SURAT

સુરત મનપા હવે તમામ મંદિર, મસ્જિદ પાસે નવી માર્ગદર્શિકાના બેનરો લગાવશે, કરવું પડશે પાલન

સુરતઃ રાજ્યમાં કોરોના(corona)ના વધી રહેલા સંક્રમણના કારણે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા(new protocol)ઓ જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન(corona guidelines)નું શહેરીજનો યોગ્ય રીતે પાલન કરે તે માટે સુરત મહાનગરપાલિકા (smc) દ્વારા જાહેર સ્થળો પર નવી માર્ગદર્શિકાઓના બેનરો (banner) લગાવવામાં આવશે, સુરત મહાનગર પાલિકા કોવિડ-19 ની જાગૃતિ (awareness) માટે દરેક વિસ્તારમાં સરકારની ગાઇડ લાઇનના બેનરો લગાવશે. કેન્દ્ર સરકાર (central govt) તથા રાજ્ય સરકારે જે નવી માર્ગદર્શિકાઓ જાહેર કરી છે જેનું ધ્યાન લોકો સુધી પહોંચાડવા માટે સુરત મહાનગરપાલિકા શહેરના વિવિધ વિસ્તારોમાં તથા મંદિર(temple), મસ્જિદ(mosque)ની પાસે સરકારની માર્ગદર્શિકાના બેનરો લગાડશે. જો આ માર્ગદર્શિકાનો ભંગ થશે તો પાલિકા પગલાં (take action) ભરશે.

જાહેર સામાજિક કાર્યોને લઈ પાલિકાની માર્ગદર્શિકા

એક બાજુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે કોવિડ-૧૯ની નવી માર્ગદર્શિકાઓ જાહેર કરી રાજ્યનાં તમામ ધાર્મિકસ્થાનો તા.૩૦.૦૪.૨૦૨૧ સુધી જાહેરજનતા માટે બંધ રાખવા તેમજ લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦થી વધુ વ્યક્તિ એકઠી થઇ શકશે નહીં. કોઇ પણ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના અને રાજકીય, સામાજિક ધાર્મિક તમામ મેળાવડા ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાથી મનપા દ્વારા બુધવારે આ મુજબનું જાહેરનામું બહાર પડાયું છે.

મનપા દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, તા.૧૪.૪.૨૦૨૧થી અમલમાં આવે એ રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦થી વધુ વ્યક્તિ એકઠી થઇ શકશે નહીં. જે શહેરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે, ત્યાં કરફ્યૂના સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહીં. મૃત્યુના કિસ્સામાં અંતિમવિધિ, ઉત્તરક્રિયામાં ૫૦થી વધારે વ્યક્તિ એકત્ર થઇ શકશે નહીં. જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઊજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં.

તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી રાખવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં. રાજ્યનાં તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦.૪.૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. આ માર્ગદર્શિકા હોય જેનો ભંગ કરનાર સામે એપેડેમિક ડિસિઝ એક્ટ ૧૮૯૭ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

Most Popular

To Top