SURAT

શહેરમાં કોરોનાના દર્દીઓમાં 1000 ટકાનો વધારો, મેડિકલ સ્ટાફમાં માત્ર 20 ટકાનો વધારો

સુરત : સુરત(surat)ની નવી સિવિલ હોસ્પિ.(civil hospital) અને સ્મીમેર(smimer hospital)માં કોરોનાના દર્દીઓ એટલા વધી ગયા અને તેની સામે તબીબી સ્ટાફ (medical staff) નથી. સત્તાધીશોએ સ્ટાફની ભરતી કરી નહીં અને તેને કારણે આરોગ્ય તંત્ર (health department) પડી ભાંગ્યું છે. એક મહિના પહેલાં જ્યારે એક તબીબ સરેરાશ પાંચથી સાત દર્દી ઉપર વોચ રાખતો હતો. આજે એક તબીબે પચાસ કરતાં વધારે દર્દીઓ પર વોચ (watch on more than 50 patient) રાખવી પડે છે. જે લગભગ અશક્ય છે. ચોવીસ કલાક (24 hours) કામગીરી કરતા આ તબીબો કયા દર્દીની શું પરિસ્થિતિ છે તે કળે ત્યાં સુધી દર્દીના જીવ જોખમમાં મુકાઇ જાય છે.

ગાંધીનગર ખાતે બેસેલા સચિવોને ગ્રાઉન્ડ રિયાલિટીની કશી ખબર પડી રહી નથી. તેના કારણે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ અને સાથે દર્દીનો જીવ જોખમમાં મુકાઇ ગયો છે. હજારો દર્દીઓ ભગવાનભરોસે મુકાઇ ગયા છે. આ દર્દીઓ હાલમાં સારવાર વગર જ કમોતે મરી મરે તેવી સ્થિતિ છે. સ્થાનિક તબીબોને કે નર્સ કે પછી સાફસફાઇનું હોસ્પિટલમાં કામ કરી રહેલા સ્ટાફને શું તકલીફ પડી રહી છે તે કોઇ પૂછનાર કે સરવે કરનાર નથી. એસી ઓફિસમાં બેસીને રોજ નવા ફતવા કાઢી રહેલા રાજ્યના ટોચના અધિકારીઓને તાત્કાલિક મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવા માટે કોઇ ગતાગમ પડી રહી નથી. આ મામલે રાજકીય સત્તાધીશો પણ કોઇ ધ્યાન આપી રહ્યા નથી.

કેવી ભયાનક સ્થિતિ છે સ્મીમેરની

  • સ્મીમેરમાં એક મહિના પહેલાં 402 તબીબ હતા, જ્યારે તેની સામે પેશન્ટ સો જેટલા હતા.
  • હાલમાં સ્મીમેરમાં 462 તબીબ છે તેની સામે પેશન્ટ દોઢ હજાર છે.
  • હાલમાં દર દોઢસો તબીબો દોઢ હજાર દર્દી પર દેખરેખ રાખી રહ્યા છે
  • આમ અગાઉ જ્યારે દોઢસો દર્દીઓ સો પેશન્ટ પર વોચ રાખતા હતા.
  • સરવાળે હાલમાં તમામ દર્દીઓ ભગવાનભરોસે છે તેવું કહેવામાં અતિશયોક્તિ નહીં કહેવાય
  • સ્મીમેરમાં અત્યાર સુધી વીસ જેટલો મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ કોવિડમાં ફસાઇ ચૂક્યો છે.
  • તેમાં હોસ્પિટલમાં ગ્રાઉન્ડ પર કામ કરતા ચોથા વર્ગના પચાસ જેટલા કર્મચારીઓ કોવિડમાં ફસાઇ ચૂક્યા છે.
  • હાલમાં બે આરએમઓ ડો.કોન્ટ્રાક્ટર અને ડો.નીતાબેન પોઝિટિવમાં આવ્યાં છે.
  • આ સંખ્યા રોજ વધી રહી છે.

કેવી ભયાનક સ્થિતિ છે નવી સિવિલની કોવિડ હોસ્પિ.ની

— સિવિલમાં એક મહિના પહેલાં જ્યારે સરેરાશ બસો દર્દીઓ આવતા હતા ત્યારે ચારસો તબીબો હતા.
— આઠ કલાકની પાળી ગણીએ તો કોવિડ કાબૂમાં હતો. ત્યારે સવાસો તબીબો પૈકી એક તબીબ સરેરાશ ચાર દર્દી પર નજર રાખતા હતા.
— હાલમાં એક હજાર કરતાં વધારે દર્દી છે, તેમાં મોટા ભાગના ગંભીર દર્દીઓ આવવાનો ફ્લો વધ્યો છે.
–ત્યારે સો તબીબો વધારાયા છે, એટલે કે કુલ 500 તબીબ કામગીરી કરી રહ્યા છે.
— સરેરાશ એક તબીબે ચાલીસ દર્દી પર નજર રાખવી પડી રહી છે.
— સિવિલમાં પણ અત્યાર સુધી અંદાજે પચાસ કરતાં વધારે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ કોવિડની ખપ્પરમાં આવી ચૂક્યો છે.
— સિવિલમાં હાલમાં 200 તબીબ, 250 નર્સિંગ સ્ટાફ અને 500 સફાઇ કામદાર માંગવામાં આવ્યા છે, પરંતુ આ માંગણી કાગળ પર જ રહી ગઇ છે.

સરકાર પાસે વધુ સ્ટાફની માંગણી કરવામાં આવશે: સાંસદ સીઆર પાટીલ

સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, આ મામલે વધારાના સ્ટાફની માંગણી કરવામાં આવશે. આ ગંભીર મામલો છે. જરૂર જણાય તો સરકાર સાથે સીધી વાત કરાશે.

Most Popular

To Top