Dakshin Gujarat

અંકલેશ્વરની UPL યુનિટ-1માં બ્લાસ્ટ સાથે આગ, ધુમાડાના ગોટાથી ધોળા દિવસે અંધકાર છવાયો

અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) જીઆઇડીસીમાં (GIDC) આવેલી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ-૧માં શુક્રવારે (Friday) વહેલી સવારે આગ (Fire) ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે આગને કાબૂમાં લેવા કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઇટર (Fire Fighter) મદદે (Help) બોલાવ્યા હતા.

  • યુનિટ-1માં પ્રોસેસિંગની કામગીરી દરમિયાન આગ લાગી હોવાનું અનુમાન
  • ધુમાડાના ગોટાથી ધોળા દહાડે અંધકાર છવાયો
  • 8થી વધુ ફાયર ટેન્ડરોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો

અંકલેશ્વરમાં GIDCમાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ-૧માં સવારે સાડા સાત વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળતાં કંપનીમાં ઈમરજન્સી સાયરનો ગૂંજવા માંડી હતી. સાથે કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્લાન્ટમાં ધુમાડાના ગોટા ઊડતાં નજરે પડી રહ્યા છે. UPL યુનિટ-૧ના MCP પ્લાન્ટમાં પ્રેસર ટેન્ક ધડાકા સાથે ફાટતાં આગ ફાટી નીકળી હતી. ધડાકાથી લાગેલી આગમાં નજીકમાં કામ કરતા ૬ કામદાર તેની ઝપેટમાં આવી ગયા હતા. કંપનીના અન્ય કર્મચારીઓએ તેમને પ્લાન્ટની બહાર કાઢી એમ્બ્યુલન્સમાં તમામને અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ, GPCB અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દોડી આવી હતી.

ધુમાડાને કારણે ભયભીત બનેલા લોકો ઘરની બહાર નીકળી ગયા
આગળની ઘટના બાદ પવનની દિશા નજીકના રહેણાક વિસ્તાર તરફ હોવાના કારણે પટેલ નગર વિસ્તારમાં આકાશમાં ધુમાડો છવાયો હતો. ધુમાડાને કારણે ભયભીત બનેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સ્થાનિકોએ મોં પર માસ્ક બાંધી દીધા હતા. સમગ્ર ઘટના અંગે શરૂઆતમાં UPL ગ્રુપ તરફથી હજુ કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ ન હતી. પોલીસ GPCB અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ સ્વતંત્ર તપાસ શરૂ કરી શકે છે.

UPL કંપનીમાં આગ લાગતાં સ્થાનિકોના જીવ પડીકે બંધાયા
અંકલેશ્વર GIDCમાં આગ લાગતાં સ્થાનિકોમાં ચિંતા સર્જી દીધી હતી. આકાશમાં ધુમાડામાં ગોટેગોટા છવાતાં આજુબાજુ રહેનારા માટે ભયભીત બની ગયા હતા. DMCના મેનેજર મનોજ કોટડિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, આગ ઉપર મહત્તમ કાબૂ મેળવી લેવાયો છે. ૮થી ૧૦ ફાયર ટેન્કર પાણીનો મારો ચલાવી રહ્યા છે. કેટલાક કામદારો ઈજાગ્રસ્ત છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે.

Most Popular

To Top