Gujarat Main

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ ભાજપમાં ટિકિટને લઈને મારામારી

AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ભાજપ દ્વારા છ મનપાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ સુધી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આજે અમદાવાદના નરોડા વિસ્તારમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યાં જ ભાજપના કાર્યકરો અંદરો અંદર ઝઘડી પડયા હતાં, અને એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં કોર્પોરેટર સહિત બે જણાને ઇજાઓ થવા પામી હતી.

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન ભાજપના નિરીક્ષકોની હાજરીમાં કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. મળતી માહિતી મુજબ કોર્પોરેટર (CORPORETER) ગિરીશ પ્રજાપતિ (GIRISH PRAJAPTI) અને શહેર બક્ષીપંચ સેલના પ્રમુખને યુવા મોરચાના કાર્યકર લવ ભરવાડ (LAV BHARVAD) દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. લવ ભરવાડે પોતાની પત્ની માટે ટિકિટ માંગી હતી.

તે દરમિયાન કોર્પોરેશન ગિરીશભાઈ અને લવ ભરવાડ વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો, અને મારામારી સુધી પહોંચ્યો હતો. જેમા ઇજાગ્રસ્ત કોર્પોરેટર અને શહેર બક્ષીપંચ સેલ પ્રમુખને ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ હંમેશા શિસ્તની મોટી મોટી વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે, અને શીસ્ત સમિતિ સામે સમગ્ર બાબતને મૂકી યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તેમ કહીને સમગ્ર મામલાને ઠંડો પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top