Top News

More Posts

   The Latest

Most Popular

# છોકરો કાંઇક કમાશે તો, ૪ પૈસા ઘરમાં આવશે.

# ૪ પૈસા કમાશો તો પાંચમાં પુજાશો…. અથવા

# ૪ પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે.

તો સવાલ એ છે કે, આ કહેવતોમાં જ પૈસા જ કેમ ૩ પૈસા નહીં ૫ પૈસા નહીં? તો ૪ પૈસા કમાવાની કહેવતનો વડીલોના મતે માર્મિક અર્થ સમજીએ. (૧) એક પૈસો કૂવામાં નાંખવાનો એટલે કે, પોતાના પરિવાર અને સંતાનનો પેટે રૂપી ખાડો (કૂવો) પુરવા માટે વાપરવાનો (૨) બીજો પૈસો પાછળ (પિતૃઓ) નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો. પોતાના માતા પિતાની સેવા માટે, તેમણે આપણું જતન કર્યુ, પાલન પોષણ કરી મોટા કર્યા તો તે કરજ ઊતારવા માટે (૩) ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો પોતાના સંતાનને ભણાવી – ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે એટલે કે ભવિષ્યનું દેવું (૪) ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો એટલે કે શુભ પ્રસંગ. અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે! તો આ છે ૪ પૈસા કમાવાની વાત. કેટલી ઊંડાઇ હોય છે આપણી આ પ્રાચીન વાતોમાં!

અમરોલી  પાયલ વી. પટેલ             – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top