Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા થોડી મોડી લેવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજરાતનાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ જમા કરવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે.

ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧ માં લેવાનારી બોર્ડની પરીક્ષાઓમાં ફી નાં ધોરણો નકકી કરી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ની સામાન્ય પ્રવાહની પરીક્ષા અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં ફી નાં ધારા ધોરણો બહાર પાડવામાં આવ્યા છે.

આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનાની બદલે મે માહિનામાં લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રૂ.૬૦૫ નિયમિત ફી ભરવાની રહેશે તેમજ એક વિષયનાં રિપીટર વિદ્યાર્થીએ રૂ.૧૮૦, બે વિષય માટે ૩૦૦ અને ત્રણ વિષય માટે રૂ.૪૨૦ તેમજ ત્રણ વિષય કરતાં વધારે વિષયની રિપીટર વિદ્યાર્થીને રૂ.૬૦૫ ફી આપવાની રહેશે તેમજ વિજ્ઞાનમાં પ્રાયોગિક વિષયની વિષય દીઠ ફી રૂ.૧૧૦ રહેશે.

તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે નિયમિત વિદ્યાર્થીએ રૂ.૪૯૦ ફી ભરવાની રહેશે તથા નિયમિત એક વિષયનાં રિપીટર વિદ્યાર્થીએ રૂ.૧૪૦, બે વિષય માટે રૂ.૨૨૦, ત્રણ વિષય માટે રૂ.૨૮૫ અને ત્રણ વિષય કરતાં વધુ વિષય માટે રૂ.૪૯૦ ફી નકકી કરવામાં આવી છે. પ્રાયોગિક વિષયની વિષયદીઠ રૂ.૧૦ ફી ભરવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નિયમિત વિદ્યાર્થીએ રૂ.૩૫૫, રિપીટર વિદ્યાર્થીએ એક વિષયની રૂ.૧૩૦, બે વિષયની રૂ.૧૮૫,ત્રણ વિષયની રૂ.૨૪૦ અને ત્રણ વિષય કરતાં વધુ વિષયની રૂ.૩૪૫ ફી ભરવાની રહેશે.

જેમાં ખાનગી ઉમેદવારે રૂ.૭૩૦, ખાનગી રિપિટરે એક વિષયનાં રૂ.૧૩૦, બે વિષયનાં રૂ.૧૮૫, ત્રણ વિષયનાં રૂ.૨૪૦ અને ખાનગી રિપિટરે ત્રણ કરતાં વધુ વિષયમાં રૂ.૩૪૫ ફી ભરવાની રહેશે. આ તમામ ફી નાં ધોરણોમાંથી ધોરણ ૧૦ અને ૧૨ માં સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.

To Top