National

પીએમ મોદી 14 જૂને મહારાષ્ટ્રની મુલાકાતે

મહારાષ્ટ્ર્: ગુજરાતમાં (Gujarat) ચૂંટણીનો (Election) માહોલ છવાયો છે. દરેક પાર્ટીના નેતા ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. હાલમાં જ પીએમ (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુજરાતની મુલાકાત લીઘી હતી. ત્યાર પછી હવે 14મી જૂને તેઓ મહારાષ્ટ્રની મુલાકાત લેવા જઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ બપોરે લગભગ 1:45 વાગ્યે, પ્રધાનમંત્રી પૂણેના દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 4:15 વાગ્યે પ્રધાનમંત્રી મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે.

  • પ્રધાનમંત્રી મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે
  • પૂણેના દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી પૂણેના દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મળતી માહિતી મુજબ સંત તુકારામ એક વારકરી સંત અને કવિ હતા. તેઓ કીર્તન તરીકે ઓળખાતા આધ્યાત્મિક ગીતો દ્વારા અભંગ ભક્તિ કવિતા અને સમુદાય લક્ષ્મી પૂજા કરવા માટે જાણીતા હતા. તેઓ દેહુમાં રહેતા હતા. તેમના નિધન પછી શિલા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે ઔપચારિક રીતે મંદિર તરીકે રચાયું ન હતું. તે 36 શિખરો સાથે પથ્થરની ચણતરમાં ફરીથી બનાવવામાં આવ્યું છે અને તેમાં સંત તુકારામની મૂર્તિ પણ છે. જલ ભૂષણની વાત કરીએ તો તે એેક 1885થી મહારાષ્ટ્રના રાજ્યપાલનું અધિકૃત નિવાસસ્થાન છે.

2016માં મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવે રાજભવનમાં એક બંકર શોધી કાઢ્યું હતું. પહેલા આ બંકરનો ઉપયોગ બ્રિટિશરો દ્વારા શસ્ત્રો અને દારૂગોળાના ગુપ્ત સંગ્રહ તરીકે કરવામાં આવતો હતો. બંકરનું 2019માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના યોગદાનને યાદ કરવા માટે બંકરમાં ગેલેરી તેના પ્રકારના સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવી છે.

Most Popular

To Top