SURAT

સુરતીઓ આવો ખોરાક ખવડાવે છે એટલે કૂતરાં હૂમલો કરી રહ્યાં છે, એક સરવેનો ચોંકાવનારો રિપોર્ટ

સુરત: છેલ્લાં કેટલાય સમયથી હિંસક બનીને શહેરીજનો પર હુમલા કરી રહેલા સ્ટ્રીટ ડોગ આટલા આક્રમક કેમ બની ગયા છે તે અંગે ગુજરાત મિત્રએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગના પૂર્વ વડા ડો. એસ. કે. ટાંક પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. ડો. ટાંકે કહ્યું હતું કે, કૂતરા કરડાવાના કેસ વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, શહેરના પર્યાવરણમાં બદલાવ આવ્યો છે, જેને કારણે તેમનો ખોરાક છીનવાઈ ગયો છે, કૂતરાઓને યોગ્ય ખોરાક નહીં મળતા તેઓ આક્રમક બન્યા છે. હકીકતમાં કૂતરાનો મુખ્ય ખોરાક નોન-વેજ છે, આપણે ત્યાં લોકો તેઓને બિસ્કિટ, રોટલી તો ક્યારેક કાચું દૂધ આપે છે જેનાથી તેમનું પેટ ભરાતું નથી અને ભૂખ્યા કૂતરાઓ આતંક મચાવે છે.

ઉલ્લેખનિય છે કે કૂતરાને સૌથી વફાદાર પ્રાણીની સાથે સાથે માનવીનો શ્રેષ્ઠ મિત્ર ગણવામાં આવે છે પરંતુ વિતેલા કેટલાંક સમયથી કૂતરાઓની ચિત્રવિચિત્ર હરકતો હેરત પમાડે છે. ભર રાતે પણ જો કૂતરાથી એક ઇંચ દૂરથી વાહન પસાર થાય તો તે કોઇ હલનચલન નથી કરતું. પરંતુ છેલ્લાં કેટલાય સમયથી કૂતરાઓ આક્રમક બનીને હુમલા કરી રહ્યાં છે, પુખ્તવયના પ્રતિકાર કરી શકે છે જ્યારે બાળકો પ્રતિકાર નથી કરી શકતા તેના કારણે ગંભીર રીતે ઘાયલ થાય છે. હાલમાં જ શહેરના ખજોદ વિસ્તારમાં 2 વરસની બાળકી પર 3 જેટલા કૂતરાઓએ ઘાતક હુમલો કરતાં બાળકીનું ચાર દિવસમાં મોત થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ રિર્પોટ મુજબ બાળકીના શરીર પર 60 જગ્યાએ ઈજાના નિશાન હતા.

છેલ્લાં 15 દિવસમાં જ ડોગબાઈટના 1600થી વધારે કેસ નોંધાય છે આમ, આંકડાને જોતા જણાય છે કે શહેરમાં રખડતા કૂતરા જાણે શહેરની સડકો ઉપર જંગલી પ્રાણીની જેમ ઉતરી આવ્યાં છે. આ અંગે નર્મદ યુનિવર્સિટીના બાયો સાયન્સના પૂર્વ વડા ડો. એસ. કે. ટાંકે કરેલા અધ્યયન મુજબ પ્રાણીઓની પોતાની ટેરિટરી હોય છે, જેમાં તેઓ બિન્ધાસ્ત હોય છે. પોતાની ટેરિટરીમાં ધૂસતા બીજા પ્રાણીઓને કાઢી મુકવા અને પોતાની ટેરિટરીનું રક્ષણ કરવાનું તેઓ સારી રીતે સમજે છે. પરંતુ કૂતરા સૌથી વધારે આક્રમક વર્તન ત્યારે જ કરતા હોય છે, જ્યારે તેમનામાં કોઈ બાબતનો ડર હોય અને ભૂખ હોય છે. કૂતરાનો હુમલો બીજાને નુકશાન કરવા માટેનો નથી, પરંતુ પોતાની સલામતી અને રક્ષણ માટે હોય છે. હાલ વધી રહેલા હુમલામાં પણ ડર અને ભૂખ છૂપાયેલા છે.

આ પાંચ કારણથી કૂતરા આક્રમક બને છે

  • કોઈ ડર હોય
  • તેમના વિસ્તારમાં અન્યનો પ્રવેશ
  • પઝેશિવનેશ,માલિકીપણું
  • ડોમિનન્સ,બીજા કરતા પોતાને ચડિયાતો દેખાડવા
  • ફ્રસ્ટ્રેશન

કૂતરાનું પોતાના જનીન પ્રમાણે નહીં, પરંતુ પર્યાવરણ બદલાતા વર્તન કરતા હોય છે: સંશોધન
ડો. એસ. કે. ટાંકે જણાવ્યું હતું કે પર્યાવરણમાં થતા હોર્મોનલ બદલાવ પણ કૂતરાને આક્રમક બનાવી દેતા હોય છે. ખાસ કરીને નરમાં ટેસ્ટેટોનનું પ્રમાણ વધે છે. એપ્લાઇડ એનિમલ બિહેવિયર સાયન્સ વિષયમાં વિદેશી યુનિવર્સિટીમાં થયેલા સંશોધન અનુસાર પર્યાવરણ ખૂબ જ અસર કરતું હોવાનું બહાર આવ્યું છે. કૂતરા પોતાના જનીન પ્રમાણે વર્તન નથી કરતા પરંતુ પર્યાવરણના બદલાવ પ્રમાણ વર્તન કરતા હોય છે. વાતાવરણમાં ઝેનેકોસ- ઓચિંતા બદલાવ પણ કૂતરાને આક્રમક બનાવતા હોય છે. કોન્ફિટ એગ્રેશન, ફિઅસ બેસેઝેડ એન્ડ એનઝાઇટી બેઝ્ડ એગ્રેશન, ડિફેન્સ એગ્રેસિવ, ફૂડ એકોર્ડિંગ એગ્રેશન, સ્ટેટસ રિલેટેડ એગ્રેસીવનેશ અને રિ-ડિરેક્ટ એગ્રેશનથી કૂતરા માણસ જાત માટે આક્રમક બને છે.

સંશોધનના તારણો

  • પોતાના અંદર અંદરના ઝગડાથી કૂતરાની આક્રમકતા વધે છે
  • પોતાનો ખોરાક છીનવાઇ જાય કે તેના ખોરાકમાં ભયંકર બદલાવ આવે
  • પોતાના રક્ષણ કરવા માટે આક્રમક બનતા હોય છે
  • પોતાને ચડિયાતો દેખાડવા માટે
  • આક્રમકતા એ કુતરાઓનું અતિઅગત્યનું અને ગૂંચવણવાળું વર્તન છે

કુતરાની આક્રમકતા મૂડમાં છે કે નહીં? તે આ રીતે ખબર પડશે

  • કુતરો પોતાના કાન ઊભા કરીને ભસે અથવા કરડે અથવા હુમલો કરવાની સ્થિતિમાં ઊભો રહે
  • પોતાના દાંત દેખાડીને આપણા રસ્તા વચ્ચે આવીને ઊભો રહી જાય
  • આપણા ઘરના દરવાજા પર આવીને આડો ઊભો રહી જાય
  • બીજા કુતરાની પાસે ઊભી રહીને પોતાનું માથું તેના પર ઝુકાવી દેય

Most Popular

To Top