National

એક જ પરિવારની ચાર મહિલાઓને બનાવી વાસનાનો શિકાર, એક વર્ષથી કરી રહ્યો હતો શોષણ

રાજસ્થાન (rajsthan)માં એક જ પરિવારની 4 મહિલાઓ પર દુષ્કર્મ (rape)નો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પીડિત મહિલાઓ દૌસાના સૂર્ય મંદિરની પાછળના વિસ્તારના રહે છે. આ મહિલાઓ સાથે બંધ સ્ટેશનમાં ઢાબો (restaurant) ચલાવનારા વિષ્ણુ ગુર્જરે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ (fir) નોંધાઈ છે. ખરેખર, આરોપી વિષ્ણુ ગુર્જર છેલ્લા 1 વર્ષથી એક મહિલા સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપી રહ્યો હતો.

રાજસ્થાનના દૌસાથી એક આશ્ચર્યજનક (shocking) કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક અથવા બે નહીં પરંતુ 4 વ્યક્તિ પર બળાત્કારના કેસ નોંધાયા છે. આ કેસમાં આશ્ચર્યજનક વાત એ છે કે બળાત્કારનો ભોગ બનનાર (victim) ચારેય મહિલાઓ એક જ પરિવારની છે. આ હવસખોર શખ્સે એક પછી એક ચાર મહિલાઓને ફસાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિત મહિલાઓ દૌસાના સૂર્ય મંદિરની પાછળની વિસ્તારની રહેવાસી છે. એને આ મહિલાઓ સાથે બંધ સ્ટેશનમાં ઢાબા ચલાવનારા વિષ્ણુ ગુર્જરે બળાત્કાર ગુજાર્યો છે. જ્યારે મહિલાને ખબર પડી કે આરોપી હવે તેની નાની બહેનો (small sister) અને પુત્રીને પણ ખોટી નજર માંડી રહ્યો છે, ત્યારે તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. મહિલાએ પોતાનો કેસ નોંધાવ્યા બાદ તેની બે નાની બહેનો અને પુત્રીએ પણ દબાયેલા અવાજ ખોલી બળાત્કારની વાત કરી હતી. અને ત્યારે વાત બહાર આવી કે ખરેખર, આરોપી વિષ્ણુ ગુર્જર છેલ્લા 1 વર્ષથી આ મહિલા સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપી રહ્યો હતો.

21 જાન્યુઆરીએ મહિલાએ આરોપી વિષ્ણુ ગુર્જર સામે કેસ દાખલ કર્યો હતો. આશ્ચર્યની વાત છે કે મહિલાની સગીર બહેને પણ તે જ દિવસે આરોપી સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. પોલીસના આશ્ચર્યમાં વધારો થતા 23 જાન્યુઆરીએ મહિલાની ત્રીજી બહેને ફરી એકવાર આરોપી વિષ્ણુ ગુર્જર વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. આ પછી, આજે મહિલાની પુત્રી (daughter)એ પણ આરોપી વિષ્ણુ ગુર્જર દ્વારા થયેલ દુષ્કર્મ વિષે મોઢું ખોલતા પોલીસે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.

પીડિત મહિલાઓનું કહેવું છે કે મહિલાઓનાં આ મકાનમાં આ આરોપી પહેલા પરિચયમાં આવ્યા બાદ પોતાનું સહજીવન વધાર્યું અને તે પછી ઘરની બધી મહિલાઓને પોતાની વાસનાનો શિકાર કરતો રહ્યો. આ બળાત્કાર સિરીઝના કેસમાં હવે મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર કેસ નોંધાયા છે. હવે આ કેસની તપાસ દૌસાના એસસી-એસટી સેલના સીઓ, સત્યનારાયણ યાદવ કરી રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top