Vadodara

MSME દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે

વડોદરા.: આજે વિશ્વ સૂક્ષ્મ – લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ ઉજવણીના ભાગ રૂપે વડોદરા ચેમ્બર ઓફ  કોનર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વડોદરાની આસપાસ આવેલ 14 જેટલાં ઔદ્યોગિક સંગઠનો ઉસ્થિત રહ્યા હતા.  બીજેપી પ્રદેશ અધ્યક્ષ ,સાંસદ, ધારાસભ્યો, મેયર તેમજ શહેર અધ્યક્ષની ઉપસ્થિતિમાં   સૂક્ષ્મ – નાના અને મધ્યમ કદના ઉદ્યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. એમ.એસ.એમ.ઇ. દેશના વિકાસ માટે નિર્ણાયક છે કારણ કે તેઓ અર્થતંત્રની કરોડરજ્જુ છે કારણ વૈશ્વિક સ્તરે  બે તૃતીયાંશ કરતાં વધુ રોજગારી આપી રહી છે.

એમએસએમઇની ક્ષમતા અને અર્થતંત્રને મજબૂત કરવામાં તેમની ભૂમિકાને ધ્યાને રાખીને 27 જૂને વિશ્વ સૂક્ષ્મ – લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસમાં એમ.એસ.એમ.ઇના યોગદાન અંગે જનજાગૃતિ વધારવાનો છે . ત્યારે વડોદરામાં વિશ્વ એમ.એસ.એમ.ઈ દિવસ નિમિતે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝસ સંગઠન દ્વારા  પટાદર્શ બીજેપી અધ્યક્ષ સી આર પાટીલની  પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સૂક્ષ્મ – લઘુ અને મધ્યમ કદ ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે  પ્રદેશ મહામંત્રી  ભાર્ગવ ભટ્ટ,સાંસદ રંજનબેન ભટ્ટ,  ધારાસભ્યો, મેયર કેયુર રોકડીયા,  શહેર પ્રમુખ ડો.વિજય શાહ સહિત વીસીસીઆઇના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. 

વડોદરાની આસપાસ  આવેલા 14 જેટલા ઉદ્યોગ સંગઠનો  સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ્રૂ ઇન્સ્ટ્રીઝ ડભોઇ સ્મોલ ઇન્સ્ટ્રીઝ એસોસિએશન, ફેડરેશન ઓફ ગુજરાત ઇન્સ્ટ્રીઝ, મકરપુરા જી.આઈ.ડી.સી. ઇન્સ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન, નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, પોઈચા રાણીયા મોક્ષી ઇન્સ્ટ્રીઝ એસોસિએશન , પોર – રમણગામડી ઇન્સ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન, પાદરા ઇન્સ્ટ્રીઝ એસોસિએશન, સાવલી ઇસ્ટ વાઘોડીયા વેસ્ટ એસોસિએશન ઓફ ઇન્સ્ટ્રીઝ , શ્રી સરદાર સહકારી ઉદ્યોગ નગર લીમીટેડ સાવલી જી.આઈ.ડી.સી. ઇન્દ્વીઝ એસોસિએશન, આઈ.સી.એ.આઈ – વડોદરા ચેમબર, વાઘોડિયા ઇન્સ્ટ્રીઝ એસોસિએશન ના પદાધિકારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉદ્યોગ અને વેપારના સર્વાર્ગી વિકાસના આયામને ધ્યેયબદ્ધ સાથે સફળતા પૂર્વક સર કરી ભારત ૉના વિકાષની ગતિને વધુ ગતિશીલ બનાવી પ્રધાનમંત્રીની ૫ ટ્રીલીયન ઈકોનોમી બનાવવા ૉના લક્ષ્ય ૉને પુરુ કરવામાં એમએસએમઇ એકમો મહત્વની ભૂમિકા ભજવશે. વિકાસમાં સહભાગી થવાની પ્રતિજ્ઞા લેવાઇ હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના અગ્નિપથમાં હાલમાં ચાલતી અસમંજસ વચ્ચે મધ્યગુજરાતના ઔદ્યોગિક સંગઠનો એક અનુકરણીય પહેલ કરી “ અગ્નિવીર “ યુવાનોને લઈને “ રિસ્પોન્સ ઓફ વડોદરા એમએસએમઇ ફોર અગ્નીવીર “ કાર્યક્રમ અંતર્ગત ઋણ અદા કરવાની જાહેરાત કરી હતી. નિત નવા પરિણામ લક્ષી વિચારો સાથે નવા કાર્ય કરવાની ધગશ સાથે વી.સી.સી.આઈ એ નવીન અને આધુનિક ટેકનોલોજી ના માધ્યમથી વૈશ્વિક કક્ષાનું ડીજીટલ પ્લેટફોર્મ – “ મેક ઇન ગુજરાત “ વેબ પોર્ટલ બનાવ્યું છે. જે ઉધોગ અને સેવાકીય પ્રવૃતિઓને આવરી લેતું આ પોર્ટલ ચેમ્બર ઓફ કોર્મસ દ્વરા નીમિતે ભારતનું સૌ પ્રથમ વેબ પોર્ટલ છે. જેનું અનાવરણ  સી . આર.પાટીલના હસ્તે કરાયું હતું.

Most Popular

To Top