National

દેશના બંધારણની પરીક્ષામાં, કોઈક પાસ તો કોઈક ફેઈલ

કોરોનાની મહામારીથી હાશકારો થયા બાદ શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની એક્ઝામ (exam)ની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ તમામ માહોલની વચ્ચે જ્યારે દેશમાં 72 માં પ્રજાસત્તાક દિન (republic day)ની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત મિત્રએ 26 મી જાન્યુઆરીના વિષય પર શહેરના કેટલાર સિનિયર કોર્પોરેટરોની 5 માર્ક્સની પરીક્ષા લીધી હતી.

દેશના બંધારણની પરીક્ષાના પ્રશ્નો (question)

  1. ભારતનું બંધારણ (constitution) ક્યારે અમલમાં આવ્યું
  2. આપણા બંધારણના ઘડવયા (constitution maker) કોણ
  3. બંધારણના અમલ બાદ ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ (first president) કોણ બન્યા
  4. રાષ્ટ્રધ્વજ (national flag) ફરકાવવાનું માન કોને અપાય છે
  5. 26 મી જાન્યુઆરીની પરેડ (police pared) ક્યાંથી શરુ કરીને ક્યાં સુધીની હોય છે
  6. ભારતનો બંધારણીય દિવસ (constitutional day) કયો છે

કોઈએ લગભગ તમામ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે તો કોઈને કંઈ જ આવડ્યું નથી. અને દેશના બંધારણની પરીક્ષામાં કેટલાક નાપાસ (fail) થયા છે. આ તમામ કોર્પોરેટરોની એક્ઝામનું અમે રિઝલ્ટ પણ બનાવ્યું છે. હવે આ રિઝલ્ટ પરથી તમે નક્કી કરી શકો છો કે આવનારી ચૂંટણીમાં કોને વોટ આપવા અને કોને નહીં.?

ડો.જગદીશ પટેલ

શહેરના પ્રથમ નાગરિક એવા મેયર (mayor) ડો.જગદીશ પટેલ આમ તો બંધારણ વિષે પૂરતી માહિતી રાખે છે પણ તેમને હજી બંધારણ દિવસ માટે પૂરતું જ્ઞાન લેવાનું આ રિઝલ્ટમાં પરિણામ મળે છે.

પ્રફૂલ તોગડીયા

કોંગ્રેસના લાડીલા નેતા ગણાતા પ્રફુલ (પપ્પન ) તોગડિયાને પણ બંધારણ વિષે પૂરતી માહિતી છે પણ ભાજપ સામે લડત આપવા તેમણે પણ હજી બંધારણ દિવસ માટે પૂરતું જ્ઞાન લેવાનું આ રિઝલ્ટમાં પરિણામ મળે છે.

રાજેશ દેસાઈ

પૂર્વ સ્થાયી સમિતિ (Standing Committee) સાચવતા રાજેશ દેસાઈને આ બન્ને દિગ્ગ્જઓથી ઉલટું બંધારણનું પૂરતું જ્ઞાન હે પણ 26 મી જાન્યુઆરીએ થતી પરેડ અને કોના દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવાય એ પણ જ્ઞાન ન હોય તો તેમણે પોતાની એસી ઓફિસની બહાર નીકળવું જોઈએ તેવું આ પરિણામ બતાવે છે.

અનીલ ગોપલાણી

સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) ચેરમેન અનિલ ગપલાણીને પણ ચોપડીયું જ્ઞાન તો છે અલબત્ત અન્ય જ્ઞાન મેળવવા પોતાની એસી ઓફિસમાંથી બહાર નીકળાની જરૂર વર્તાય રહી હોય તેવું જ આ પરિણામ દર્શાવી રહ્યું છે.

ધનસુખ રાજપુત

50 % માર્ક્સ મેળવનાર આ કોંગ્રેસ મહારથી ધનસુખ રાજપૂત છે તો સિનિયર કોર્પોરેટર (senior corp-orator) તેમની સિનિયોરીટી આ પરિણામમાંથી બાકાત છે, જેથી આ પરિણામ તેમને કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરાવતું હોય દેશના પ્રથમ રાષ્ટ્રપતિ સહિતનું પાયાકીય જ્ઞાન મેળવવું પણ જરૂરી થઇ પડે છે…

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top