ્પાયર બિલ્ડીંગ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં બિલ્ડીંગના પાછળના ગેટ પાસે આવેલ બિલ્ડરની ઓફિસમાં થોડો સમય બેઠક કર્યાં બાદ બંને જણાં બાઈક લઈને પરત નીકળી ગયાં હોવાનું નજરે પડ્યું હતું. આમ, મોડી સાંજ સુધી એકપણ મિલ્કત સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને પગલે પાલિકા તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠવા પામ્યાં છે. પાલિકા દ્વારા ડેમેજ કંટ્રોલના પણ સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે હાલ, પાલિકાની ટીમ દ્વારા બિલ્ડીંગોને સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. પાલિકાની ટીમ અત્યારે ફિલ્ડ પર જ છે.