Top News

More Posts

   The Latest

Most Popular

વેલિંગ્ટન, તા. 05 : ઓસ્ટ્રેલિયન ટી-20 ટીમના કેપ્ટન એરોન ફિન્ચે આજે અહીં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ચોથી ટી-20માં નોટઆઉટ 78 રનની જોરદાર ઇનિંગ રમી તેની સાથે જ તે ડેવિડ વોર્નરને ઓવરટેક કરીને ઓસ્ટ્રેલિયા વતી સર્વાધિક ટી-20 ઇન્ટરનેશનલ રન કરનારો બેટ્સમેન બન્યો હતો. આ સાથે જ તે ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનારા વિશ્વના બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયો હતો. ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરવા મામલે વિરાટ કોહલી પહેલા તો રોહિત શર્મા બીજા સ્થાને છે. તે પછી ન્યુઝીલેન્ડનો માર્ટિન ગપ્તિલ, પાકિસ્તાનનો શોએબ મલિક અને મહંમદ હાફિઝનો નંબર આવે છે.

ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનારા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ

ખેલાડીમેચરનસર્વોચ્ચસદીઅર્ધસદી
એરોન ફિન્ચ702310172214
ડેવિડ વોર્નર812265100*118
ગ્લેન મેક્સવેલ711770145*39
શેન વોટ્સન581462124*110
કેમરન વ્હાઇટ4798485*05
To Top