Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : આણંદ શહેર પોલીસે બાતમી આધારે રાજોડપુરા વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે જમીનમાં દાટેલો રૂ.1.96 લાખ ઉપરાંતના વિદેશી દારૂ જથ્થા સાથે પકડી પાડ્યો હતો. આણંદ શહેર પોલીસને બાતમી મળી હતી કે, રાજોડપુરા ઓવરબ્રીજ પાસે રહેતા અક્ષય જશભાઈ ચાવડાએ રહેણાંક ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને છુપાવ્યો છે. આથી શહેર પોલીસની ટીમ દ્વારા શુક્રવારની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસને જોઇ એક શખશ ભાગી ગયો હતો.

જ્યારે પકડાયેલા બીજા શખસની પુછપરછ કરતાં તે મુકેશ અદેસિંહ પરમાર (રહે. રાજોડપુરા) હોવાનું જણાવ્યું હતું. પુછપરછ કરતાં તેણે માટી સરખી કરતો હતો તે જગ્યા 41 પેટી વિદેશી દારૂ છુપાવ્યો હોવાની કબુલાત કરી હતી. આથી, પોલીસે માટી ખસેડી તપાસ કરતાં વિવિધ બ્રાન્ડનો કુલ રૂ.1,96,800નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરતાં આ દારૂનો જથ્થો અક્ષય જશ ચાવડા (રહે.રાજોડપુરા)એ વેચાણ કરવાના ઇરાદે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું અને દરોડા સમયે ભાગી ગયેલો શખસ પણ અક્ષય જ હતો. આ અંગે પોલીસે મુકેશ અદેસિંહ પરમાર અને અક્ષય જશ ચાવડા  સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

To Top