Top News

More Posts

   The Latest

Most Popular

       વડોદરા: આજે નવા સપ્તાહના પ્રારંભે અને કોવીડ રસીકરણ ના છઠ્ઠા દિવસે સયાજી હોસ્પિટલમાં અન્ય આરોગ્યના કોરોના લડવૈયાઓ ની સાથે જેમને કોવિડ સારવારના સુકાનીઓ કહી શકાય એવા ઉચ્ચ અઘિકારીઓ એ રસી મુકાવી સહુને આ રસી સલામત હોવાની ધરપત આપી હતી.

કોવીડ સારવારના નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ વિગતો આપતાં જણાવ્યું કે આજે કોવિડ સારવારના સલાહકાર શ્રી અશોક પટેલ અને તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર ની આગેવાની હેઠળ વિવિધ વિભાગોના વડા તબીબો ,વરિષ્ઠ પ્રાધ્યાપકો એ રસી મુકાવી હતી.તેમાં વહીવટી અધિકારી ડો.બિરેન પાઠક,મેડિકલ કોલેજ ના ડીન ડો.તનુજા જાવડેકર નો સમાવેશ થાય છે.

ડો. બેલિમે જાતે પણ આજે રસી મુકાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રસી લીધાં પછી મને કોઈ મુશ્કેલી જણાતી નથી.નિરીક્ષણ નો સમય પૂરો થયા પછી હું પહેલા ની જેમજ મારી કામગીરી બજાવી શક્યો છું.બપોર સુધીમાં લગભગ 150 લાભાર્થીઓ એ રસી મુકાવી છે તે જોતાં સાંજ સુધીમાં 300 ને રસી મૂકી શકાશે એવું લાગે છે.

વોરીયર્સને પ્રથમ તબક્કા ડોઝ આપવા 18 હજાર વેકસીનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે અને છઠ્ઠા રાઉન્ડમાં આજે 1700 પૈકી 1696 વોરીઅર્સને ડોઝ અપાયો હતો. પાિલકાના આરોગ્ય િવભાગ દ્વારા અત્યાર સુધી પાં હજાર વોરીયર્સને વેકસીન આપવામાં આવી છે. હવે સાતમો રાઉન્ડ તા. 28ના રોજ યોજાશે.

To Top