Gujarat

વાઇબ્રન્ટ સમિટ 2020માં મહત્તમ રોકાણના કરાર થાય તેવા પ્રયાસો કરાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૨માં યોજાનારી “વાઇબ્રન્ટ સમિટ” માં મહત્તમ રોકાણના એમ.ઓ.યુ થાય તેવી લાગણી અમદાવાદ શહેરમાં આયોજિત NAREDCO (Nationl Real Estate Development council) કોન્કલેવ-૨૦૨૧ ના ઉદબોધનમાં વ્યક્ત કરી હતી. દેશમાં કૃષિ ક્ષેત્ર પછી ઉધોગ અને બાંધકામ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોવાનું જણાવી રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને સાહસિક પ્રવૃત્તિઓને વેગ આપવા ગુજરાત સરકારે અનેકવિધ પગલાં હાથ ધર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપ જ છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં બેરોજગારી દર ખૂબ જ નીચો રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. NAREDCO કોન્કલેવ-૨૦૨૧ માં મુખ્યમંત્રી પટેલે રાજ્યના બાંધકામક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોને આર્થિક ઉપાર્જનની સાથે જનકલ્યાણના પણ કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, દેશના વિકાસમાં ઉધોગ ક્ષેત્રની સાથોસાથ બાંધકામ ક્ષેત્ર પણ કદમ થી કદમ મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રસંગે તેમણે પ્રજાના મૂંઝવતા પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરીને તેના સત્વરે નિકાલ કરવા આ કોન્કલેવ એક મહત્વનું માધ્યમ સાબિત થઇ શકે છે તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં રેરાનો કાયદો આવ્યા બાદ બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતા વધી છે. સરકારની નીતી નિયમો મુજબ કાર્ય કરે છે પ્રજાને મૂંઝવતા પ્રશ્નો અને મુશ્કેલીઓના ઝડપી નિરાકરણ માટે નીતિ નિયમ બદલાવ કરવાની જવાબદારી સરકારની છે જે દિશામાં અમારી સરકાર પ્રયત્નશીલ છે તેમ પણ તેમણે કહ્યું હતું.

Most Popular

To Top