Sports

સનરાઇઝર્સે કેકેઆર વાળી કરી, અંતિમ ઓવરોમાં શાહબાઝે મેચ પલટાવતા આરસીબી 6 રને જીત્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી છઠ્ઠી મેચમાં ગ્લેન મેક્સવેલની આઇપીએલ કેરિયરની પહેલી અર્ધસદીની મદદથી આરસીબીએ મુકેલા 150 રનના લક્ષ્યાંક સામે ડેવિડ વોર્નરની આક્રમક અર્ધસદી પછી આરસીબીના બોલરોએ સંકજો કસતા તેમજ શાહબાઝ અહેમદની એક જ ઓવરમાં 3 વિકેટ પડવાને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરના અંતે 9 વિકેટે 143 રન સુધી પહોંચતાં આરસીબીનો 6 રને વિજય થયો હતો.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને બોર્ડ માત્ર 13 રન હતા ત્યારે રિદ્ધિમાન સાહાની વિકેટ ગુમાવી હતી. ડેવિડ વોર્નર અને મનીષ પાંડેએ તે પછી 83 રનની ભાગીદારી કરી હતી, વોર્નર 54 રન કરીને આઉટ થયો હતો. તે પછી શાહબાઝ અહેમદે એક જ ઓવરમાં બેયરસ્ટો, મનિષ પાંડે અને અબ્દુલ સમદની વિકેટ ઉપાડીને મેચમાં રોમાંચકતા આણી હતી અને તે પછી સનરાઇઝર્સ હૈદરાબાદ વિકેટ ગુમાવતું રહેતા 20 ઓવરના અંતે 9 વિકેટે 143 રન સુધી જ પહોંચતા આરસીબીનો 6 રને વિજય થયો હતો.

આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી અને રજત પાટીદારને સ્થાને ટીમમાં સમાવાયેલો દેવદત્ત પડ્ડીકલ 13 બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. તે પછી શાહબાઝ અહેમદ પણ 14 રન કરીને આઉટ થયો હતો અને આરસીબીએ 47 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી હતી. અહીંથી વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલે મળીને 44 રનની ભાગીદારી કરી હતી, તેમનો સ્કોર 16.4 ઓવરમાં 6 વિકેટે 109 રન થયો હતો.

મેક્સવેલ અને કાઇલ જેમિસન વચ્ચે 27 રનની ભાગીદારી થઇ હતી, જેમાં જેમિસનના 12 રન હતા, મેક્લવેલ તે પછી અંતિમ ઓવરમાં પોતાની અર્ધસદી પુરી કરીને છેલ્લા આઉટ થયો હતો. આ તેની આઇપીએલની પાંચ વર્ષની કેરિયરની પહેલી અર્ધસદી રહી હતી. સનરાઇઝર્સ વતી જેસન હોલ્ડરે 3, રાશિદ ખાને 2 જ્યારે ભુવનેશ્વર, શાહબાઝ નદીમ અને ટી નટરાજને 1-1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top