National

કેરળ: હાલમાં જ ભાજપમાં જોડાયેલા 88 વર્ષિય મેટ્રો મેન મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે

નવી દિલ્હી: મેટ્રો મેન ઈ શ્રીધરન કેરળ (Kerala) માં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સીએમ પદના ઉમેદવાર હશે. કેરળ ભાજપ અધ્યક્ષ કે.સુરેન્દ્રને ગુરુવારે આ જાહેરાત કરી. તેમણે હાલમાં જ ભાજપમાં પ્રવેશ કર્યો છે. શ્રીધરન મેટ્રો મેનના નામથી મશહૂર છે અને તેઓ કોલકાતા મેટ્રોથી લઈને દિલ્હી મેટ્રો સુધી મહત્વના યોગદાન માટે જાણીતા છે. શ્રીધરનને વિકાસ કાર્યોમાં તેમના યોગદાન માટે વર્ષ 2001માં પદ્મશ્રી અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

.શ્રીધરને પહેલા જ કહ્યું હતું કે જો તેઓ કેરળના મુખ્યમંત્રી બનશે તો તેમની પાસે રાજ્ય માટે વિકાસ યોજનાને લાગુ કરવાની શ્રેષ્ઠ તક રહેશે. તેમણે કહ્યું કે, હું કેરળનો મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છું. હું એમ નથી કહેતો કે મુખ્યમંત્રી બનવા માટે રાજકારણમાં આવ્યો છું, પરંતુ જો મને સીએમ ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે તો તે નિશ્ચિતપણે પાર્ટીની એક સારી છબી રજુ કરશે અને મારા માટે અનેક વિકાસ યોજનાઓને લાગુ કરવી સરળ રહેશે. 

ઉંમર બાબતના સવાલ પર તેમણે જણાવ્યું કે, ‘ શારીરિક વય કરતાં માનસિક વય નક્કી કરે છે કે વ્યક્તિએ કઈ જવાબદારીઓ લેવી જોઈએ. મનની ઉંમર શરીરની ઉંમરને ધ્યાનમાં લેતી નથી. માનસિક રીતે હું ખૂબ સજાગ અને યુવાન છું. હજી સુધી મારી પાસે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નથી. મને નથી લાગતું કે આરોગ્ય એક મોટો મુદ્દો હશે. હું સામાન્ય નેતાની જેમ કામ નહીં કરીશ . હું ટેક્નોક્રેટની જેમ કામ કરવાનું ચાલુ રાખીશ. ‘

જાણો શ્રીધરન વિષે
ઈ શ્રીધરન મેટ્રો મેનના નામથી મશહૂર છે અને તેઓ કોલકાતા મેટ્રોથી લઈને દિલ્હી મેટ્રો સુધી મહત્વના યોગદાન માટે જાણીતા છે. શ્રીધરનને વિકાસ કાર્યોમાં તેમના યોગદાન માટે વર્ષ 2001માં પદ્મશ્રી અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફ્રાન્સ સરકારે વર્ષ 2005માં તેમને ‘Chavalier de la Legion d’honneur’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટાઈમ મેગેઝીને ઈ શ્રીધરનને ‘એશિયાના હીરો’ ટાઈટલ આપ્યું હતું. 

શ્રીધરન 1995 થી 2012 સુધી દિલ્હી મેટ્રોના ડિરેક્ટર હતા. ભારત સરકારે તેમને 2001 માં પદ્મશ્રી અને 2008 માં પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ દેશમાં જાહેર પરિવહનનો દેખાવ બદલવા માટે જાણીતા છે. તે તેની પ્રામાણિક છબીને કારણે ખૂબ લોકપ્રિય છે. શ્રીધરન વડા પ્રધાન મોદીના સમર્થક માનવામાં આવે છે. 2014 ની લોકસભાની ચૂંટણી પહેલા તેમણે બે વખત નરેન્દ્ર મોદીને સારા નેતા ગણાવ્યા હતા. તેમનું નામ પણ એવા લોકોમાં સામેલ હતું જેમણે વડા પ્રધાન પદના દાવેદાર મોદીને સમર્થન આપ્યુ હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top