Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે શાહ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે ઉતરાણ બાદ રાત્રી રોકાણ જામનગરમાં કરશે. અમિત શાહ જામનગર સર્કીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. બાદમાં વહેલી સવારે દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા રવાના થશે. શાહ વધુમાં 20મી તારીખે ગાંધીનગરમાં ક્રિકેટ રમશે અને ત્યારબાદ ક્રિકેટની મેચ પણ નિહાળશે. 20મી તારીખે અમિત શાહ પોતાના મતવિસ્તારમાં આવી રહ્યાં છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ ગાંધીનગર નોર્થના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ હાજરી આપશે. ક્રિકેટ ટુર્નામેન્ટના સંચાલકો દ્વારા એવો દાવો કરાયો છે કે અમીત શાહ ક્રિકેટ મેચ જેાવા ઉપરાંત, બેટ સાથે મેદાનમાં ઉતરશે તેવી પણ સંભાવનમા છે. તા. 21મી મેના રોજ શાહ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 500 કરોડના વિકાસ કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

To Top