Vadodara

બ્રિગેડના જવાનો ફરજમાં બેદરકારી દાખવી મોબાઇલમાં વ્યસ્ત બન્યાં

વડોદરા: શહેરી વિસ્તારમાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે પોલીસ જવાનો સહિત બિગેડના જવાનોને દરેક પોઇન્ટ પર મુકવામાં આવે છે. ટ્રાફિકના સિગ્નલ પર સવારે માંડ બે કલાક ઉભા રહીને પોલીસ જવાનો ભાગી જતા હોય છે. જ્યારે દરેક પોઇન્ટો પર બ્રિગેડના જવાનો નિયમિત રીતે ફરજ બજાવતા હોય છે. પરંતુ આ બ્રિગેડના જવાનો કેટલીક જગ્યા પર મોબાઇલમાં વ્યસ્તિ બની જતા હોય અને ટ્રાફિકના વ્યવહાર પર ધ્યાન આપતા નથી. જેના કારણે કેટલીક જગ્યા પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. ટ્રાફિક પોલીસના અધિકારીઓએ ટ્રાફિકની કામગીરી પર ધ્યાન આપીને કર્મચારી પોતાની ફરજ પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિતની સૂચના આપી જોઇએ. જેથી ટ્રાફિક જામ ન થાય અને વાહનચાલકોને હેરાન થવું ના પડે. કારણે ટ્રાફિકમાં કેટલીક વાર એકસ્માત થતા હોવાની કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે.

Most Popular

To Top