સુરત : સુરત એરપોર્ટથી (Surat Airport) ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અસુવિધાઓને લીધે ફ્લાઈટની (Flight) સંખ્યા સતત ઘટી રહી છે. હવે એર ઇન્ડિયાએ (Air India) અચાનક...
નડિયાદ : નડિયાદ સહિત ચરોતરમાં કેરલ સિંગિંગ દ્વારા ઇસુ જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે. ધર્મગુરુઓ તેમજ સ્થાનિક ખ્રિસ્તી સમાજના અબાલ વૃદ્ધ...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં પોલીસતંત્રની રહેમનજર હેઠળ દેશી-વિદેશી દારૂની બદી સતત વધી રહી છે. જેના પુરાવા સ્વરૂપ નગરમાં ઠેર-ઠેર દારૂની ખાલી બોટલો અને...
નડિયાદ : નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ હોવાનું જણાઈ રહ્યુ છે. શહેરના નાનાકુંભનાથ રોડ પર ગટરના પાણી...
કોઈ પણ યુદ્ધના અંતે કોઈ વિજેતા હોતા નથી. યુદ્ધ લડનારા બંને પક્ષોને ભારે હાનિ થયા વિના રહેતી નથી. મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય...
બિહાર: બિહાર (Bihar)નાં મોતિહારી (Motihari) જીલ્લામાં એક મોટો અકસ્માત (Accident) સર્જાયો હતો. રામગઢવાના નારિલગિરીમાં ઈંટની ભઠ્ઠાની ચીમનીમાં (Brick kiln chimney) બ્લાસ્ટ (Blast)...
કોરોનાની સાથે-સાથે હવે અમેરિકામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અનેક મિલિયન લોકો શીતલહરની ચપેટમાં છે. ભારે હિમવર્ષાનાં કારણે લોકો પોતાના ઘરોમાં...
આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, પરંતુ બહુ ઓછાં લોકો એવાં છે કે હિન્દી ભાષા જાણે છે અને હિંદીમાં દરેક વ્યવહાર કરે છે....
એકસપ્રેસ હાઇ વે આજના નવા યુગ માટે વરદાનરૂપ છે. આજના મોંઘા પેટ્રોલના ભાવને ધ્યાનમાં લઇ એકસપ્રેસ હાઇ વે એક લાઇફલાઇનનું કામ કરે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રનાં ભાજપનાં ધારાસભ્યને ગંભીર અકસ્માત નડ્યો છે. પોતાના ગામ જતી વખતે ડ્રાઈવરને ઊંઘ આવી જતા કાર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી...
જો જો હોં! માસ્ક અને સેનિટાઇઝર ફરી પાછાં વસાવી લેજો. કાળજું કંપાવતી ઘટનાઓનો ભૂતકાળ કોરોના ફરી પાછો વર્તમાન બને તો નવાઇ નથી!...
સાવ નાની અમથી વાત પર નેહલ રિસાઈ ગયો.મમ્મીએ રાત્રે જમવામાં આજે નરમ ખીચડી ,કઢી અને સલાડ બનાવ્યા હતા. જે નેહલને ઓછા ભાવતાં...
રાજસ્થાન: ગુજરાતની (Gujarat) જેમ રાજસ્થાન (Rajasthan) પણ ભરતી પેપર લીક (Paper leak) થયા હોવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર...
હાલમાં ક્રિસમસની તૈયારીઓ જોરશોરમાં થઈ રહી છે અને સાથે જ નવા વર્ષને વધાવવાનો ઉલ્લાસભર્યો માહોલ પણ જોવા મળી રહ્યાો છે. ક્રિસમસની ઉજવણીની...
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો’ યાત્રાએ તા. ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૨ને દિને ૧૦૦ દિવસ પૂરા કર્યા છે. ૨૫૦૦ કિલોમીટરની...
સુંદર જીવન જીવો’ આ વિષય પર એક પરિસંવાદ હતો. એક પછી એક બધા સુંદર વિચારો રજૂ કરી રહ્યા હતા. આખા દિવસના પરિસંવાદ...
નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની (Test Series) બીજી મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ...
દેશ અને દુનિયામાં કોરોનાનો ભય ફરીથી ફેલાયો છે. કોવિડ વાયરસનો નવો વેરિયન્ટ ચીનમાં અનિયંત્રિત રૂપે ફેલાયો હોવાની વાતે દુનિયા ફરીથી ધ્રૂજી રહી...
વિન્ટરની સિઝન આવતાં જ આપણા સ્ટાઇલિંગની રીત બદલાઇ જાય છે. આ મોસમમાં આપણે માત્ર શીતળ લહેરોથી બચવા જ નથી માંગતાં પરંતુ પોતાને...
વલસાડ : વલસાડના (Valsad) ચણવઈ હાઇવે ઓવરબ્રિજ (Overbridge) પાસેથી ગટર તેમજ ખાળકુવાની સફાઈ કરતા ટ્રેક્ટરની ટાંકીમાં (Tractor Tank) લઈ જવાતો રૂ.2.67 લાખનો...
સુરત : મહાલક્ષ્મી માર્કેટમાં (Mahalaxmi Market) શેઠની તિજોરીમાં પડેલા પોણો કરોડની ચોરીને (Stealing) શેઠના અંગત ઇસમે જ અંજામ આપ્યો હોવાની વિગત ક્રાઇમ...
વલસાડ : તિરૂવન્તપુરમ વેરાવળ (Thiruvananthapuram Veraval) એક્સપ્રેસ ટ્રેનમાં (Express Train) મુસાફરી કરી રહેલી મહિલા સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.2.30 લાખનો મુદ્દામાલ પર્સમાં...
સુરત: ચીનમાં (China) કોરોનાની (Corona) સાતમી લહેરમાં મળી આવેલા નવા વેરિએન્ટના પરિણામે મોટી સંખ્યાંમાં હોસ્પિટલ, દવાખાનાં ઊભરાવા સાથે ઘણા લોકોનાં મૃત્યુ (Death)...
સુરત: અમેરિકન સંસદમાં ઇગલ એક્ટ (Eagle Act) અમલમાં આવે એ પહેલાં જ ડેમોક્રેટિક (Democratic) અને રિપબ્લિકન (Republicans) પાર્ટીના સભ્યોએ બહુમતથી વિરોધ નોંધાવતાં...
નવી દિલ્હી : વીડિયોકોન (Videocon) લોન કૌભાંડમાં સીબીઆઈ એજેન્સીને (CBI Agency) મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. તપાસ એજન્સીએ શુક્રવારે સાંજે ICICI બેંકના...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ દેશના 80 કરોડ લોકોને મફતમાં (Free) અનાજ (Grain) આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિયમંત્રી પીયુષ ગોયલએ કેબિનેટ...
સુરત : સુરત એરપોર્ટથી (Surat Airport) ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અસુવિધાઓને લીધે ફ્લાઈટની (Flight) સંખ્યા સતત ઘટી રહી છે. હવે એર ઇન્ડિયાએ (Air India) અચાનક...
સુરત : માનદરવાજા ખાતે રહેતી અને શિક્ષિકા (Teacher) તરીકે નોકરી (Job) કરતી યુવતીના પડોશમાં રહેતા ડિવોર્સી ભૂતપૂર્વ પ્રેમીએ તેની સાથેના ફોટો (Photo)...
પલસાણા: આગમી દીવશોમાં ન્યુયરની ઉજવણીને લઇ લોકોમાં થનગનાટ છે ત્યારે બુટલેગરો પણ ખુબ સક્રિય થઇ ગયા છે.નવી નવી તરકીબ અજમાવી દારૂની હેરાફેરીનો...
નવી દિલ્હી : લીયોનેલ મેસ્સી (Lionel Messi) સમયનો મહાન ફૂટબોલર છે. તેણે રમતગમતની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. ફીફા ફાઇનલમાં (FIFA...
સુશાસન, સેવા, વિકાસ: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના આવતીકાલે ત્રણ વર્ષ પૂર્ણ થશે
બાંગ્લાદેશમાં બળવાના દોઢ વર્ષ પછી ચૂંટણી, 12 ફેબ્રુઆરીએ થશે મતદાન
નેશનલ હાઇવે 48 પર દહેશત: કપુરાઈ ચોકડી ફરી રક્તરંજિત! અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા
તતારપુરાના જમીન સોદામાં 48 લાખની છેતરપિંડી, વેચાણ દસ્તાવેજ કર્યા વગર રકમ ઓળવી ગયાની ફરિયાદ
રસુલાબાદના સરપંચનું ‘ગાંડપણ’ નાટક – ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જાહેરમાં તાયફા
બહરાઇચમાં રામ ગોપાલની હત્યા કરનાર સરફરાઝને મૃત્યુદંડ, 9 લોકોને આજીવન કેદની સજા
જબુગામ–બોડેલી વચ્ચે ધૂળ ડમરીનો કહેર, રોડના ખાડા અને રેતીના ઢગલાઓથી મુસાફરો ત્રાહિમામ
ભાદરવા–મોક્સી રોડ પરથી ચાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા
મમતા બેનર્જીએ અમિત શાહને ખતરનાક ગણાવી કહ્યું, તેઓ દુર્યોધન અને દુશાસન જેવા છે
VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ
ગોવા આગ દુર્ઘટના: લુથરા બંધુઓ ભારત પરત ફરતાં જ ગોવા પોલીસ કસ્ટડીમાં લેશે!
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA માં લાગી શકે છે ઝટકો
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદ્દતમાં વધારો કરાયો
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
સુરત : સુરત એરપોર્ટથી (Surat Airport) ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અસુવિધાઓને લીધે ફ્લાઈટની (Flight) સંખ્યા સતત ઘટી રહી છે. હવે એર ઇન્ડિયાએ (Air India) અચાનક સુરત-કોલકાતા ફ્લાઈટ 25 ડિસેમ્બરથી બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ રૂટ પર મોટી સંખ્યામાં પેસેન્જર મળતાં હોવા છતાં એરલાઈન્સે નફો કરતી ફ્લાઈટ બંધ કરવાનો આ નિર્ણય કેમ લીધો એને લઈને ચર્ચા ચાલી રહી છે. જો કે એરલાઈન્સ કંપનીએ એર ઇન્ડિયા, એર વિસ્તારા (Air Vistara), એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) અને એર એશિયાનાં (Air Asia) મર્જરની પ્રક્રિયાને લીધે ફલાઇટ હાલ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એરલાઈન્સે નવા શિડ્યુલમાં ફરી નવા સ્લોટ સાથે આવવાની ખાતરી આપી છે. તાતા (Tata) ગ્રુપે એર ઇન્ડિયા અને એર વિસ્તારાને ફૂલ ફ્લેજ પ્રીમિયમ સર્વિસની એરલાઈન્સ કેટેગરી જાહેર કરી છે. જ્યારે એર એશિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસને લોકોસ્ટ એરલાઇન્સ તરીકે ચલાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રક્રિયામાં સુરત -કોલકાતાની ફલાઈટ ખેંચી લેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે સિઝનમાં (ચોમાસું સિવાય) આ નોનસ્ટોપ ફ્લાઈટ પેક જતી હતી. જ્યારે ઓફ સિઝનમાં 70 થી 80% પેસેન્જર લોડ મળતો હોવા છતાં એરલાઈન્સે આ નિર્ણય લીધો છે. સુરત એરપોર્ટ પર હવે 11 ફ્લાઈટની સંખ્યા ઘટીને 10 થશે. એક સમયે સુરત એરપોર્ટથી 26 ફલાઇટ ઉપડતી હતી.
હવે સુરતથી કોલકાતા જવા એકમાત્ર વન સ્ટોપ ફ્લાઈટ બચી
અગાઉ સુરત- કોલકાતા રૂટ પર સ્પાઇસ જેટ અને ઇન્ડિગોની નોન સ્ટોપ ફ્લાઈટ ચાલતી હતી. જે કેટલાક મહિના પહેલા બંધ થઈ હતી. હવે એર ઇન્ડિયા એ સુરત-કોલકાતાની હવે કોલકાતા માટે એક માત્ર ઇન્ડિગોની સુરત-જયપુર-કોલકાતા વન સ્ટોપ ફ્લાઈટ બચી, અગાઉ સ્પાઇસજેટ એરલાઇન્સે પણ સુરત-કોલકાતાની ફલાઇટ બંધ કરી હતી. ઇન્ડિગોએ પણ કોલકાતા-સુરતની સીધી ફ્લાઈટ 3 – 4 મહિના પહેલા બંધ કરી હતી. જોકે કોલકાતા-જયપુર ફ્લાઇટને સુરત સુધી લંબાવી, કોલકાતા જવા માટે સુરત-જયપુર-કોલકાતા ફ્લાઈટ યથાવત રાખી છે. કોલકાતા જવા માટે હવે એકમાત્ર આ ફ્લાઈટ બચી છે.
એરપોર્ટ પર પાર્કિંગ બેયસનું ફેઝ-2નું કામ શરૂ થયું
સુરત એરપોર્ટનાં 353 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ મંગાવવામાં આવ્યા પછી ઓગસ્ટ -2023ની નવી ડેટલાઈન સાથે એપ્રન અને પેરેલલ ટેક્સિ ટ્રેકના કામો ધીમી ગતિએ શરૂ થયાં છે. પાર્કિંગ બેયસનું ફેઝ-2 નું કામ હવે શરૂ થયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સુરતનાં સાંસદો અને ચોર્યાસીના નવનિયુક્ત ધારાસભ્ય ટૂંક સમયમાં એરપોર્ટ મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં તંત્ર પાસે કેટલું કામ થયું એની વિગતો માંગશે. અને સાથે સાથે સાંસદો એરલાઈન્સ કંપનીઓના મુખ્ય અધિકારીઓ સાથે પણ બેઠકો યોજશે.