Top News

More Posts

   The Latest

Most Popular

આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ. આવું શા માટે? કુદરતે તો નિર્મળ મન જ આપેલું છે છતાં આવું બને છે તો તેની પાછળ શું કાર્ય કરી રહ્યું છે? તો તેની પાછળ કામ કરી રહ્યા છે આપણા વિકારી વિચારો. જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા, અભિમાન વગેરે… જેને કારણે માણસ ખરાબ કે સારો બની શકે છે તો એ વિકારો જયારે આપણા મનમાં ઘુસે છે ત્યારે આપણે એ બાજુ જ વિચારતા થઇ જતા હોઇએ છીએ. તેને આપણી કમજોરી કહીયે તો પણ ખોટું નથી.

કામ : કામ એટલે મારે કાંઇક મેળવવું છે પરંતુ એ મેળવવાનો આપણો પ્રયત્ન એવો છે કે બીજા પાસેથી ઝુંટવી લેવું. બીજાથી મારું શ્રેષ્ઠ જ હોવું, ઇર્ષાભાવથી પામવું. પ્રત્યેક માણસમાં કામના હોય તો જ મહત્વાકાંક્ષી બની શકાય છે. પરંતુ બીજાને ઝૂંટવીને પાડીને મેળવવું તે કામના કહેવાય. કોઈ વસ્તુ મેળવવાની અતિશ્યોકતિ કામવાસનામાં પરિણામે છે. તે મનનો વિકાર છે.

ક્રોધ : ભગવાને ગીતામાં ત્રણ પ્રકારની પ્રકૃતિનું વર્ણન કર્યું છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તમો ગુણ ક્રોધનું બીજુ સ્વરૂપ છે. ક્રોધ એક આવેશ છે. ક્રોધથી માણસ પાપ કરવા માટે પ્રેરાય છે. ક્રોધી માણસ કયારે શું કરે તે નક્કી રહેતું નથી. કોઈના મૃત્યુનું કારણ પણ બની શકે છે. કાં તો પોતે પોતાની જાતને મૃત્યુના મુખમાં ધકેલી દે છે. ક્રોધમાં માણસ મતિભ્રષ્ટ થઇ જાય છે.

લોભ : લોભરૂપી વિકાર છે તે અદેખાઈનું ફળ છે. જયારે માણસ કોઇનું સારું જોઈને રાજીપો અનુભવતો નથી ત્યાં તારું-મારું કરવાની લાગણી જન્મે છે અને આવી લાગણીઓ તેને સંકુચિત વલણ કરવા તરફ પ્રેરે છે. જેથી કરીને તે લોભ કરવા પ્રેરાય છે. લોભી માણસ કોઈનો થતો નથી અને ખુદ કશુ પામતો પણ નથી. માટે કહેવત પણ છે ને અતિ લોભ પાપનું મૂળ છે.

મોહ: મોહ એક જીદ્દ પ્રકારનો અવગુણ છે. આ વિકાર એવો હોય છે જે માણસના મનની કોતરોમાં સમાયેલો છે. અતિશય પામી લેવાની કે મેળવી લેવાની ઝંખનાનો મોહ માણસને વ્યાધિ કરાવે છે. કોઇ સંત મહાત્માઓ પણ મોહને વશ થઇને ઘણી ભૂલો કરી બેઠા છે. ગુરુ વિશ્વામિત્ર મોહને વશ થઇને ઘણી ભૂલો કરી બેઠા છે. ગુરુ વિશ્વામિત્ર મોહને વશ થઇને મેનકાને વર્યા. દશરથ રામના મોહથી મૃત્યુને ભેટયા. રાણી કૈકેયી સત્તા મોહથી પાપીણી તરીકે ઓળખાયા. તેમાં સારું-નરસું નો વિચાર જ આવતો નથી.

અભિમાન: અભિમાન માણસને મુઠ્ઠી ઊંચેરો માનવી પણ બનાવે છે અને સફળતાની ઇમારત પરથી નીચે પણ પછાડી દે છે. પ્રમાણિકતાનું અભિમાન માણસને વિશ્વમાં ઉંચુ સ્થાન પ્રાપ્ત કરાવી શકે છે પણ માણસને કમાયેલી મિલ્કત અને જમીનનું અભિમાન નીચે પાડી શકે છે. કારણ કે તેની પાછળ આપણી હું પણાની કે મારા પણાની વૃતિ જવાબદાર હોય છે. આ મારા પણાની વૃતિ માણસને ઉંચાઈને શિખરે પછાડી શકે છે માટે જે કરો તેના માટે કદી અભિમાન નહિ પોતાનું કર્તવ્ય સમજીને કરો.

ઇર્ષ્યા : ઘણી વખત આપણા અભાવો કે જે આપણી પાસે નથી તે મેળવવાની ઝંખના થાય પણ બીજાને છે એવું મારી પાસે નથી ત્યારે ઈર્ષા ઉત્પન્ન થાય છે. તેના માટે આપણી અસંતુષ્ટિ જવાબદાર છે. આવો વિકાર ઉદ્દભવે ત્યારે માણસ, કોઇનું લુંટી લેતા, ખરાબ બોલી લેતા કે કોઇને મારતા પણ અચકાતો નથી. ઇર્ષ્યાની આગમાં પોતે તો બળે છે. બીજા ને પણ બાળે છે.

માટે કોઇ સંતે કહ્યું છે આ ષટ્વિકારોથી દૂર રહેવામાં સાચુ સુખ છે હે જીવ! તું કયાં કાંઇ લને આવ્યો કે લઇ જવાનો છે. મોજથી જીવી લે કુદરતે આટલી સુંદર જીંદગી આપી છે. સંતોષમાં સાચું સુ:ખ છે.

To Top