સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સાપુતારાથી (Saputara) શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં એક સ્થળે કેરીનો જથ્થો ભરેલી ટ્રક (Truck) ખીણમાં ખાબકી પલટી મારી...
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થયા છે. અને તેઓની પૂછપરછ શરુ કરાઈ છે....
સુરત : કોરોના (Corona) સંક્રમણના ભય વચ્ચે આજથી દક્ષિણ ગુજરાતની (South Gujarat) શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પ્રારંભ થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ...
ગાંધીનગર :રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ...
સુરત: (Surat) સરથાણા ખાતે ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સ ઓપરેટર અને તેના મિત્રનું બીટકોઇનના રૂપિયાની લેતીદેતીના વિવાદમાં સાઢુભાઇએ તેના મિત્રો સાથે મળી અપહરણ (Kidnapping)...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) સતત ત્રીજા દિવસે વરસાદી (Rain) મહેર થતા પંથક ચોમાસામય બની ગયુ હતુ. ડાંગ જિલ્લામાં ચોમાસાનું વહેલુ...
કોલકાતા: રવિવારે બપોરે પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તર 24 પરગણા જિલ્લામાં હુગલી નદીના (Hugli River) કિનારે એક હિંદુ ધાર્મિક મેળામાં ભાગદોડ મચી...
ઘેજ: (Dhej) ચીખલીના ખુડવેલમાં કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) સ્થાનિક વિસ્તારમાં સોશિયલ મીડીયામાં (Social Media) છવાઇ ગયા છે. ઘણા...
બીલીમોરા: (Bilimora) નવ મહિના પહેલા આતલીયાના તત્કાલિન સરપંચના પુત્રની હત્યામાં (Murder) સંડોવાયેલા આરોપીએ મરનારના મિત્રને ઇંસ્ટાગ્રામ (Instagram) ઉપર મારી નાખવાની ધમકી આપતા...
નવી દિલ્હી: ‘મેક ઇન ઇન્ડિયા’ને (Make in India) વેગ આપવા માટે ભારતીય વાયુસેના( Indian Air Force) ભારતમાં લગભગ 100 અદ્યતન ફાઇટર જેટ...
સાપુતારા: સાપુતારા (Saputara) રોડ પર એસટી (ST) બસ (Bus) પલટી મારી ગઈ હતી. ડાંગ પાસેના વઘઈમાં સાપુતારા રોડ મકર ધ્વજ મંદિર નજીક...
મહારાષ્ટ્ર્: ગુજરાતમાં (Gujarat) ચૂંટણીનો (Election) માહોલ છવાયો છે. દરેક પાર્ટીના નેતા ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. હાલમાં જ પીએમ (PM) નરેન્દ્ર મોદીએ...
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehtaka Ulta Chashma) સીરિયલથી કોણ વાકેફ નથી. દેશ તેમજ વિદેશમાં આ સીરિયલના જબરદસ્ત ફેન છે....
નવી દિલ્હીઃ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા તેઓ કોરોના (Corona) ગ્રસ્ત થયા હતા.આજે સવારે...
આણંદ: આણંદના (Anand) બોરસદમાં (Borasad) મોડી રાત્રે કોમી રમખાણની હિંસા (Violence) ભડકી હતી. સામાન્ય બાબતનો ઝઘડો કોમી રમખાણમાં પરિવર્તીત થઈ ગયો હતો....
ઉદયપુર: ચાઇનાની કંપની ટેન્સન્ટની માલિકીની PUBGએપ 2017માં ભારતીય બજારમાં (Inian Market) પ્રવેશી. ગણતરીનાં વર્ષોમાં જ PUBGએ દેશની સૌથી વધુ ડાઉનલોડ (Download) થયેલી...
રાજકોટ: ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ દેશ-વિદેશમાં થઇ રહ્યો છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ સુધી આ વિવાદ પહોંચી...
સુરત: સમગ્ર ગુજરાતમાં (Gujarat) પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંત તરફ છે. ત્યારે આજરોજ વહેલી સવારના રોજ સુરતના (Surat) વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. રાત્રિ...
એશિયા: ચીન (China) અને અમેરિકા (America) પર એશિયા પેસિફિક દેશોને બેઇજિંગ વિરુદ્ધ ઉશ્કેરવાનો અને ચીનને આ દેશોના સમર્થનને ‘હાઇજેક’ (Hijack) કરવાનો આરોપ...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભા ચૂંટણીનો (Election) ગરમાવો વધી ગયો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM તમામ પક્ષોની જેમ આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીની...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા તમામ પાર્ટી (Party) સક્રિય દેખાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ (AAP) ચૂંટણી પહેલા પાર્ટીના...
ગાંધીનગર: દેશમાં કોરોનાની (Corona) ઝપેટમાં અનેક રાજ્યો આવી પહોંચ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યોમાં ફરી કોરોના સંક્રમિતનોની સંખ્યામાં વધારો થયો છે....
દિલ્હી: રાજસ્થાનની (Rajasthan) અશોક ગેહલોત સરકારમાં દિલ્હીમાં (Delhi) મંત્રીના પુત્ર પર બળાત્કારનો (Rape) આરોપ લગાવનાર છોકરી પર દિલ્હીમાં હુમલાનો (Atatck) થયાના સમાચાર...
એ તો તમને ખબર જ છે કે સ્પ્રિંગને જેટલી જોરથી દબાવો એનાથી બમણી એ ઊછળે. કોઈ પર પણ પ્રતિબંધ મૂકો એટલે એનો...
સંત કબીરે – ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતે – લખ્યું હતું કે બિચારા ગોરસ(માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું...
કેનેડામાં શોન પેરિસ નામનો એક જાણીતો બ્લોગર છે. 6 વર્ષ પહેલાં તે કેનેડાની ઇન્ટેલિજન્સ એજન્સીમાં સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હતો અને શોખથી બ્લોગ...
1960 પછીના ત્રણ દાયકામાં ભારતના વિવિધ રાજયોમાં યા ભાષામાં એવા કેટલાક નાટકો થયા જે ‘રાષ્ટ્રીય ભંગભૂમિ’ના નાટકોની ઓળખ પામ્યા. આ નાટકોના કથાવસ્તુ...
ભરૂચ: સુરતના (Surat) ટ્રકમાલિકની ટ્રક (Truck) ગુમાનદેવ પાસે બ્રેકડાઉન (Breakdown) થઇ હોય તેની કાર લઈને ટ્રક રિપેર (Repair) કરાવવા આવ્યો હતો. તે...
ભારતના બંધારણની 51-A કલમ મુજબ ભારતના નાગરિકોની જે મૂળભૂત 11 ફરજો છે, તેમાં સાતમા નંબરની કલમ દ્વારા પર્યાવરણ અને જીવસૃષ્ટિની રક્ષાની જવાબદારી...
પ્રયાગરાજ: પ્રયાગરાજના અટાલામાં શુક્રવારની નમાજ બાદ થયેલા હંગામાના આરોપીઓના ઘરોને તોડી પડાયું હતું. હિંસાના માસ્ટર નોકરાણી જાવેદ પંપના ઘર પર બુલડોઝર ચાલ્યું હતું. ઘટનાસ્થળે...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સાપુતારાથી (Saputara) શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં એક સ્થળે કેરીનો જથ્થો ભરેલી ટ્રક (Truck) ખીણમાં ખાબકી પલટી મારી ગઈ હતી. જ્યારે બીજા બનાવમાં ઝીંગાનો જથ્થો ભરેલું કન્ટેનર પલટી મારી જતા અકસ્માત (Accident) સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ કર્ણાટકથી કેરીનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલી ટ્રક નં. કે.એ.40.એ.0887 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક બેકાબુ બની ઊંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકનો ખુરદો બોલાઈ જતા જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કેરીનો જથ્થો ખીણમાં વેરવિખેર થઈ જતા સ્થાનિકોએ કેરીની લૂંટ ચલાવી હતી. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજા પહોચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
જ્યારે બીજા બનાવમાં સાપુતારા ઘાટમાર્ગમાં જ ઝીંગા ભરેલું કન્ટેનર પલટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આજરોજ આંધ્રપ્રદેશથી ખાદ્ય ઝીંગાનો જથ્થો ભરી ઓલપાડ તરફ જઈ રહેલું કન્ટેનર ન.એ.પી.16.ટી.એચ.2178 જે પણ સાપુતારા ઘાટમાર્ગમાં પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કન્ટેનર સહીત ઝીંગાનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બન્ને બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વઘઈ રોડ નજીક સુરત-બગસરા-શિરડીની બસ 50 મુસાફરો સાથે પલટી મારી ગઈ હતી. જો કે આ આકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. તમામ મુસાફરો અને ડ્રાઈવર-કંડેક્ટરનો આબાદ બચાવ થયો હતો.
વાપી ઓવરબ્રિજ પર ટેમ્પો અડફેટે મોપેડ સવાર યુવતીનું મોત
વાપી : વાપી વૈશાલી ચારરસ્તા નજીક ઓવરબ્રિજ પર પૂરઝડપે પસાર થતાં ટેમ્પો ચાલકે એક મોપેડને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો. જેમાં મોપેડ પર પાછળ બેઠેલી યુવતી નીચે પટકાતા તેના માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતાં સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંસદા-નવસારીના ઉમરકૂઈ ગામની વિકીતા સુમન ભોયા (ઉવ.20) સારવણી ગામના સ્નેહલ સુરેશ પટેલ સાથે તેની મરજીથી છેલ્લા ત્રણેક માસથી વાપી ખાતે રહેતી હતી. શનિવારે સવારે 11 કલાકે સ્નેહલ અને વિકીતા મોપેડ નં. જીજે-21-એએન-7529 લઈને ચીખલીના રૂમલા ખાતે તેમના સબંધીના ઘરે ગયા હતા. સાંજે તેઓ મોપેડ પર નાનાપોંઢા થઈ વાપી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વાપીના વૈશાલી ચારરસ્તા નજીક ઓવરબ્રિજ પર મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર મોડીસાંજે કોઈ અજાણ્યા ટેમ્પો ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટેમ્પો હંકારી લાવી આગળ ચાલી રહેલા મોપેડને પાછળથી ટક્કર મારી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.
જેમાં મોપેડની પાછળની સીટ પર બેઠેલી વિકીતા સુમન ભોયા નીચે પટકાતા તેના માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ વિકીતાએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે મોપેડ ચાલક સ્નેહલને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ટેમ્પો ચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. આ બનાવ બાદ વિકીતાના પિતા સુમનભાઈ ભોયાએ વાપી જીઆઈડીસી પોલીસ મથકે અજાણ્યા ટેમ્પો ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.