Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પહેલીવાર સતત ત્રણ મેચ જીતીને આત્મવિશ્વાસથી છલકાતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સામનો જ્યારે અહીં ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ(RAJSTHAN ROYALS)ની સાથે થશે ત્યારે તે પોતાની જીતની લય જાળવી રાખવાનો ઇરાદો ધરાવશે, સામા પક્ષે પોતાની ત્રણમાંથી માત્ર એક મેચ જીતી શકેલી રાજસ્થાન રોયલ્સનો ઇરાદો જીતના માર્ગે પરત ફરવાનો રહેશે.

આઇપીએલના ઇતિહાસને ધ્યાને લેવામાં આવે તો બંને ટીમના અભિયાનની શરૂઆત વિપરીત અંદાજમાં થઇ છે. આરસીબીએ સતત ત્રણ મેચ જીતી છે, તો રાજસ્થાન રોયલ્સે ત્રણમાંથી એક જીત્યું છે અને તેમાં પણ ચેન્નાઇ સુપર કિંગ્સ સામેના પરાજયથી તેઓ છઠ્ઠા સ્થાને ધકેલાઇ ગયા છે અને હવે તેઓ પોતાની બીજી જીત મેળવવાની શોધમાં છે. રાજસ્થાન રોયલ્સની મુશ્કેલી એ છે કે તેઓ એક ટીમ તરીકે પ્રદર્શન કરવામાં ફેલ રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સના બોલરોમાં ચેતન સાકરિયા સિવાયના બોલરો એટલા અસરકારક રહ્યા નથી. આરસીબી સાથે આ સિઝનથી જોડાયેલા ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન પ્રભાવક રહ્યું છે. કોહલી જો કે સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નથી. ગત સિઝનનો હીરો પડ્ડીકલ પણ સારું પ્રદર્શન કરી શક્યો નથી.

To Top