સુરત: (Surat) એકબાજુ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું, ત્યારે બીજી બાજુ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ વેક્સિન અને ટેસ્ટિંગના પાછલા બારણે...
નવસારીઃ (Navsari) નવસારી જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir Injection) અછતનો સામનો હજુ પણ કરવો પડી રહ્યો છે. એ સંજોગોમાં નવસારી જિલ્લાના ત્રણ ધારાસભ્યો...
કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યના વાહનચાલકોને (motorists) હાલપૂરતી રાહત આપતો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે.ટ્રાફિક નિયમ (Traffic rule) ભંગ કરનારના વાહન...
સુરત: સિવિલની ત્રણેય હોસ્પિટલમાં ( Civil Hospital ) દાખલ કોરોનાના દર્દીઓની સાચી સ્થિતિ માટે પરિવારજનો ખૂબ જ ચિંતામાં રહે છે. ત્યારે સામાજિક...
સુરત: (Surat) એક તરફ ભૂતકાળના લોકડાઉનને (LockDown) કારણે પોતાની પર દોષનો ટોપલો નહીં આવે તે માટે આ વખતે સરકાર સત્તાવાર રીતે લોકડાઉન...
દેશમાં કોરોના ( corona) વધતા જતા કેસો વચ્ચે હોસ્પિટલો પર દબાણ વધ્યું છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની ( oxyzen) અછત છે. પરિસ્થિતિને જોતા...
દેશમાં રસી (Vaccine) આપવાનુ અભિયાન 16 નવેમ્બરથી શરુ થયુ હતુ.સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ...
સુરત: (Surat) ગુજરાતમાં કોરોનાના દર્દીઓને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ( એએમએનએસ ) આઈનોક્સ એર સાથે મળીને ૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજન (Oxygen)...
સુરત: (Surat) ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો લગ્નસરાની સીઝન (Marriage Season) સમયે જ તેજીથી વધતા સુરતના કાપડ માર્કેટના વેપારને...
દેશમાં કોરોના (CORONA IN INDIA) ચેપ વ્યાપક છે. દરરોજ લાખો લોકો આ ખતરનાક વાયરસનો ભોગ બને છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં...
સુરતઃ (Surat) શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓની હાલત કફોડી બની છે. હવે શહેરની તમામ હોસ્પિટલો પણ જ્યારે ફૂલ થવા લાગી છે...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે શહેરમાં વસતા પરપ્રાંતીઓ (Migrant People) પણ વતન જવા પડાપડી કરી રહ્યા...
સુરતઃ (Surat) સુરતમાં રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણના મામલે અત્યાર સુધી નિષ્ફળ રહેલા કલેકટરે આજથી માત્ર હોસ્પિ.ની માંગ પ્રમાણે જ ઈન્જેકશનની ફાળવણી શરૂ પરંતુ...
કેન્દ્રએ આજે જણાવ્યું કે દેશમાં કોવિશીલ્ડ કે કોવાક્સિન રસીનો પહેલો ડૉઝ લીધા બાદ 21000થી વધુ લોકો અને બીજો ડૉઝ લીધા બાદ 5500થી...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પહેલીવાર સતત ત્રણ મેચ જીતીને આત્મવિશ્વાસથી છલકાતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સામનો જ્યારે અહીં ગુરૂવારે રાજસ્થાન...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની મહામારી રોજના 100થી વધારે લોકોનો ભોગ લઈ રહી છે. ત્યારે છેલ્લા 20 દિવસમાં શહેરમાં માત્ર કોરોનાની દહેશતથી (Fear)...
આ બ્રાન્ડનો સેમસંગ ગેલેક્સી એફ 12 (Samsung Galaxy F12) દરેક જગ્યાએ છવાઈ ગયો છે, અને આના ઘણા કારણો પણ છે. સારા સમાચાર એ છે કે...
સુપ્રીમ કોર્ટ ( supreme court) કોરોનાના ( corona) વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે દવાઓની અછતને લઈને કડક બની છે. ગુરુવારે સુપ્રીમ...
સ્થાનિક શેરબજારો(local stock market)માં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ઘટાડાના પગલે રિલાયન્સ (reliance) ઇન્ડ.ના ચેરમેન મુકેશ અંબાણી (mukesh ambani) અને અદાણી ગ્રુપના...
દેશમાં કોરોના ( corona) રોગચાળા વચ્ચે લોકો બેડ અને જરૂરી તબીબી સુવિધાઓ માટે હોસ્પિટલોમાં ભટકતા હોય છે. તે જ સમયે ખાસ લોકોમાં...
કોરોના(CORONA)ની બીજી તરંગ(SECOND WAVE)માં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જો તમારે સ્મશાનસ્થળ(CEMETERY)માં શબને બાળી નાખવા માટે લાંબી રાહ જોવી પડશે, તો કબ્રસ્તાનમાં પણ...
ગાંધીનગર : ગુજરાતમાં હવે પ્રતિદિન કોરોનાના ( CORONA) 12,000થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે, તેમાંયે ઓક્સિજન ( OXYZEN) નું લેવલ...
દિલ્હી(Delhi)માં, જ્યાં દેશના વિવિધ ભાગોથી લોકો સારવાર લેવા આવે છે, ત્યાં આજે લોકો જાતે જ સારવાર માટે તડપતા દેખાય રહ્યા છે. દિલ્હીમાં દરરોજ...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાને ( CORONA) કારણે સ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની છે. બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી લગ્ન...
AHMADABAD : ગુજરાતમાં કોરોના ( CORONA) એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યો છે, અને લોકો મોતના મુખમાં...
મહારાષ્ટ્ર સરકારે બુધવારે અગાઉના લૉકડાઉન જેવા નિયંત્રણો લાદીને આંતર શહેર અને આંતર જિલ્લા મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકી દીધા હતા અને ઑફિસ...
સુરત મનપા દ્વારા એક બાજુ ખાણી-પીણીની લારીઓ પર થતી ભીડને કારણે કોરોના વકરતો હોવાનું કારણ આપી આખા શહેરમાં ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા...
કોરોનાને લીધે શહેરીજનો કારણ વગર ઘરની બહાર નીકળવાનું ઓછું કરી દીધું છે કેટલીક ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરવામા આવતા અને અનેક નિયંત્રણોના...
કોરોનાવાયરસના દૈનિક કેસો હવે 3 લાખની નજીક પહોંચી ગયા છે. આ સાથે ભારતના કુલ કેસોનો આંકડો 15616130 થયો છે જ્યારે એક જ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 15મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડની અર્ધસદી અને ફાફ ડુ પ્લેસિની નોટઆઉટ...
પોરબંદર કોસ્ટગાર્ડ જેટીની માહિતી પાકિસ્તાન પહોંચાડતા પાકિસ્તાની જાસૂસની ધરપકડ
વડોદરા : શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાના બહાને મહિલાને ઠગે રૂ.63.50 લાખનો ચુનો ચોપડ્યો
મોદીને આવકારવા થનગનાટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં વિવિધ એનજીઓ સાથે બેઠક મળી
પાદરા ખાતે મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું..
ભાજપના નેતા બન્યા વિલન, તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા સુધીના ગૌરવ પથ પર પેવર બ્લોક નાખવાનું કામ રોકાવી દીધું
નેપાળની અભ્યાસ કરતી યુવતીનો પ્રેમી પરણિત હોવાની જાણ થતાં યુવતી ડિપ્રેશનમાં જતાં અભયમ ટીમ આવી મદદે…
દીવાળી તથા હિન્દુ નવવર્ષને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ..
વડસર બ્રિજ પાસે આવેલી યુનિટી હોસ્પિટલ દ્વારા ગંદકી ફેલાવાઈ રહી છે
વડોદરા : નવરંગ હોસ્પિટલ પાસે જાહેર રોડ પર આડેધડ પાર્ક કરાતા વાહનો
શું બ્રિક્સની નવી કરન્સી અમેરિકન ડોલરનો વિકલ્પ બની શકશે?
આ રાજ્યમાં કબૂતરોને દાણા નાંખી શકાશે નહીં, માણસો પર જીવના જોખમને કારણે લાગૂ થશે પ્રતિબંધ
કોલ્ડ પ્લે અને દિલજીત દોસાંજના કોન્સર્ટની ટિકિટોના વેચાણના મામલામાં EDના 5 રાજ્યોમાં દરોડા
રાજકોટની 10 મોટી હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં ડિપોર્ટ કરાયા
આતંકી પન્નુના ઇશારે દિલ્હીની સ્કૂલ બહાર લખાયા સૂત્રો: કેનેડાના પૂર્વ રાજદ્વારી અને PM વિરૂદ્ધ લખી આ વાત
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી જાહેર
ઓસ્ટ્રેલિયામાં હવામાં બે વિમાનો સામસામે અથડાયા, 3 લોકોના મોત
દાહોદ: આશ્રમશાળાના શિક્ષકે ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીને બદકામ કરવાના ઇરાદે પકડી લેતા ફરિયાદ નોંધાઈ
કોના બાપની દિવાળી ! વડોદરા પાલિકાએ પીવાના પાણીથી રોડ રસ્તા સાફ કર્યાં….
વડોદરા: ઢોરોને ખવડાવવાના ભુસાની આડમાં સંતાડી લઈ જવાતો રુ.14.22 લાખનો દારૂ ઝડપાયો
વડોદરા : કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓમાં વધુ મહેમાનોનું આગમન,રીંછનું નામ સિદ્ધિ રખાયું
વડોદરા : ચડ્ડી બનીયાન ધારણ કર્યા બાદ ઘરફોડ ચોરીને અંજામ આપતી માતવા ગેંગ ઝડપાઈ…
ડુમસની હોટલમાં દારૂ-હુક્કાની મહેફિલનો વીડિયો વાયરલ થતા સુરતની ઈન્ફલુએન્સર ફરી વિવાદમાં, બેની ધરપકડ
જમીનના પ્રીમિયમ અંગે રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, બાંધકામ ક્ષેત્રને થશે મોટો લાભ
ફેસ્ટિવ ફ્યુઝન આઉટફિટ્સ
પ્રધાનમંત્રીના કાર્યક્રમ સમયે આ માર્ગ પર જઈ શકાશે નહિ
વડોદરા મહાનગર પાલિકાની ડોર ટુ ડોર કચરા ગાડીઓ અચાનક થંભી ગઈ…
ઈઝરાયેલે ઈરાનીઓની ઊંઘ હરામ કરી, 100 વિમાનો આખી રાત મિસાઈલ હુમલો કરતા રહ્યાં
પૂણે ટેસ્ટમાં ભારત સામે જીતવા માટે 359નો ટાર્ગેટ, રોહિત-ગિલ આઉટ, જયસ્વાલની ફિફ્ટી
સ્વાસ્થ્ય સીરપ
સુરત: (Surat) એકબાજુ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું, ત્યારે બીજી બાજુ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ વેક્સિન અને ટેસ્ટિંગના પાછલા બારણે સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકોને ત્રાસ આપી રહ્યાં છે. સુરત મહાનગર પાલિકાએ દુકાનદારો માટે વેક્સિનેશન અથવા ટેસ્ટિંગનું સર્ટિફિકેટ ફરજિયાત બનાવ્યું છે. જેના કારણે દુકાનદારો અને પાલિકાના અધિકારીઓ (Corporation Officers) વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. આવી જ એક ઘટનામાં કતારગામમાં (Katargam) ટેસ્ટિંગ અને વેક્સિનેશનની પૂછપરછ કરવા માટે પહોંચેલા સુરત મહાનગર પાલિકાના અધિકારી અને કર્મચારીઓને દુકાનદારોએ ઘેરી લીધા હતા.
કતારગામ ઝોન દ્વારા કતારગામ મેઈન રોડ, બાળાશ્રમ, વેડરોડ, ઉદયનગર અને ચીકુવાડી સહિતના વિસ્તારોમાં ૧૦ ટીમો દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૩૦૦ જેટલી દુકાનો બંધ કરાવવામાં આવી હતી. દુકાનદારોએ વેક્સિન લીધી નહીં હોય અથવા તો જો દુકાનદારની ઉંમર ૪૫ વર્ષથી નાના હોય તો તેણે ટેસ્ટ કરાવ્યો છે કે કેમ તપાસ પછી જેમની પાસે આ બેમાંથી એક પણ સર્ટિફિકેટ નહીં હોય તેવી દુકાનો બંધ કરાવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન બીઝનેશ હબ નામના કોમ્પલેક્સમાં વેપારીઓએ ઝોનના કાર્યપાલક ઇજનેર આર.વી.ગામીત સહીતની ટીમને ઘેરી લઇ ખરી ખોટી સંભળાવી હતી.
આ મુદ્દે કાર્યપાલક ઈજનેર આર.વી. ગામીતે જણાવ્યું હતું કે, મનપાના નિયમાનુસાર ઝોન વિસ્તારમાં રાબેતા મુજબ અલગ – અલગ ટીમો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જો કે, આ દરમ્યાન દુકાનદારો દ્વારા સહયોગ કરવાને બદલે ટીમોનો ઘેરાવ કરતાં વાતાવરણ ઘણી વખત ઉગ્ર બની જતું હોય છે. તેઓએ તમામ દુકાનદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જે કોઈ ૪૫ વર્ષથી મોટી ઉંમરના હોય તેઓએ ફરજીયાત વેક્સીનેશન કરાવી લેવું અથવા તો નાની ઉંમરના હોય તેઓએ પોતાનો રેપિડ ટેસ્ટ કરાવી લેવો પડશે.
બીજી તરફ રાંદેર (Rander) ઝોનની ટીમ દ્વારા અડાજણ, પાલ, સ્ટાર બજાર, એલપી સવાણી રોડ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ વેક્સિન નહીં મૂકાવી હોય કે ટેસ્ટ નહીં કરાવ્યો હોય તેવા વેપારીઓની દુકાનો બંધ કરાવાઇ રહી હતી, તેથી દુકાનદારોએ આ મુદ્દે બબાલ કરીને મનપાની ટીમનો ઘેરાવ કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.