Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: કોરોના(corona)ને લીધે સુરત(surat)માં ભયનો માહોલ સર્જાયો છે અને લોકડાઉન (lock down) લાગે તેવો ભય લોકોને પરેશાન કરી રહ્યો છે ત્યારે હીરા ઉદ્યોગ (diamond industry) માટે સારા સમાચાર છે. કેટલાક દેશો(few countries)માં કોરોનાની અસર ઓછી હોવાથી ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી (diamond and jewelry) માટે આવી સ્થિતિમાં પણ સારા પ્રમાણમાં ઓર્ડર (order) મળવાનું યથાવત છે. જોકે સુરતમાં જે રીતે કૂદકેને ભૂસકે કોરોના સંક્રમણ (corona infection) વઘી રહ્યું છે તેને લીધે રત્નકલાકારો (diamond worker) પલાયન કરી જતાં મેન પાવરની અછત સર્જાતા વધુ હીરા જોબવર્કથી તૈયાર કરાવવામાં મુશ્કેલી થઇ શકે છે.

થોડા દિવસો સુધી વિદેશોમાં ડિમાન્ડ નબળી રહ્યા બાદ શહેરના ડાયમંડ જવેલરી મેન્યુફેક્ચરર્સ પાસે પણ પૂરતા પ્રમાણમાં અમેરિકા, જાપાન અને હોંગકોંગથી ઓર્ડર નોંધાયા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાને લીધે પાછલા વર્ષની સરખામણીએ કુલ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં માત્ર 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે લેબનોન ડાયમંડમાં વેપાર સારો રહેતા કુલ 68 ટકાનો વધારો નોંધાયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે તકેદારીના ભાગરૂપે હીરાના એકમોમાં સાંજે 6 વાગ્યાથી કામકાજ બંધ કરવાની નોબત આવી છે. ત્યાં હોંગકોંગ, જાપાન, યુએસ અને યુરોપથી મળી રહેલા સારા પ્રમાણમાં ઓર્ડરને પહોચી વળવા માટે જાડા હીરાનું કામ કરતી કેટલીક મોટી કંપનીઓમાં સવારે કર્ફયૂ ખુલ્યા બાદથી એકમો શરુ થાય છે. જયારે કોરોનાના ભયથી રોજેરોજ થઈ રહેલા રત્નકલાકારોના પલાયનથી સ્થાનિક ઉદ્યોગમાં કુલ 20 ટકા કામદારો ઘટી ગયા છે. જેથી તળિયા અને મથાળાનું કામ પુરું કરવા માટે મોટા પ્રમાણમાં જોબવર્ક માટે હીરા બહાર મોકલવા પડી રહ્યા છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રીજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે વિદેશથી આવી રહેલી ડિમાન્ડ પૈકી હીરાની ૭૫ ટકા ડિમાન્ડ યુએસ , યુરોપ અને હોંગકોંગ માર્કેટમાં જોવા મળી રહી છે, પરંતુ રત્નકલાકારો પલાયન કરી જતા જોબવર્ક માટે થોડી સમસ્યા થઇ શકે છે.

To Top