Top News

More Posts

   The Latest

Most Popular

હરિદ્વાર : દેશમાં વધતાં કોરોના સંક્રમણ (CORONA INFECTION) વચ્ચે સોમવારે હરિદ્વારના મહાકુંભ(HARIDWAR MAHAKUMBH)માં બીજું પરંપરાગત સ્નાન (SAHI SNAN) યોજાયું હતું. હજારો અખાડાઓના સાધુ-સંતો ગંગામાં ડૂબકી લગાવવા ભેગા થતાં કોરોના ગાઈડલાઇન(CORONA GUIDELINE)નો ભંગ થતો જોવા મળ્યો હતો. સોમવતી અમાવસ્યા નિમિત્તે પવિત્ર સ્નાન માટે બ્રહ્મા કુંડ, હરિ કી પૈરી ખાતે ભેગા થવા જુદા જુદા અખાડાના સાધકોએ મહામંડલેશ્વરની આગેવાની હેઠળ તીર્થ યાત્રાધામના મુખ્ય માર્ગથી ભવ્ય શોભાયાત્રાઓ કાઢી હતી.

ઉત્તરાખંડ(UTTRAKHAND)ની સરકાર દ્વારા હેલિકોપ્ટર(HELICOPTER)થી ફૂલની પાંખડીઓના વરસાદ વચ્ચે લોકો ખુલ્લા પગે કૂચ કરતાં હતા. જેમાંથી મોટા ભાગના લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના નદીમાં ડૂબકી લગાવી હતી. સવારે 7 વાગ્યાથી ઘાટનું પવિત્ર માનવામાં આવતું હરિ કી પૈરી અખાડા માટે અનામત રાખવામાં આવ્યું હતું. જ્યારે સામાન્ય લોકોએ પણ ગંગાના અન્ય ઘાટ પર ડૂબકી લગાવી હતી. મેળાના ઈન્સ્પેક્ટર જનરલ સંજય ગુંજ્યાલે જણાવ્યું હતું કે, અહી મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હોવાના કારણે કોરોના ગાઈડલાઇનનું 100 ટકા પાલન શક્ય નથી. પરંતુ દરેક લોકો તેનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મેળા વહીવટીતંત્રએ દાવો કર્યો છે કે, અંદાજે 17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સવારે 10 વાગ્યા સુધી ગંગામાં પવિત્ર સ્નાન કર્યું હતું. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, હરિદ્વારથી દેવપ્રયાગ સુધીના મેળા ક્ષેત્રમાં શાહી સ્નાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. ડીજીપીએ જણાવ્યું હતું કે, હજી સુધીમાં કુલ 13 અખાડામાંથી ત્રણ અખાડાના લોકોએ હરિ કી પૈરી ખાતે નદીમાં સ્નાન કર્યું છે. જ્યારે અન્ય ઘાટ પર ભક્તોએ સ્નાન કર્યું હતું. મહામંડલેશ્વર આચાર્યએ કૈલાશનંદ ગિરીના નેતૃત્વ હેઠળ સૌપ્રથમ સ્નાન કર્યું હતું.

પવિત્ર ગંગામાં ડૂબકી લગાવનાર લોકોમાં નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર બીર બિક્રમ શાહ પણ સામેલ હતા. આ તેમની હરિદ્વારની પ્રથમ મુલાકાત હતી.

To Top