Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેરના અટલાદરા ખાતે પિયરમાં રહેતાં પ્રીતિબહેને (નામ બદલ્યું છે) મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે પ્રીતિબહેનના લગ્ન ફેબ્રુઆરી-૨૦૧૨માં ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલા ૩, નવજ્યોત સોસોયાટીમાં રહેતા હાર્દિકકુમાર હેમાભાઇ તાવિયાડ સાથે થયા હતા.

 લગ્નમાં પરિવાર તથા સંબંધીઓ તરફથી ફ્રિજ, એ.સી.,  સહિત સોના-ચાંદીના દાગીના સહિત ઘરવખરી સામાન આપવામાં આવ્યો હતો. લગ્નના ૬ માસ સુધી પતિ અને સાસુએ સારી રીતે રાખી હતી.  

ત્યાર બાદ પતિને અવારનવાર પેટમાં દુખાવો થતો હતો. પેટમાં દુખાવાનું કારણ પતિને પૂછતાં તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો, જેથી પરિવારને પૂછતાં જણવા મળ્યું કે પતિને પેનક્રાઇટીસની બીમારી છે અને એનું ઓપરેશન કરાવેલું છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે પતિ હાર્દિકકુમારે પોતાની બીમારી છુપાવી પ્રેમમાં ફસાવીને લગ્ન કર્યા હતા.

પતિને જ્યારે પૂછ્યું કે તમને પેટની બીમારી હતી તો મને લગ્ન પહેલાં કેમ જાણ ન કરી ? ત્યારે પતિએ મારઝૂડ કરી હતી. એ સાથે સાસુએ કહ્નાં,   મારા દીકરાની મરજી આગળ વિવશ થઈને તને આ ઘરમાં લગ્ન કરીને લાવ્યાં છેઌ અને અમારા દીકરાને વિદેશ ભણાવવા પાછળ ૧૫થી ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમજ રૂપિયા ૧૦ લાખની કાર લાવી આપી છે. આમ, કુલ રૂપિયા ૩૦ લાખ ખર્ય કર્યો છે. તેમ છતાં તારા પિતાએ કરિયાવરમાં કશું આપ્યું નથી

તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે સાસુ એમ પણ કહેતી હતી કે તારે અમારો ત્રાસ સહન કરવો જ પડશે અને જો એ સહન કરવો ન હોય તો તારા પતિ પાછળ થયેલો રૂપિયા ૩૦ લાખનો ખર્ચ તારા બાપ પાસેથી લઇ આવ. પત્નીએ પતિને વિદેશમાં જવાનું કારણ પૂછતાં જણાવ્યું કે હું ડિપ્લોમા એન્જિનિયર છું.

વધુ અભ્યાસ માટે મારા પરિવારે મને વિદેશમાં મોકલ્યો હતો. પતિ કહેતા હતા કે હું તો તારી સાથે પ્રેમલગ્ન કરીને ફસાઇ ગયો છું., મારાં મા-બાપ પણ તને વહુ તરીકે ક્યારેય સ્વીકારશે નહીં અને જો તારે અમારા ઘરમાં વહુ તરીકે રહેવું હોય તો રૂપિયા ૩૦ લાખ તારા પિયરમાંથી લઈ આવ..  

ગર્ભાવસ્થા દરમિયાન પણ પતિ તથા સાસુ ત્રાસ આપતાં હતાં અને કહેતા કે હવે આ રાજકુમારીનો દવાનો ખર્ચ પણ આપણે કરવો પડશે, જેઠાણી કહેતાં હતાં કે તારા આવનારા બાળકને ભૂવા તથા તાંત્રિક વિધિ કરાવીને જડમૂળથી કઢાવી નાખીશું અને તને ખબર છે કે આપણા સાસુ જે વિસ્તારમાંથી નોકરી કરીને આવ્યાં છે એ વિસ્તારમાં તેમની સારી ઓળખાણ છે.

 જેથી જેવું તારું બાળક જન્મ લેશે કે તરત જ તેના ઉપર તાંત્રિક વિધિઓ શરૂ કરાવી દઇશું અને જો આમ ન કરાવું તો મારું નામ બદલી નાખજે, એમ જણાવી જેઠાણી પણ ત્રાસ આપતી હતી. સાસરિયાંના ત્રાસથી ગર્ભવસ્થાના સાતમા માસથી પ્રીતિબહેન પિયરમાં ચાલ્યાં ગયાં હતાં અને તેમના પિયરમાં દીકરીને જન્મ આપ્યો હતો.

To Top