SURAT

1000 કરતા વધારે કન્ટેનરો આયાત કરાતા યાર્નની કિમતોમાં ઘટાડો થવાની શક્યતા

સુરત: (Surat) યાર્નની કિમતોમાં સતત વધારો થતા પરેશાન વિવર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં રાહત થઇ શકે છે. યાર્ન ડિલર્સ (Yarn Dealers) દ્વારા વિદેશથી 1000થી 1500 જેટલા યાર્નના કન્ટેનર્સ મંગાવતા ફેબ્રુઆરીની શરૂઆતથી કિમતોમાં ઘટાડો થવાની સંભાવના કાપડ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. પોલિયેસ્ટર અને નાયલોન યાર્નની કિમતોમાં છેલ્લા છ મહિનાથી મહિનાથી સતત વધારો થઇ રહ્યો છે અને કેટલીક ક્વોલિટીમાં 40 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો વધારો થયો છે. ત્યારે ફેબ્રુઆરીની શરૂઆતથી કિમતોમાં ઘટાડો થવાની સંભાવનાને પગલે નવી આશાઓ જાગી છે.

યાર્ન બજારના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી યાર્નની કિમતોમાં સતત વધારો થતા વિવર્સ પરેશાન થઇ ગયા છે. એક બાજુ વિવર્સનો આરોપ છે કે યાર્ન ઉત્પાદકો કાર્ટેલ્સ બનાવી મનમાની કરી રહ્યા છે અને ગમેતેમ ભાવવધારો કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ યાર્ન ઉત્પાદકોનું કહેવુ છે કે, વિદેશથી યાર્ન આયાતના કાચામાલ તેમજ યાર્ન ઇમ્પોર્ટ કરવામાં મુશ્કેલી નડી રહી છે. શીપિંગ કંપનીઓ દ્વારા કન્ટેનર્સની શોર્ટેજ બતાવી કિમતો વધારવામા આવી રહી છે. તે સહિત અન્ય કેટલાક કારણોસર યાર્નની કિમતો વધી રહી છે. આ તમામ વિવાદો વચ્ચે પોલિયેસ્ટર અને નાયલોન યાર્નની કિમતોમાં છેલ્લા છ મહિનાથી મહિનાથી સતત વધારો થઇ રહ્યો છે અને કેટલીક ક્વોલિટીમાં 40 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો વધારો થયો છે.

વિવર્સોએ આ અંગે અનેકવાર યાર્ન ઉત્પાદકો સમક્ષ રજૂઆત કરી છે અને યાર્ન ખરીદીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે પરંતુ અત્યાર સુધી તેનો યાર્નની કિમતો પર કોઇ ફેર પડ્યો નથી. જોકે હવે આગામી દિવસોમા યાર્નની કિમતોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ ઉભી થઇ રહી છે. યાર્ન વ્યવસાયી બકુલ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલ બજાર ઠંડુ છે, વિવર જરૂર પ્રમાણે ખરીદી કરી રહ્યા છે. અન્ય એક યાર્નડીલર રાકેશ કંસલે જણાવ્યું હતું કે ચીન સહિતના દેશોથી 1000થી 1500 જેટલા યાર્નના કન્ટેનર્સ આયાત કરવામાં આવ્યા છે. 1 ફેબ્રુઆરીથી યાર્નની કિમતોમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.

ગુજરાતની ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ પોલિસીમાં કેપિટલ સબસીડીની જોગવાઇ કરવા રજૂઆત

અમદાવાદ સ્થિત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) ખાતે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર તેમજ ઇન્ડેક્ષ બીના ચેરમેન ડો. રાહુલ ગુપ્તા સાથે નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અંગે પરિસંવાદ યોજાયો હતો. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ રજૂઆત કરી હતી કે, ગુજરાત સરકારની ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ પોલિસીમાં કેપીટલ સબસિડીનું પ્રાવધાન નથી. કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ટેકસટાઇલ એકમોને રપ ટકા સુધીની કેપીટલ સબસિડીનું પ્રાવધાન છે. આથી ગુજરાતની ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ પોલિસીમાં પણ ઉદ્યોગકારોને કેપીટલ સબસિડી મળી રહે તેવી જોગવાઇ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top