નવસારી : નવસારીમાં (Navsari) આધેડનું એટીએમ કાર્ડ (ATM Card) એટીએમ મશીનમાં ફસાઈ ગયું હતું. જેથી આધેડે મશીન પર મુકેલા પૂઠા ઉપર લખેલા...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં હોળી-ધુળેટી પર્વે અસામાજિક પ્રવૃત્તિઓ અને દેશી દારૂની (Alcohol) રેલમછેલ અટકાવવા જિલ્લા પોલીસ (Police) દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ...
ભરૂચ: ભરૂચના (Bharuch) કંથારિયા અને દયાદરા ગામે ભૂતકાળમાં ઘર્ષણની ઘટનાઓને ધ્યાને રાખી સુરત વિજિલન્સ, GUVNL, DGVCLની ટીમો ભરૂચ જિલ્લા પોલીસનો (Police) ભારે...
મુંબઈ: બોલિવૂડના (Bollywood) અભિનેતા નવાઝુદ્દીન સિદ્દકી (Nawazuddin Siddiqui) હાલ પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. તેની અને તેની પત્ની (Wife) વચ્ચેની લડાઈ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) સામે ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમે શાનદાર જીત મેળવી છે. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની તોફાની બેટિંગને કારણે...
નવી દિલ્હી: ભારતના ત્રિપુરા નાગાલેન્ડમાં આવેલા ચૂંટણીના (Election) પરિણામોની અસર કોગ્રેસ (Congress) ઉપર થયેલી જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ...
નવી દિલ્હી: શુક્રવારે ઈન્દોરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે ભારત...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme court) તરફથી ભાગેડુ વિજય માલ્યાને (Vijay Mallya) મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે તેમની સંપત્તિ જપ્ત કરવા...
ભરૂચ: કળિયુગમાં સંબંધોમાં શરમ, માન કશું જ રહ્યું નથી. ભરૂચના ઝઘડિયા તાલુકાના એક ગામમાં ખૂબ જ શરમજનક ઘટના બની છે. દીકરો કામ...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધીને (Rahul Gandhi) તમે વડાપ્રધાન મોદીના (PM Modi) વખાણ કરતા કદાચ જ જોયા હશે. અવારનવાર વિપક્ષ...
નવી દિલ્હી: ભારત (India) અને ચીનના (China) વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક G20 સમિટની (G20 Summit) બાજુમાં થઈ છે. જેમાં...
મેળાપક શબ્દ ખાસ કરીને નવયુવક અને કન્યાનાં લગ્ન-વિવાહ કરવામાં ખાસ વપરાય છે. લગ્ન-વિવાહ કરતાં પહેલાં યુવક અને યુવતીની કુંડળીને મેળવવામાં આવે છે....
આપણા દેશમાં જ નહીં, વિશ્વ આખામાં સિઝનલ પર્યાવરણપ્રેમીઓની ખોટ નથી. રંગેચંગે ઉજવાતો ઉત્તરાયણનો તહેવાર ચાર્મ ગુમાવી રહ્યો છે. કદાચ ફટાકડા વગરની દિવાળીની...
વર્ષો બાદ બોધી ધર્મ ભારત આવ્યા.અહીં ભારતમાં તેમના હજારો શિષ્યો હતા.આ હજારો શિષ્યોની તેમણે અનેક રીતે કસોટીઓ કરી અને ચાર મુખ્ય શિષ્યો...
થોડા થોડા સમયે દેશમાં ભારતની આર્થિક મજબૂતીના સંદર્ભે જી. ડી. પી. ના સમાચાર આવતા રહે છે. તે પણ દેશના કોઈ આર્થિક નિષ્ણાત...
ભારત બૌધ્ધિક સંપત્તિના આંતરરાષ્ટ્રીય આંકમાં 55 દેશોમાં 42મા ક્રમે છે એમ ભારતની સૌથી પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પી.ટી.આઇ.એ. આ...
નવી દિલ્હી: ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણીની (Gautam Adani) મુશ્કેલીઓ ઓછી થતી જોવા મળી રહી છે. હિંડનબર્ગના કારણે અદાણી ગ્રુપને (Adani Group) ગંભીર...
સુરત: વેડરોડ પંડોળ વિસ્તારમાં આજે મળસ્કે સાતથી આઠ જણાના ટોળાએ ચપ્પુ સહિતના તીક્ષ્ણ હથિયારો લઈ હુમલો કરતા બે ઈસમોના મોત નિપજ્યા છે,...
અમદાવાદ: સુરતના મોટા વરાછા વિસ્તારના એક મોટા ગજાના બિલ્ડરે અમદાવાદમાં જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આ બિલ્ડરને હોસ્પિટલમાં...
વર્તમાન નાણાકીય વર્ષ હવે થોડા સપ્તાહો પછી પુરું થવાની તૈયારીમાં છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે ૩૧મી માર્ચના...
નવી દિલ્હી: શાહરૂખ ખાનનું (Shah Rukh khan) ઘર મન્નતમાં (Mannat) સુરક્ષા ચૂક થઈ હોવાનું જાણવા મળ્ચું છે. ગુરૂવારે રાત્રે બે અજાણ્યા યુવક...
સંગીતમાં એક અજબનો જાદુ છે. તે માણસને ખુશ પણ કરી શકે અને દુ:ખી કરવાની પણ આવડત ધરાવે છે. ટૂંકમાં કહીએ તો માણસ...
“હોલી ખેલે રઘુવીરા અવધ મેં હોલી ખેલે રઘુવીરા” આ વખતે આ ફિલ્મી સોંગ સુરતીઓની સોસાયટીના પરિસરમાં જ DGના તાલે અને ફોમ પાર્ટીની...
ઘણા લોકોને એવી આદત હોય છે કે જેના વિષે તેઓને ખબર હોય કે આ આદત ખરાબ છે અને તે તેમના માટે નુકશાનકારક...
સુરત: પુણા વિસ્તારમાં સાડા આઠ વર્ષ પહેલા નવા કમેલા ખાતે ખાડીમાં 6 મહિનાના બાળક અને 3 વર્ષની બાળકીને ફેકી દેવાના બનાવમાં બાળકનું...
સુરત: સુરતમાં એક વિચિત્ર અને હાસ્યાસ્પદ ઘટના બની છે. મોટી રોકડ રકમની આશા સાથે ચોર ઈસમોએ અહીંની એક બેન્કની દીવાલમાં બાકોરું પાડ્યું...
સુરતીઓ તો ખાવાના દિવાના છે. હોળી પર શ્રીખંડ, રવા મેંદાની પૂરી અને ઘેવરનો સ્વાદ લેવાનું ચૂકતા નથી. દૂધના માવાની મીઠાઈઓ સુરતીઓના અવનવા...
કર્ણાટક: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપના ધારાસભ્યના પુત્ર પ્રશાંક મદલની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. લોકાયુક્તની એન્ટી કરપશન બ્રાંચે ભાજપના ધારાસભ્ય...
સુરત : કોંગ્રેસી મહિલા નેતા મેઘના પટેલ ફરીથી વિવાદમાં આવી છે. આ વખતે દારૂની જોની વોલ્કર, રેડ લેબલ બ્લેડેડ સ્કોચ વ્હીસ્કી 750...
સુરત: શહેરમાં કપલ બોક્સ કુટણખાનાં બની ગયાં છે. સોશિયલ મીડિયાના પરિચય બાદ યુવક-યુવતીઓ કપલ બોક્સમાં શારીરિક સહવાસ માણતા હોવાની અનેક ફરિયાદો ઉઠી...
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નવસારી : નવસારીમાં (Navsari) આધેડનું એટીએમ કાર્ડ (ATM Card) એટીએમ મશીનમાં ફસાઈ ગયું હતું. જેથી આધેડે મશીન પર મુકેલા પૂઠા ઉપર લખેલા નંબર પર ફોન (Call) કરી ફરિયાદ લખાવ્યા બાદ એટીએમ મશીનમાં જ મૂકી જતા રહ્યા હતા. પરંતુ આધેડે પૈસા ઉપાડવા માટે એટીએમ મશીનમાં પાસવર્ડ (Password) લગાવતા પાછળ ઉભેલી યુવતી જોઈ ગઈ હતી. જેથી પાછળ ઉભેલી યુવતી તે આધેડના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા 35 હજાર રૂપિયા ઉપાડી લેતા આધેડે નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ઘેલખડી પુણેશ્વર રોડ પર શિવમનગરમાં સનાભાઇ દલપતભાઈ વણકર તેમના પરિવાર સાથે રહે છે. અને જી.ટી.પી.એલ. હેથ વે લીમીટેડ નામની ઓફિસમાં ટેકનીકલ ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગત તા. 25મી ફેબ્રુઆરીએ સનાભાઇ રેલ્વે સ્ટેશન રોડ પર સ્ટાર બેકરીની નજીકમાં એક્સીસ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. જ્યાં સનાભાઇએ એટીએમ મશીનમાં એક્સીસ બેન્કનું એટીએમ નાંખી 3 હજાર રૂપિયા ઉપાડયા હતા. પરંતુ પૈસા ઉપાડયા બાદ એટીએમ મશીનમાં જ ફસાઈ ગયો હતો. જેથી સનાભાઇ તેમનો એટીએમ મશીનમાંથી કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા.
દરમિયાન એક યુવતી (ઉ.વ.આ. 18 થી 20) પાછળ ઉભી હતી. જેણે શરીરે કાળા રંગનો ટોપ અને જીન્સ પેન્ટ પહેર્યું હતું. તેણીએ સનાભાઇને જણાવ્યું હતું કે, એટીએમ મશીન ઉપર મુકેલા પુઠામાં લખેલા નંબર ઉપર ફોન કરો. જેથી સનાભાઇએ તે નંબર ઉપર ફોન કરતા સામેથી એક ઇસમે જણાવ્યું હતું કે, હાલમાં સર્વર ડાઉન છે જેથી તમારું ડેબીટ કાર્ડ નીકળશે નહી, તમે એક કામ કરો એટીએમ પાસવર્ડ નાંખી કેન્સલનું બટન દબાવો અને તે પછી એટીએમ પાસવર્ડ નાંખી એન્ટરનું બટન દબાવો તમારું ડેબીટ કાર્ડ નીકળી જશે તેમ કહેતા સનાભાઇએ તે ઇસમના કહેવા મુજબ પ્રોસેસ કરી હતી. પરંતુ એટીએમ બહાર નીકળ્યું ન હતું. ત્યારબાદ ફરી સનાભાઇએ પુઠામાં લખેલા નંબર ઉપર ફોન કરી એટીએમ મશીનમાં ફસાઈ ગયું હોવા બાબતની ફરિયાદ કરી હતી. જેથી તે ઇસમે હું તમારી ફરિયાદ લખી લઉં છું જેથી બાર વાગ્યે અમારી વાન એટીએમ મશીન ચેક કરવા માટે આવશે ત્યારે કાઢી આપશે તેવી વાત કરી હતી. જેથી સનાભાઇ તેમની ઓફિસે જતા રહ્યા હતા.
થોડીવાર બાદ સનાભાઇએ તેમનો મોબાઈલ ચેક કરતા તેમાંથી 35 હજાર રૂપિયા ઉપાડયા હોવાનો મેસેજ મળ્યો હતો. સનાભાઇ તુરંત જ તે એટીએમમાં ગયા હતા. જ્યાં એટીએમ મશીન ઉપર મોબાઈલ નંબર લખેલું પૂઠું અને તેમનો ડેબીટ કાર્ડ જોવા મળ્યો ન હતો. આ બાબતે સનાભાઇએ તેમની પાછળ ઉભેલી અજાણી યુવતી અને તેમની સાથે ફોન ઉપર વાત કરનાર ઇસમ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. બી.જે. ચૌધરીએ હાથ ધરી છે.