Top News

More Posts

   The Latest

Most Popular

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉતાર-ચઢાવ સતત વધી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( ANIL DESHMUKH) ના રાજીનામાની માગ પર અડગ છે. બીજી તરફ હવે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે ( PARAMVIR SINH) સોમવારે સુપ્રીમ કોર્ટનો ( SUPREME COURT) દરવાજો ખખડાવ્યો છે. પૂર્વ પોલીસ કમિશનરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને લખેલા પત્રમાં સીબીઆઈ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માગ કરી છે.

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે હોમગાર્ડ વિભાગમાં બદલી કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં, તમામ આરોપોની તપાસ સીબીઆઈ ( CBI) ની માંગ સાથે, તેમણે અનિલ દેશમુખના ઘરની બહાર સીસીટીવી ફૂટેજ ( CCTV) કબજે કરીને તેની તપાસ કરાવવાની પણ માગ કરી છે જેથી દરેકને સત્ય બહાર આવી શકે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ( MUKESH AMBANI) ના ઘર એન્ટિલીયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો મળવાના મામલામાં હટાવવામાં આવેલા મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. અનિલ દેશમુખે અગાઉ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે અને પરમબીરસિંહ પર માનહાનિનો દાવો કર્યો હોવાનું જણાવ્યું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં તેમના આરોપો બાદથી હંગામો મચી ગયો છે. સોમવારે સંસદ ભવનમાં આ મુદ્દો પડઘો પડ્યો હતો.

બીજી તરફ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે 20 માર્ચે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા બદલ મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. દેશમુખે એક નિવેદનમાં સિંઘને પણ પૂછ્યું કે તેઓ આટલા લાંબા સમય સુધી શાંત કેમ રહ્યા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાયેલા સિંહ આ કેસમાં પોતાની જાતને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “સિંહે મારા પર લગાડેલા આક્ષેપો ખોટા છે અને હું તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીશ.” તેના વિશે ખબર પડી ગઈ છે અને તપાસ પરમબીરસિંહ સુધી પહોંચવાની છે. આ ડરને કારણે તેમણે આ આક્ષેપો કર્યા છે.

To Top