ગાંધીનગર: રાજ્યમાં આજથી ફરી ઠંડીનો (Cold) માહોલ જામશે. આ વખતે ઉત્તરાયણમાં (Uttarayana) પતંગ રસિકોએ સ્વેટર પહેરી તહેવારની ઉજવણી કરવી પડશે કારણ કે...
ભરૂચ : ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર (Jambusar) તાલુકાના મંગણાદ ગામમાં રખડું શ્વાનના (Street Dog Bite 5 Kid) આતંકથી લોકોમાં ભય છવાઈ ગયો...
નવી દિલ્હી: દેશમાં ઉર્જાની સમસ્યા હળવી કરતા ઇથેનોલ પેટ્રોલ 1 એપ્રિલ 2023થી દેશમાં ઘણા સ્થળોએ ઉપલબ્ધ થવાનું શરૂ થશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી...
નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) શ્રીલંકા (Sri Lanka) સામે ઘરઆંગણે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણી (ODI Series) પર કબ્જો કરી...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં હવામાને ફરી એકવાર પલટો લીધો છે. શિમલા, ચંબા, કુલ્લુ, લાહૌલ-સ્પીતિ, મંડી અને કિન્નૌરમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત...
પાકિસ્તાન ભારતથી છૂટું પડ્યું તે પછી ક્યારેય તેણે રાજકીય સ્થિરતા જોઈ નથી. પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી કોઈ સરકાર તેની મુદત પૂરી કરી...
નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના સૌથી ઉત્તરીય વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાનના (Gilgit Baltistan) લોકો છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન (Pakistan) સામે વિરોધ...
સુરત: સુરત મનપામાં (Surat Municipal Corporation) બેલદારની નોકરી મેળવવા માટે એફવાય બીકોમ ભણેલા યુવાને પોતે માત્ર 7 જ ધોરણ ભણ્યું હોવાની ખોટી...
સુરત: લોકોને સાવચેત રહેવા સલાહ આપતી સુરત પોલીસનો એક જમાદાર પોતે જ સાયબર ફ્રોડનો (Cyber Fraud With Surat Police) ભોગ બન્યો છે....
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે જોશીમઠ શહેરની સેટેલાઈટ ઈમેજ જાહેર કરી છે. આ ચિત્રો બતાવે...
વડોદરા: શહેરી વિસ્તારમાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે પોલીસ જવાનો સહિત બિગેડના જવાનોને દરેક પોઇન્ટ પર મુકવામાં આવે છે. ટ્રાફિકના સિગ્નલ પર સવારે...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેર મા પાલિકા ની જગ્યા પર ઘંધો કરતા શાકભાજી વાળા, ગેરેજવાળા, પથારા વાળા પાસે થી વહીવટી ચાર્જ...
નડિયાદ: નડિયાદમાં છેલ્લા 70-80 વર્ષથી પતંગો બનાવવાના કારખાના ધમધમી રહ્યા છે. ગાજી પુરવાડામાં ચાલતા 20 જેટલા કારખાનામાં માલિકો સહિત મજૂરો મળી 200 ઉપરાંત કુટુંબોનું ભરણ પોષણ થઈ રહ્યુ છે. હાલ મજૂરોને...
પાકિસ્તાન ભારતથી છૂટું પડ્યું તે પછી ક્યારેય તેણે રાજકીય સ્થિરતા જોઈ નથી. પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી કોઈ સરકાર તેની મુદત પૂરી કરી...
વિતેલાં વર્ષોના મહાન અદાકાર દિલીપકુમારનું જન્મ શતાબ્દી વર્ષમાં ગીતકાર અને સેન્સર બોર્ડના ચેરમેન પ્રસુન્ન જોશીએ ભૂતકાળમાં એક પ્રસંગ ટાંકયો હતો. જયારે તેઓ...
નવા વર્ષનો પ્રથમ તહેવાર ‘મકરસંક્રાંતિ’ ને ગુજરાતીઓ ‘ઉત્તરાયણ’ તરીકે ઉજવે છે. ‘ઉત્તરાયણ’ સુરતીઓનો માનીતો તહેવાર છે. તે દિવસે સવારે દાન-પુણ્ય કરી આખો...
આજના યુગમાં વિદ્યાર્થીઓનું જીવન ખૂબ જ તનાવયુકત અને ચિંતાઓથી ભરેલું જોવા મળે છે. માતા પિતાની ઉચ્ચ આશા અપેક્ષાઓ વિદ્યાર્થીઓને માનસિક રીતે ખૂબ...
મીરાં નવસારીની શાળામાં ટીચર તરીકે કામ કરે ..વિદ્યાર્થીઓમાં મીરાં ટીચર એકદમ ફેવરીટ. બધાં બાળકોને પ્રેમથી ભણાવે ..ન સમજ્યાં તો ફરી ફરી સમજાવે...
તમારી પાસે મતદારકાર્ડ નથી “ના, બેન કેમ નથી ? તમારે કઢાવી લેવાં જોઈએ ને ? આ દેશના જાગ્રત નાગરિક હોવાના નાતે તમારી...
રૂપિયામાં સરહદ પારથી પણ વેપાર થાય તે માટે સરકાર અને ભારતીય રીઝર્વ બેંક દક્ષિણ એશિયાના દેશો સાથે ચર્ચા કરે છે એમ રીઝર્વ...
છેલ્લા કેટલાક વર્ષોમાં માણસજાત સમક્ષ એક મોટો પડકાર ઉર્જાનો પણ ઉભો થયો છે. એક સમયે લાકડાઓ બાળીને પોતાની ઉર્જાની જરૂરિયાતો સંતોષી લેતો...
તહેવારો આપણાં જીવનમાં નવો પ્રાણ પૂરે છે. આપણે ત્યાં દરેક તહેવારોમાં ઉજવણીની સાથે જ તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું જ છે એટલે...
વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે પીએમએ વારાણસી-ડિબ્રુગઢ વચ્ચે મુસાફરી કરી રહેલા નદી...
સુરત કાપડ ઉદ્યોગની સાથે સાથે ખાણી પીણી માટે પણ જાણીતું છે કારણ કે સુરતીઓ મોજમજા કરવાની સાથે જ ખાવાપીવાના પણ એટલા જ...
સ્માર્ટ ફોન સામાન્ય માણસ માટે પણ હાથવગા થતા યુવા વર્ગથી માંડીને વયસ્ક લોકોમાં સેલ્ફીનું અજબ-ગજબનું આકર્ષણ જોવા મળે છે. લોકો અલગ-અલગ અંદાજમાં...
માંડવી: માંડવી-કીમ રોડ પર આવેલા ઉશ્કેર-રામકુંડ ગામે રાત્રિના 3 વાગ્યાના સમયે બુકાનીધારીએ શર્મા પરિવારને બંધક બનાવી 2 કિલો સોનું, રોકડ રૂ.1,80,000, મોબાઈલ...
નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) શ્રીલંકા (Sri Lanka) સામેની ત્રણ મેચની હોમ વનડે શ્રેણી(ODI Series) 2-0થી જીતી લીધી છે. બીજી મેચ...
સુરત : 14મી તારીખે ઉતરાયણ એટલે કે સુરતવાસીઓનો અતિપ્રિય તહેવાર, 14ની અને 15મી જાન્યુઆરી એટલે કે ઉતરાણ અને વાસી ઉતરાણ બન્ને દિવસ...
સગલા-બગલા નામ જ કેવું અનોખું લાગે છે ને આ નામની મીઠાઈનો સ્વાદ ઘણાં સ્વાદ પ્રેમી સુરતીઓએ ચાખ્યો જ હશે. તમને જાણીને નવાઈ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) જોશીમઠમાં (Joshi math) મકાનોમાં તિરાડો વચ્ચે ઉત્તરકાશીમાં (Uttarkashi) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા...
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
ગાંધીનગર: રાજ્યમાં આજથી ફરી ઠંડીનો (Cold) માહોલ જામશે. આ વખતે ઉત્તરાયણમાં (Uttarayana) પતંગ રસિકોએ સ્વેટર પહેરી તહેવારની ઉજવણી કરવી પડશે કારણ કે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ રાજ્યમાં ઠંડીનો માહોલ રહી શકે છે. રાજ્યમાં ગુરુવારથી રાત્રે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતું. પરંતુ શુક્રવારથી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાય શકે છે. તાપમાનના પારામાં ઘટાડો થતા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ સાથે હવામાન વિભાગે કચ્છમાં 14-15 જાન્યુઆરીએ કોલ્ડવેવની (Cold Wave) આગાહી વ્યક્ત કરી છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડીનું જોર રહેશે.
ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 14-15 જાન્યુઆરીના રોજ નલિયામાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સાથે જ ગુરુવારે વડોદરામાં ઠંડીનો પારો 14.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલસાડની વાત કરીએ તો સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર નલિયામાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી પર પહોંચ્યા હતો. આ સિવાય સુરત સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યું હતું. તેમજ ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, મહુવામાં 16.3 ડિગ્રી, પોરબંદર, અમદાવાદ અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું હતું.
ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં તામપાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગમી બે દિવસ સુધી કોલ્ડવેવની આગાહી જાહેક કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં દિલ્હી સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં આ સિઝનની સૌથી ખરાબ ઠંડીનો એટેક પડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 15 જાન્યુઆરીથી તાપમાનમાં અચાનક તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે, તેથી કોલ્ડવેવની ખતરનાક સ્થિતિ બની શકે છે. આ સાથે અત્યંત ગાઢ ધુમ્મસના કારણે લોકોના જીવન પર ભારી અસર પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 20 જાન્યુઆરી સુધી ચાલનારી આ મુશ્કેલીમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જવાનો ભય છે. દિલ્હી સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર ધુમ્મસ છવાઈ ગયું હતું. ઘણા શહેરોમાં વિઝિબિલિટી શૂન્ય મીટર થઈ ગઈ હતી. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો ફરી એક વખત ધુમ્મસના ભય હેઠળ છે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં દિલ્હી અને તેની આસપાસ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ આશંકા છે કે ટૂંક સમયમાં આ રાહત મુશ્કેલીમાં ફેરવાઈ જશે.