Top News

More Posts

   The Latest

Most Popular

રાજકોટ: ઘણા લાંબા સમય પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવતા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે ગઈકાલે બુધવારે બપોરે ૪.૧૩ વાગ્યે મોરબીથી દક્ષિણ દિશા તરફ ૨.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જોકે તિવ્રતા ઓછી હોવાથી લોકોને ખાસ અનુભવ થયો ન હતો.
આ ભૂકંપ બાદ કચ્છના ખાવડાથી ૨૩ કિ.મી. દૂર પૂર્વ દિશા તરફ ગઈકાલે રાત્રીના ૯.૦૮ વાગ્યે ૧.૪ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ રાત્રીના ૧૧.૨૮ વાગ્યે દુધઈમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો.

જેનું કેન્દ્ર બિન્દુ દુધઈથી ૨૮ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ હતું. જેની તિવ્રતા ૧.૧ હતી. જ્યારે આ ભૂકંપ બાદ ગુરૂવારે વહેલી સવારે ૩.૨૯ વાગ્યે કચ્છના રાપરથી ૧૪ કિ.મી. દૂર પૂર્વ દિશા તરફ ૩.૯ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

To Top