Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરાના શહેરીજનો માટેની સુખાકારી માટે પાલિકા દ્વારા વોર્ડ નં ૧૬ ગેસ લાઈન નાખવાનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું જેથી લઈને પાલિકા દ્વારા વોર્ડ નં ૧૬ આવતા તમામ વિસ્તારોમાં ગેસ પુરવઠો મળે તે હેતુથી આ ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. ખાતમુર્હત થવાની જાણ વિસ્તારનાં નગર સેવકોને કરવામાં આવી નહોતી જેને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. 35 વર્ષ બાદ વોર્ડ નં ૧૬માં આ વર્ષે ભાજપની બે અને કોગ્રેસના બે નગરસેવકો ચુંટાઈને આવેલા છે.

તેમાં પણ પાલિકા દ્વારા કપુરાઈ ગામમાં ગેસ લાઈન નાખવાનું ખાત મુર્હત કરવામાં આવ્યું હતું. આ ગેસલાઇન નાખવા માટે નગરસેવકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ઘણા સમય બાદ આ કપુરાઈ ગામમાં ગેસલાઇનનું ખત મુર્હત કરવાના સમયે જ ભાજપના કોઇપણ નગરસેવકોને જાણ હતી નહી. જેથી લઈને ભાજપના નગરસેવકોમાં નારજગી જોવા મળી હતી. પાલિકા દ્વારા કપુરાઈ ગામના રહીશોના સુખાકારી માટે ગેસલાઈનનું ખાતમુર્હત કરવામાં આવ્ય હતું.

જેથી કરીને કપુરાઈ ગામના લોકોને ગેસ કનેક્શન સરળતાથી મળી રહે તે હેતુથી પાલિકાની ટીમ દ્વારા તેનું ખાત મુર્હત કરવામાં આવ્યું હતુંપરંતુ વોર્ડ નં ૧૬ ના ભાજપના નગરસેવકોમાં નારાજગી વ્યક્ત કરી હતી. આમ પાલિકા દ્વારા પણ ગેસલાઈનનું ખાત મુર્હત કર્યું તો કપુરાઈ ગામના લોકો માટે ખુશીનો મહોલ જોવા મળ્યો હતો.વડોદરા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા વોર્ડ નં ૧૬માં કપુરાઈ ગામમાં ગેસલાઇન નાખવાનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

જેમાં ભાજપના વોર્ડ સંગઠણો અને ભાપના નગરસેવકો આ ખાતમુર્હતથી અજાણ હોવાની વાત સામે આવી હતી. વડોદરા વોર્ડ નં ૧૬માં આવેલ કપુરાઈ ગામના સુખાકારી માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા નવી ગેસલાઇન નાખવાનું ખાત મુર્હત કરવામાં આવ્યું હતું. જેમાં તેનું ખાતમુર્હત સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.જેની બાદ વિસ્તારનાં દશ હજાર જેટલા પરિવારોને ગેસનો પુરવઠો મળી રહેશે.
શહેરના વિકાસમાં અમે બધા સાથે જ છીએ કોઈ નારાજગી નથી
વડોદરા શહેરના વિકાસની વાત હોય ત્યાં અમે બધા નગરસેવકો સાથે જ છે. અમારા માં એવી કોઈ પણ જાતની કોઇપણ નગરસેવકોની નારાજગી નથી. – ડો. હિતેન્દ્ર પટેલ, ચેરમેન

To Top