આખા વિશ્વમાં નામના મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાખવેલી સંવેદનાનો દાવ ઊંધો પડ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના આખા વિશ્વને ધમરોળી રહ્યો...
વિદ્વાનો જણાવે છે કે રેશનાલિઝમ એટલે સત્યનું આકાશ અને અંદ્ધશ્રદ્ધા એટલે અજ્ઞાનનો અંધકાર. ધર્મ આસ્તિકોનો અભ્યાસક્રમ છે અને વિવેકબુદ્ધિવાદ એટલે નાસ્તિકોની ગીતા....
વિશ્વમાં અનેક ભાષાઓ એવી છે કે જે હવે કોઇ બોલતું જ નથી. આવી ભાષાઓ છેવટે લુપ્ત થઇ જાય છે. સંસ્કૃત ભાષા પણ...
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી....
ગયા વર્ષના કોરોના પેન્ડેમિકના પ્રથમ વેવની સરખામણીમાં આ વર્ષના બીજા વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તાજા જન્મેલાં શિશુથી...
દક્ષ યજ્ઞના વિધ્વંસ પછી શું? બીજી બધી સત્તાની સામે આદિમ સત્તાનો વિજય થયો. બધા દેવતાઓ પરાજિત થઇ ગયા. આ દેવતાઓની એક લાક્ષણિકતા...
ગાંધીનગર :રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શનિવારે એક જ દિવસમાં કુલ 97 દર્દીઓએ...
કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને JEE મેઈન એપ્રિલ સત્ર મુલતવી રાખ્યું છે. સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) નું મુખ્ય 2021 એપ્રિલ સત્ર મોકૂફ...
પાકિસ્તાન(Pakistani)ની ગુપ્તચર એજન્સી (agency) માટે જાસૂસી કરવાના આરોપમાં દિલ્હી પોલીસ(Delhi police)ના સ્પેશિયલ સેલ દ્વારા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ હરપાલસિંઘ...
ઇઝરાઇલમાં રવિવારથી ઘરની બહાર માસ્ક પહેરવાનો નિયમ દૂર કરવામાં આવશે. જેની આરોગ્યમંત્રી યુલી ઍડલસ્ટેઇને ગુરુવારે જાહેરાત કરી હતી. ઍડલસ્ટેઈને ગુરુવારે એક નિવેદનમાં...
કોંગ્રેસ કારોબારી સમિતિએ આજે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કોવિડના રોગચાળા સામેની લડાઇમાં વ્યાપક ગેરવહીવટ થયો છે. તેણે ચેતવણી આપી...
બ્રિટનના મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપ, કે જેઓ એક સપ્તાહ પહેલા અવસાન પામ્યા હતા તેમની આજે અહીંના વિન્ડસર કેસલમાં દફનવિધિ થઇ હતી....
ન કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા વધારવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સરકારના હસ્તક્ષેપ બાદ ભાવમાં ઘટાડો કર્યો છે. એમ નેશનલ...
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી....
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને અત્યાર સુધીના સૌથી વધારે દૈનિક 1,341 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસનો...
કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ખુબ મહત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું તો જરૂરી જ છે પરંતુ તેની સાથે...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે કોરોના મહામારીના સંકટ કાળમાં વધી રહેલા કેસોની સામે શહેરીજનો સુરક્ષિત રહે તે હેતુથી આપવામાં આવેલા...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા અને શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા વલસાડ શાકભાજી માર્કેટ (Vegetable Market) 19 એપ્રિલથી અચોક્ક સમય સુધી બપોરે...
કુંભ મેળાની (Kumbh Mela) વિધિવત સમાપ્તીની ઘોષણા કરી દેવામાં આવી છે. શનિવારે સાંજે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
સુરત: (Surat) શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ અને અન્ય બિલ્ડિંગમાં દાખલ દર્દીઓ માટે દરોજ 55 થી 60 ટન ઓક્સિજન (Oxygen)...
કુંભના મેળામાં (Kumbh Mela) ગયેલા ગુજરાતના (Gujarat) તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા સીધો પ્રવેશ આપવામાં નહીં આવે. તમામ લોકોના આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરવામાં...
ટેસ્ટ ક્રિકેટ રમવાના સાતથી આઠ લાખ રૂપિયા મળે છે. વન-ડે ઇન્ટરનેશનલ રમવાના અઢીથી ત્રણ લાખ રૂપિયા મળે છે. ઘરેલુ ક્રિકેટમાં પણ હવે...
ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, કહેવાય છે અને લોકોએ જોયું પણ છે કે 2001 માં ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા...
હમણાં અમારા નિકટનાં સ્વજન ગીતા નાયકે વિદાય લીધી. આમ તો તેઓ કોઇ એવું જાહેર વ્યકિતત્વ ન હતું કે અનેક લોકો એમને સ્મરીને...
‘પુસ્તકો માણસનાં સૌથી ઉત્તમ મિત્ર છે’ એવું તમે વાંચ્યું/સાંભળ્યું હશે. પુસ્તકો વગરની દુનિયા કેવી હોય, તે કલ્પના કરવી મુશ્કેલ છે. પુસ્તક શોખની,...
સુરત (Surat) શહેરમાં કોરોના સક્રમિત દર્દી(covid patient)ઓ માટે રામબાણ સમાન જે રેમડેસિવિર ઈન્જેક્શન(remdesivir injection)ની હાલમાં અછત વર્તાય રહી છે તેનો કાળા બજાર...
સ્મશાનોમાં પીગળી રહેલી ધાતુની ચીમનીઓ, હૉસ્પિટલ્સની બહાર લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ તથા હૉસ્પિટલમાં જગ્યા ન મળવાથી દમ તોડી રહેલા કોરોનાવાઇરસથી...
સુરત: (Surat) શહેરમાં કોરોનાને લીધે તમામ વેપાર ઉદ્યોગો પ્રભાવિત થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગમાં લગ્નસરા નિષ્ફળ જાય તેવી નોબત આવી છે ત્યારે...
ઓટીટી (ott) પર રજૂ થયેલી અભિષેક બચ્ચન(abhishek bhachchan)ની ફિલ્મ ‘ધ બિગ બુલ’ (the big bull) અને પ્રતીક ગાંધીની વેબસિરીઝ ‘સ્કેમ 1992’ વચ્ચે...
હરિદ્વાર: (Haridwar) હરિદ્વારમાં ચાલી રહેલો કુંભ મેળો (Kumbh Mela) હવે સરકાર માટે નવો ચિંતાનો વિષય સાબિત થઈ રહ્યો છે. નિરંજની અને આનંદ...
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
આખા વિશ્વમાં નામના મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાખવેલી સંવેદનાનો દાવ ઊંધો પડ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના આખા વિશ્વને ધમરોળી રહ્યો છે. ગત વર્ષે કોરોનાએ માઝા મુકી હતી અને આ વર્ષે તેનાથી પણ વધારે ખરાબ હાલત વિશ્વમાં છે. તેમાં પણ ખાસ કરીને ભારતમાં કોરોનાએ આ વખતે ગત વખત કરતાં પણ વધારે દાટ વાળ્યો છે. રોજના કેસનો આંક બે લાખને પણ પાર કરી ગયો છે. જે હજુ ઘટવાનું નામ લેતો નથી. મોતનો આંક પણ એટલો જ રોજ ઊંચો જઈ રહ્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે આખા વિશ્વ દ્વારા વેક્સિન બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં તેમાં ભારતે પણ ઝંપલાવ્યું હતું. ભારતે પણ ઘરઆંગણે વેક્સિન બનાવી અને તેનું ઉત્પાદન શરૂ કર્યું. જ્યારે વેક્સિન શોધાઈ ત્યારે એવું લાગતું હતું કે હવે ભારતનો કોરોનાથી છૂટકારો થઈ જશે પરંતુ સરકારના વેક્સિનેશનના પ્રયત્નો એવા રહ્યાં નહીં અને સાથે સાથે લોકોએ પણ એટલો ઉત્સાહ બતાવ્યો નહીં.
સરવાળે વેક્સિનેશન અસરકારક રહે તે પહેલા જ ભારતમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ અને હવે ભારત કોરોનાના સંપૂર્ણ ભરડામાં આવી ગયું છે. જ્યારે ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં હતાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાનવીર બનવા માટે આખા વિશ્વને ભારતની કોરોના સામેની વેક્સિનની લહાણી કરી હતી. વિશ્વના 92 દેશોને નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે ઉત્પન્ન થયેલી વેક્સિનના 6.55 કરોડ ડોઝ આપી દીધાં અને હવે જ્યારે ભારતમાં કોરોના સામે લડવા માટે વેક્સિનની જરૂરીયાત છે તો ભારતમાં વેક્સિન ઘટી પડી છે. જ્યાં ભારતે છ કરોડ ડોઝ આપી દીધાં ત્યાં હવે ભારતે 12 કરોડ વેક્સિનના ડોઝ આયાત કરવા પડી રહ્યાં છે. વિશ્વગુરૂ બનવા માટેના મોદીના પ્રયાસોને કારણે ભારત હવે વેક્સિનના મામલે ભીંસમાં આવી ગયું છે.
જ્યારે ભારતમાં વેક્સિન બની ત્યારે જ ભારત સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મુકી દેવો જોઈતો હતો. ભારતમાં કોરોના ફરી ક્યારે વકરે તે ખબર નહોતું અને વિશ્વમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હતી. આ સમયે વડાપ્રધાન મોદીએ ભારતમાં પણ આગામી દિવસોમાં વેક્સિનની મોટાપાયે જરૂરીયાત રહેશે તે ખ્યાલ રાખવો જોઈતો હતો પરંતુ તે રખાયો નહીં. હવે વેક્સિનના મામલે મોટી સમસ્યા શરૂ થઈ ગઈ છે. દેશવાસીઓને એ જાણવાની જરૂરીયાત છે કે મોદી સરકારે કયા કયા દેશને કેટલી કેટલી વેક્સિનનો જથ્થો આપ્યો?
મોદી સરકારે સૌથી વધારે એક કરોડ કરતાં પણ વધારે વેક્સિનનો જથ્થો બાંગ્લાદેશને આપી દીધો છે. જ્યારે બીજા ક્રમે મ્યાનમાર છે. આ દેશને મોદી સરકારે 37 લાખ વેક્સિનનો જથ્થો આપ્યો. ત્રીજા ક્રમે નેપાલ છે. નેપાલને મોદી સરકારે 25 લાખ વેક્સિનનો જથ્થો આપ્યો. શ્રીલંકાને પણ મોદી સરકારે 12 લાખ વેક્સિનનો જથ્થો આપ્યો. અન્ય જે જાણીતાં દેશોને મોદી સરકારે ભારતની વેક્સિન આપી તેમાં નેપાલ, ભૂટાન, માલદીવ, મોરિશિયસ, બ્રાઝિલ, મોરક્કો, ઓમાન, ઈજિપ્ત, યુએઈ, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા સહિતના અન્ય દેશોનો સમાવેશ થાય છે. આ ભારતની આસપાસના દેશો છે. જોકે, આ દેશોને વેક્સિન આપી દીધા બાદ હવે ભારતમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે.
ખરેખર મોદી સરકાર કોરોના અને વેક્સિનના મામલે પરિસ્થિતિને પારખવામાં થાપ ખાઈ ગઈ છે. કોરોના એવો રોગ છે કે જે સંપૂર્ણ વેક્સિનેશન વિના નાબુદ થાય તેમ નથી. વેક્સિનેશન પણ તેનો અંતિમ ઉપાય નથી. વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ રહ્યો છે. વેક્સિનથી એટલો ફાયદો છે કે કોરોના જીવલેણ બનતાં અટકે છે. વેક્સિનનો જથ્થો ઘટી જવાથી મોદી સરકાર હાલમાં 45 વર્ષથી નીચેની વયના લોકોને વેક્સિન આપી શકતી નથી અને તેને કારણે હાલમાં મોટાપાયે યુવાનો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે અને સાથે સાથે કોરોનાનો ભોગ પણ બની રહ્યાં છે. હવે મોદી સરકારે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવાનો સમય છે. વિશ્વમાં જ્યાંથી પણ મળે ત્યાંથી મોટાપાયે વેક્સિનનો જથ્થો ભારતમાં લાવીને જો પુખ્તવયના તમામને વેક્સિન આપી દેવાની જરૂરીયાત છે. જો મોદી સરકાર આવું કરી શકશે તો જ ભારતમાં કોરોના કાબુમાં આવશે અન્યથા હાલના રોજના બે લાખ કેસનો આંક આગામી દિવસોમાં ત્રણ લાખથી પણ વધુ થઈ જાય અને મોટાપાયે મોત થવા માંડે તો નવાઈ નહીં હોય.