National

આંધ્ર પ્રદેશમાં પૂરના કારણે મુખ્ય રેલવે અને રોડ માર્ગનો સંપર્ક તૂટ્યો

અમરાવતી: આંધ્રપ્રદેશમાં (Andhrapradesh) પેન્ના નદીના પૂરના (River Flood) કારણે મોટા પ્રમાણમાં વિનાશ (Destruction) સર્જાયો છે. અહી રવિવારે રાજ્યને દક્ષિણ અને પૂર્વથી જોડતી મુખ્ય રેલ અને રોડ સંપર્ક તૂટી ગયો હતો. એસપીએસ નેલ્લોર જિલ્લામાં ચેન્નાઈ-કોલકાતા નેશનલ હાઈવે-16ને પાદુગુપાડુ ખાતેનો રસ્તો (Road) પાણીમાં ડૂબી જવાથી વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો. તેમજ પાદુગુપાડુ ખાતે રેલવે ટ્રેક પર પૂરના પાણી ભરાઈ જવાને કારણે ચેન્નાઈ-વિજયવાડા રૂટ પર ઓછામાં ઓછી 17 એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવી પડી હતી. આ સિવાય, વધુ ત્રણ ટ્રેન (Train) આંશિક રીતે રદ કરવામાં અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી.

  • પાદુગુપાડુ ખાતે રેલવે ટ્રેક પર પૂરના પાણી ભરાઈ જવાને કારણે ચેન્નાઈ-વિજયવાડા રૂટ પર ઓછામાં ઓછી 17 એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવી પડી
  • એસપીએસ નેલ્લોર જિલ્લાના સોમાસીલા ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી વહી ગયું હતું, જેના કારણે આ વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ જણાવ્યું હતું કે, એસપીએસ નેલ્લોર જિલ્લાના સોમાસીલા ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી વહી ગયું હતું, જેના કારણે આ વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. કોવુરુ ખાતે નેશનલ હાઈવે-16 પણ આ કારણે બ્લોક થઈ ગયો હતો. જેના પગલે, નેલ્લોર અને વિજયવાડા વચ્ચે એનએચ-16 પર ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો હતો, જેથી સેંકડો વાહનો કેટલાંક કિલોમીટર સુધી અટવાઈ પડ્યા હતા. જ્યારે, બસ સેવા ખોરવાઈ જતાં સેંકડો મુસાફરો નેલ્લોર આરટીએસ બસ સ્ટેશન પર અટવાઈ ગયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રીકાલહસ્તીથી આવતા વાહનોને ટોટેમ્બેડુ ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા હતા અને પમુરુ અને દરસી થઈને વાળવામાં આવ્યા હતા. કડપા જિલ્લામાં પાપાગ્ની નદી પરનો પુલ કમલાપુરમ ખાતે તૂટી પડ્યો હતો, જેના કારણે કડપા અને અનંતપુરમુ જિલ્લાઓ વચ્ચેનો રોડ માર્ગ તૂટી ગયો હતો. તેમણે કહ્યું કે, વેલિગલ્લુ ડેમમાંથી આવેલા પૂરના કારણે પુલ તૂટી પડ્યો હતો. કડપા શહેરમાં રવિવારની વહેલી સવારે ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. પરંતુ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કારણ કે તેમાં રહેતા લોકો ઘટનાની થોડી મિનિટો પહેલા સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા. જ્યારે, બીજા માળે ફસાયેલી માતા અને એક બાળકને પોલીસ અને ફાયર ફાઈટરોએ બચાવી લીધા હતા.

Most Popular

To Top