Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: પાકિસ્તાનમાંથી (Pakistan) ધણીવાર એવા રમૂજી વીડિયો સામે આવે છે જેને જોઈને થાય કે આવું પણ થઈ શકે. આજે ફરીવાર એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ થયો છે. આ વીડિયો પાકિસ્તાનમાં ચાલી રહેલા રીયાલિટી શો માસ્ટર શેફ નો છે. વીડિયોને જોઈનો જજ ભલે ગુસ્સામાં લાલ પીળા થઈ ગયા હોય પણ જો સામાન્ય માણસ જોશે તો તે હસવાનું રોકી શકશે નહિં.

માસ્ટર શેફ એક રિયાલિટી શો છે જેમાં સારી, યુનિક ડીશ તૈયાર કરી તેને યુનિક રીતે ઓપ આપી જજ સામે પ્રેઝન્ટ કરવાનું હોય છે. જો જજને આ ડીશ ભાવશે તેમજ તેને જે રીતે તેઓ સમક્ષ પ્રેઝન્ટ કરવામાં આવી છે તે ગમશે તો તે શોમાં આગળના રાઉન્ડમાં જઈ શકશે અથવા તો તેમાંથી આઉટ થઈ પોતાના ઘરે જશે. મહત્વની વાતએ છે કે આ શોમાં ભાગ લેનારે પોતાના હાથથી ડીશ તૈયાર કરવાની હોય છે તેમ જ રજૂ કરવાની હોય છે. પરંતુ પાકિસ્તાનમાં માસ્ટર શેફમાં એક માથાભારે મહિલા આવી હતી જેનો વીડિયો જોઈ તમે હસવાનું રોકી શકશો નહિં.

જાણકારી મુજબ પાકિસ્તાનમાં માસ્ટર શેફનું ઓડિશન ચાલી રહ્યું હતું. આ શોમાં ભાગ લેવા માટે એક મહિલા પણ આવી હતી. તેણે જે રીતે જજ સામે પોતાની ડીશ રજૂ કરી તેનો અંદાજ કંઈક અલગ જ હતો. મહિલા એક કન્ટેનરમાં બીરીયાની લઈને આવી હતી. જયારે જજિસે તેને સવાલ પૂછયા કે તમને આ ડીશને અમારી સમક્ષ પ્રસ્તૂત કરવા માટે ડીશ જોઈએ છે? આ ડીશને તમે કેવી રીતે અમારી સમક્ષ પ્રસ્તૂત કરશો? ત્યારે તેઓના આ સવાલોનો મહિલાએ જવાબ આપ્યો કે તેઓ આ પેકેટ ઘરેથી લઈને આવી છે. તેણે આ બીરિયાની બનાવી નથી. તેઓને એવી જાણ મળી હતી કે સૌથી સારું જમવાનું લઈને આવવાનું છે તેથી તેને જયાં સૌથી સારી બીરિયાની મળતી હતી ત્યાંથી આ બીરિયાની લઈને આવી છે. આ સાંભળીને જજ લોકો પણ સ્તબધ થઈ ગયા હતા. પહેલા તો ત્રણેય જજ હસે છે અને મહિલા સાથે પ્રેમથી વાત કરે છે અને પછી ત્યાંથી મહિલાને જવા માટે કહે છે પરંતું મહિલા ત્યાંથી ખસતી નથી. અને જીદ કરે છે કે હું આટલી મહેનતથી આ બીરિયાની લઈને આવી છું તમારે ખાવી જ પડશે. આ સાંભળતા જ એક જજને ખૂબ ગુસ્સો આવે છે અને તે ઉભી થઈને જતી રહે છે.

આ વીડિયો ઉપર ધણાં મીમ્સ બની રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે આ અનુપમાના ડ્રામા કરતા તો ધણું સારું છે. જયારે કોઈ કહે છે કે પાકિસ્તાન પાસે બીજી શું આશા રાખી શકાય.

To Top