Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (surat) ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વિતેલા સપ્તાહમાં વાવાઝોડાની ભયાવહ સ્થિતિ બાદ માંડ-માંડ માહોલ રૂટિન બન્યો છે. ત્યારે હવે તંત્ર પોતાની જીદ્ પૂરી કરવા પર છે. ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટ એટલેકે પૂરેપુરું ભરવાની લ્હાયમાં રવિવારે સપાટી 344 ફૂટ પર પહોંચી ગઈ છે. બીજી તરફ હજી પણ ઉકાઈ ડેમના ડાર્ક ઝોનમાંથી દોઢ લાખ ક્યૂસેક જેટલું પાણી આવી રહ્યું (In Flow) છે. આમ તો હવામાન વિભાગ તરફથી કોઇ વેધર ફોરકાસ્ટ (Weather Forecast) નથી કરાયો પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણી આવી રહ્યું છે. રવિવારે બપોર સુધીના આંકડા પ્રમાણે ઉકાઈ ડેમમાં 144941 ક્યૂસેક પાણી આવી રહ્યું છે. જ્યારે તેની સામે 144941ક્યૂસેક પાણી છોડાઈ (Out Flow) રહ્યું છે. જેને લઈ સપાટી 344.04 ફૂટ પર પહોંચી છે જે ડેન્જર લેવલથી ફક્ત એક ફૂટ દૂર છે.

ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં શનિવારે સાંજ સુધીમાં ડેડતલાઇમાં બે ઇંચ, યેરલીમાં દોઢ ઇંચ તથા લખપુરીમાં એક ઇઁચ વરસાદ ખાબક્યો હતો. ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. તંત્રએ ઇનફ્લોની સરખામણીએ આઉટફ્લો ઘટાડી દીધો છે. ડેમની સપાટી 345 ફૂટ ભરવા પ્રયાસ કરાઇ રહ્યો છે. બીજી તરફ સુરત શહેરમાં પણ રવિવારે બપોરે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જોકે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો પરંતુ વાતાવરણ દિવસ દરમ્યાન વાદળછાયું રહ્યુ હતું.

નોરતાંમાં પણ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના
હવામાન વિભાગે આગાહી આપી હતી કે, કેરલ તરફ એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સેટ થઇ રહી છે. હવામાન વિભાગને મળેલી વેધર ફોરકાસ્ટ ઉપર બુલેટિન જાહેર કરાયું છે. જે મુજબ આગામી છ કે સાત ઓક્ટોબર આસપાસ કેરલના કોસ્ટ ઉપર એક સિસ્ટમ ડેવલપ થશે. જો આ સિસ્ટમ સાયક્લોનમાં ફેરવાશે તો ફરી વરસાદની વકી છે. મોટા ભાગે આ સિસ્ટમ મંદ પડી શકે છે. પરંતુ જો આગળ વધે તો ફંટાઇને ખાડી દેશો તરફ નીકળી જશે. પરંતુ આ સિસ્ટમને પગલે આગામી દસ કે બાર તારીખની આસપાસ સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઇ રહી છે.

  • Ukai Dam Data :
    Dt. 03.10.2021 @ 20:00 Hrs.
    Rule Level : 345.00 ft.
    Present Level : 344.04 ft.
    Inflow : 144941.00 cusecs
    Outflow: 144941.00 cusecs
    Present Live Storage : 6558.97 MCM
    Present Capacity : 7243.36 MCM ( 97.69 %)
  • Kakrapar Weir Position @ 20:00 Hrs. on Date : 03.10.2021
    Kakrapar Weir Level is…………………..167.40 feet
    Overflow Discharge in Cusecs is……. 133300.00 Cusecs
    Moticher Level is………………………….153.10 feet
    Moticher Discharge is…………………….443.00 Cusecs
    Total Discharge in River Tapi is……….133743.00 Cusecs
  • Date : 03.10.2021
    Time : 20:00 Hrs.
    Singanpor Weir Cum Causeway level: NA
To Top