SURAT

સુરત ટેક્સી એસોસિયેશન દ્વારા કર્ફ્યુ દરમિયાન ઇમર્જન્સી કેસમાં નિઃશુલ્ક સેવા આપવામાં આવશે

સુરત: શહેરમાં કોરોના(corona)ના કેસો વધતા પ્રશાસન દ્વારા સુરત(surat)માં રાતના 8 વાગ્યેથી સવારે 6 વાગ્યે સુધી કર્ફ્યૂ(night curfew)નો અમલ શરૂ કરાયો છે. રાત્રિ કર્ફ્યૂના લીધે કોમર્શિયલ પણ પોલીસથી ગભરાતા હોવાથી પેસેન્જર (passenger) બેસાડતા કરતા નથી. જેને લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલમાંજ પાંડેસરાની એક બાળકીને તેના પિતા રાતે કર્ફ્યૂના લીધે સિવિલ (civil hospital) લાવી શક્યા નહતા અને સવારે સિવિલ લાવતા તેનુ મોત થઇ ગયું હતું. મોડેથી સારવાર (treatment) મળતા બાળકીને બચાવી શકાઇ નહતી. કેટલાક ઇમરજન્સી કેસોમાં પણ લોકોને રિક્ષા, ટેક્સી કે વાહન નહી મળતા તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ બાબતો ધ્યાને આવતા શહેરના સુરત ટેક્સી રિક્ષા એસોસિયેશન દ્વારા રાત્રિ કર્ફ્યૂ દરમિયાન જો કોઇ દર્દીને હોસ્પિટલની ઇમરજન્સી જરૂરિયાત હોય તો નિ:શુલ્ક સેવા આપવાની જાહેરાત કરવામાં આવી છે. એસોસિયેશનના રોમિલભાઇએ જણાવ્યું હતું કે શહેરમાં રાત્રિ કર્ફ્યૂને લીધે લોકોને મુશ્કેલી થઇ રહી છે. હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાની જરૂરત હોય તેવા લોકોને અમારા એસોસિયેશન તરફથી રાતના 8 વાગ્યેથી સવારે 6 વાગ્યે સુધી નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. જરૂરિયાતમંદો 9909630615 પર કોલ કરી શકે છે.

સુરત: શહેર અને જિલ્લા સાથે રાજ્યમાં કોરોનાનો કહેર ખુબ જ ફેલાઇ રહ્યો છે. જેની સામે મોતની સંખ્યા પણ ઘટવાનું નામ લેતી નથી. સિવિલ અને સ્મીમેરમાં આજે કોરોના કહેર વચ્ચે 107 દર્દીઓના મોત થયા છે. જો કે સુરત જિલ્લા વહિવટી તંત્રએ કાગળ પર તો બુધવારે માત્ર 24 દર્દીઓના મોત દર્શાવ્યા છે. શહેરમાં દરરોજ 1000થી વધુ લોકો પોઝિટિવ દર્દી તરીકે બહાર આવી રહ્યા છે. બુધવારે પણ કાગળ પર 1424 દર્દીઓ પોઝિટિવ તરીકે બહાર આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં એવા પણ દર્દી હશે, જેઓ પોતાના પ્રાઇવેટ તબીબ પાસે સલાહ સુચન લઇ ઘરમાં રહીને સારવાર લઇ રહ્યા છે. શહેરમાં કોરોના ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

બુધવારે પણ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 તથા નોન કોવિડના 85 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પણ 27 પોઝિટિવ દર્દીઓના મોત નીપજ્યા છે. જેની સામે સુરત જિલ્લા વહીવટી તંત્રએ કાગળ પર તો માત્ર 24ના મોત દર્શાવ્યા છે. સુરત જિલ્લા વહિવટી તંત્રએ કાગળ પર સિવિલ હોસ્પિટલના 13, સ્મીમેર હોસ્પિટલમાં 6 અને ખાનગી હોસ્પિટલમાં 5 દર્દીઓના મોત દર્શાવ્યા છે.

Most Popular

To Top