Sports

ઈંદોર ટેસ્ટ મેચમાં હાર મળ્યા પછી ICCનાં આ નિર્ણયે ભારતની ચિંતા વધારી

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) સામે ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમે શાનદાર જીત મેળવી છે. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની તોફાની બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત (India) સામે 9 વિકેટે જીતી લીધી હતી. શાનદાર જીત સાથે ઓસ્ટ્રેલિયાએ WTCની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની હારનું કારણ તેના બેટ્સમેનો હતા. ત્યારે બીજી તરફ ICCનાં આ નિર્ણયના કારણે ભારતીય ટીમની મુશ્કેલીમાં મુકાય છે.

ICCએ ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ વચ્ચે જ ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન વાપરવામાં આવેલી પીચ અંગે પોતાનો રિપોર્ટ આપ્યો છે. ICCએ ઈંદોરની પીચને ખરાબ ગણાવી છે તેમજ તેને ઓછાં પોઈન્ટસ આપ્યાં છે. આ નિર્ણયના કારણે ભારતની મુશ્કેલીઓ બે ગણી વધી ગઈ છે. આ નિર્ણયના કારણે WTCના પોઈન્ટસમાં ભારતને નુકશાન થવાની સંભાવના છે.

હોલકર સ્ટેડિયમમાં ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં મેચ સમાપ્ત થયા બાદ ICC મેચ રેફરી ક્રિસ બ્રોડે ત્રીજી ટેસ્ટમાં બંને ટીમોના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથ સાથે ચર્ચા કર્યા બાદ હોલકર સ્ટેડિયમને ત્રણ ડીમેરિટ પોઈન્ટ આપ્યા હતા. બીસીસીઆઈ પાસે હવે 14 દિવસનો સમય છે જો તેઓ આ સામે કોઈ અપીલ કરવા માંગતા હોય તો તેઓ કરી શકશે. પીચ વિશે વાત કરતા ક્રિસ બ્રોડે કહ્યું કે પીચ ખૂબ જ શુષ્ક હતી, બેટ અને બોલ વચ્ચે સંતુલન રહેતું ન હતું, પિચ શરૂઆતથી જ સ્પિનરોને ઘણી મદદ કરી રહી હતી. સમગ્ર મેચ દરમિયાન અતિશય અને અસમાન ઉછાળો જોવા મળ્યો હતો.

ટીમ ઈન્ડિયા હજુ પણ ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાથી સીરીઝની પ્રથમ બે મેચ જીતીને ફાઈનલ તરફ આગળ વધ્યું છે. બીજી તરફ, જ્યારે ભારતીય ટીમ અગાઉ બાંગ્લાદેશના પ્રવાસે ગઈ હતી ત્યારે તે શ્રેણીની બંને મેચ જીતવામાં સફળ રહી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા સતત બે મેચ જીતીને ફાઈનલની નજીક પહોંચી ગયું છે. હવે ટીમ ઇન્ડિયાનું ફાઇનલમાં જવું અમદાવાદ ટેસ્ટ અને શ્રીલંકાની રમત પર ઘણું નિર્ભર રહેશે. ICC દ્વારા પહેલાથી જ જાહેરાત કરવામાં આવી છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી શરૂ થશે, જે 11 જૂન સુધી ચાલશે. તે જ સમયે, 13 જૂનની તારીખે અનામત રાખવામાં આવી છે, જેથી જો વરસાદ ખલેલ પહોંચાડે તો મેચ વધુ એક દિવસ માટે કરી શકાય. જો કે હવે જોવાનું એ રહેશે કે ઈન્દોર ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ અમદાવાદમાં કેવી રીતે વાપસી કરે છે.

Most Popular

To Top