Dakshin Gujarat

‘તારે ટ્રાવેલ્સનો ધંધો કરવો હોય તો સીધી રીતે કરજે, નહીં તો જાનથી મારી નાંખીશું’- કામરેજની ઘટના

કામરેજ: (Kamrej) નવી પારડી પાસે મુસાફરો લેવા ઊભેલી લક્ઝરી બસના (Luxury Bus) ચાલકને અન્ય બસના ચાલક (Driver) સહિત ચાર ઈસમે ડ્રાઈવર સાઈડનો કાચ તોડી લાકડાંના સપાટાથી માર માર્યો (Beaten Up) હતો. ડ્રાઈવરનું ખીસ્સું ફાટી જતાં ડીઝલ પુરાવા માટેના રોકડા રૂ.10,500 તેમજ મોબાઈલ પણ પડી ગયો હતો.

  • ‘તારે ટ્રાવેલ્સનો ધંધો કરવો હોય તો સીધી રીતે કરજે, નહીં તો જાનથી મારી નાંખીશું’
  • નવી પારડી પાસે લક્ઝરી બસના ચાલકને બીજા બસના ચાલક સહિત ચાર ઈસમે લાકડાના સપાટા માર્યા

મૂળ ભાવનગરના પાલીતાણાના વાળકુડ ગામના વતની અને હાલ સુરત બરોડા પ્રિસ્તેજ મોહનનગરમાં મકાન નં.બી-143માં રહી લક્ઝરી બસના ડ્રાઈવર તરીકે જિગ્નેશ જીવરાજ ધામેલિયા (ઉં.વ.38) નોકરી કરે છે. એપ્પલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં.(જીજે 14 ઝેડ 486)માં પાંચ દિવસ અગાઉ સુરતના ગોતાલાવાડી ખાતે આવેલી મુખ્ય ઓફિસથી રાત્રે મુસાફરો ભરીને કામરેજ ચાર રસ્તા થઈ ભાવનગરના ગારિયાધાર ખાતે જવા માટે નીકળ્યા હતા. કામરેજના નવી પારડી ગામે બસમાં મુસાફરો લેવાના હોવાથી મુંબઈ-અમદાવાદ ને.હા.નં.48 પર રોડની બાજુમાં લક્ઝરી બસ ઊભી રાખી હતી.

ત્યારે પાછળથી ન્યૂ આપાગીગા ટ્રાવેલ્સની બસ નં.(જીજે 14 એક્સ 7095)માંથી ચાર ઈસમ લાકડાના ફટકા લઈ જિગ્નેશની બસના ડ્રાઈવર સાઈડના દરવાજાનો કાચ તોડી બહાર ખેંચી માર મારવા લાગ્યા હતા. એક ઈસમે શર્ટનો કોલર પકડી માર મારતાં ખીસ્સું ફાટી જતાં ખીસ્સામાં ડીઝલ પુરાવવા માટે મૂકેલા રોકડા રૂ.10,500 તેમજ મોબાઈલ પણ પડી ગયો હતો. ચારેય ઈસમો જતાં જતાં તારે ટ્રાવેલ્સનો ધંધો કરવો હોય તો સીધી રીતે કરજે, નહીં તો જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી જતા રહ્યા બાદ મુસાફરોને ગારિયાધાર છોડવાના હોવાથી સોમવારના ચારેય અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.

બારડોલીની નાંદિડા ચોકડી પાસે ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી
બારડોલી: બારડોલીના નાંદિડા ચાર રસ્તા નજીક સરકારી અનાજ ભરેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઈ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટ્રકચાલક ધીરજ કુમાર સુરતથી સરકારી અનાજ ભરી સોનગઢ જઈ રહ્યો હતો. ત્યારે બારડોલીના નાંડીદા ગામ નજીકથી પસાર થતી વખતે ટ્રકના કેબિન નીચેથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોતજોતામાં ટ્રક આગની ચપેટમાં આવી જતાં રોડ પર અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી એકથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. બારડોલી ફાયર ઓફિસર પી.બી.ગઢવીએ જણાવ્યું હતું કે, બેટરીમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

Most Popular

To Top